SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ એડ(લ)કાક્ષ” “ગજાગ્રપદક” તીર્થ [ ૨૩૩ મશ્કરી કરી, એટલે પ્રવચન-દેવતાને રોષ થયે. તેની બહેનને વેષ વિદુર્થીને લાડુ વગેરે પક્વાન્નની વાનગીઓ ભાજનમાં સમર્પણ કરી. તેણે તે ખાદ્ય પદાર્થોનું ભજન કર્યું. દેવીએ હાથના તલભાગથી ધોલ મારીને તેની આંખો ઉખેડીને નીચે પાડી. શ્રાવિકાએ દેવતાને આરાધવા માટે કાઉસ્સગ કર્યો. બીજા સર્વ મનના દાહથી ચડી જાય તે ઉત્કૃષ્ટ એટલે કે સમગ્ર કુશલ-કલ્યાણના અંકુરનાં કારણભૂત-ધર્મ બીજને બળીને ભસ્મરૂપ કરનાર ઉદાહ થયો. ત્યારે તે કાળે મારી નંખાતા બોકડાની જીવતી આંખે તેની આંખના સ્થાને જોડી દીધી. ત્યારપછી જિનધર્મ–પ્રાપ્તિ થઈ પ્રત્યાખ્યાનભંગ થવા બદલ શિક્ષા થવાથી હવે ધર્મની શ્રદ્ધા થઈ. તે કારણે દશાર્ણ પુર નામના બદલે “એડકાક્ષ નામનું નગર પ્રસિદ્ધિમાં આવ્યું. એડકાલનગર પાસે દશાર્ણકૂટ નામનો પર્વત હતું, તેનું નામ “ગજાગ્રપદક' એવું એ કારણે પ્રસિદ્ધિ પામ્યું કે- દશાણું દેશનું રાજ્યપાલન દશાણભદ્ર નામના રાજા કરતા હતા, ત્યારે છેલ્લા તીર્થકર શ્રીવીર ભગવંત દશાર્ણકૂટ પર્વતના શિખર ઉપર સમવસર્યા. દશાર્ણભદ્ર જ્યારે ઈન્દ્રની સમૃદ્ધિ દેખી, ત્યારે પોતાની સમૃદ્ધિને તુચ્છ ગણી તેનો અનાદર કરી, સર્વવિરતિ ચારિત્રરૂપ બોધ થયો અને દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા અંગીકાર કરી. તથા રાવણ હાથીના પગલાના સુગે “ગજાગ્રપદક' એ નામથી એ પર્વત પ્રસિદ્ધિ પામ્ય. હવે ઈન્દ્રમહારાજાની વિભૂતિ બતાવે છે– ઈન્દ્રમહારાજા જે ઐરાવણ હાથી ઉપર બેઠા હતા, તેને દંકૂશળ હતાં, તેમાં વાવડીઓ હતી, તેમાં પદમકમળો હતાં, તે દરેકને પાંખડીઓ હતી, દરેકની આઠ આઠ સંખ્યા, એક એક પાંખડી ઉપર મનહર બત્રીશપાત્રબદ્ધ નાટ્યો ચાલતાં હતાં. તે દેખીને દશાર્ણભદ્ર રાજાને સંવેગ ઉત્પન્ન થયો. તરત જ પ્રજ્યા ગ્રહણ કરી. ચાલુ અધિકારમાં આ વાત જડતાં કહે છે કેતે આર્યમહાગિરિ આચાર્યો સુંદર ચારિત્ર પાળી તે ગજાગ્રપદક નામના પર્વતના પુણ્યક્ષેત્રરૂપ શિખર ઉપર દેહત્યાગરૂપ કાલ કર્યો. તે ક્ષેત્રથી તેમને સમાધિનો લાભ થયે. બીજા આચાર્યો તો આ પ્રમાણે કહે છે-ફરી પણ તે સમાધિલાભથી ત્યાં કાળ કર્યો. કહેવાની મતલબ એ છે કે તે ક્ષેત્રમાં સમાધિ મેળવી, તે સાનુબંધ સમાધિલાભ ફલરૂપ પણાથી ફરી જન્માંતરમાં સમાધિને લાભ પ્રાપ્ત થશે-એમ કરીને ત્યાં કાળ કર્યો. (૨૦૩ થી ૨૧૧ ગાથાઓ) આ ગજાગ્રપદક પર્વત તીર્થ છે, એને પ્રસ્તાવ હોવાથી તીર્થની વ્યાખ્યા કરવાની ઈચ્છાવાળા કહે છે ૨૧૨–મોક્ષની ઈચ્છાવાળા જે કોઈ જીવને જે સ્થળમાં જ્ઞાનાદિ-પ્રાપ્તિરૂપ ગુણને લાભ થાય છે, જેમ કે, ગજાગ્રપદ વગેરે તીર્થમાં સમાધિ આદિ ગુણની પ્રાપ્તિ થાય છે. કયા કારણથી ? શાતાવેદનીય વગેરે શુભકમનો ઉદય, આદિશબ્દથી ઘાતિકર્મ વગેરે અશુભ કર્મના ક્ષય, ક્ષપશમ ગ્રહણ કરાય છે. કર્મોદયાદિકના કારણે ક્ષેત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy