SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] ઉપદેશપદ-અનુવાદ શરણભૂત એવા સમવસરણની રચના કરી. વીર ભગવંતના દરરોજ સમાચાર આપવા નિયુક્ત કરેલા પુરુષોએ નગરમાં દશાર્ણભદ્ર રાજાને વધામણી આપી કે-“ભગવાન વીર સ્વામી દશાર્ણકૂટ પર્વત પર પધાર્યા છે.” (૧૫) - દશાર્ણભદ્ર રાજા વધામણી આપનારને પારિતોષિક દાન આપીને ચિતવવા લાગ્યા કે-“સર્વ શડભાવ-કષાયથી મુક્ત, નિરુપમ પ્રૌઢ યશવાળા, દેવતાઓને અને અસુરોને વંદનીય એવા પરમાત્મા વીર ભગવંતને મારે પરિવાર અને સર્વાડંબરથી એવી રીતે વંદન કરવું કે, “આજ પહેલાં કોઈએ તેવી રીતે વંદન કર્યું ન હોય.” નગરલેકે, ચતુરંગ સેના, અંત:પુર-પરિવાર સર્વને આજ્ઞા કરી અને ઉદ્દઘોષણા કરાવી કે, “સર્વ ઋદ્ધિ સહિત સર્વેએ નમનીય ભગવંતને વંદન કરવા રાજા સાથે જવાનું છે. સર્વ સ્ત્રી–પરિવાર તૈયાર થયો, એટલે રાજા પણ સર્વાલંકારથી અલંકૃત બન્યો. હિમાલયના શિખર સરખા ઉંચા હાથી પર આરૂઢ થએલા, વેત છત્રથી જેણે આકાશ ઢાંકી દીધેલ છે, હિમ અને રજત સરખા ઉજજવલ ચાર ચામરોથી વિજાતા દેહવાળા, જેના માટે ગરુડ, સિંહ, હાથી, શરભની આકૃતિવાળી સેંકડો વજાઓથી આગલો માર્ગ ભિત કર્યો છે, સેંકડો ચારણો વડે જેને હરના હાર સમાન ઉજજવલ યશ ગવાય છે, વાર્જિત્રના શબ્દથી સર્વ દિશાઓ અને આકાશતલનાં સ્થાને જેમાં પૂરાઈ ગયેલાં છે, પ્રલયકાળના વાયરાથી ક્ષાભિત સમુદ્રના જળના સમાન નગર–પરિજન વડે સર્વાદર પૂર્વક જેને માર્ગ અનુસરાતો છે, એ તે દશાર્ણભદ્ર રાજા નગરમાંથી નીકળે. ત્યારે સ્વર્ગમાં રહેલા ઈન્દ્ર મહારાજાએ તેને જે અને તેના મનોગત ભાવ જાણ્યા. કેઈ પ્રકારે તેના અભિમાનને દૂર કરવા માટે ઈન્દ્ર મહારાજાએ શરદ-સમય સમાન ઉજવલ શરીરવાળે રાવણ હાથી વિકુઓં, તે અતિ ઉંચે આઠ દંકૂશળયુક્ત, દરેક દંતૃશળમાં આઠ વાવડીઓ વિક્વ, દરેક વાવડીમાં આઠ આઠ કમળો, દરેક કમળને આઠ આઠ પાંખડીઓ, એક એક પદ્મકમળપત્ર પર બત્રીસ પાત્રબદ્ધ નાટ્ય-યુક્ત એવા એરાવણ હાથી ઉપર બેસી અનેક દેવ–પરિવારે ઢાંકી દીધેલ આકાશવાળા ઈન્દ્રમહારાજા પ્રભુની નજીક નીચે આવ્યા, ત્યારે આકાશમાં ત્રણ પ્રદક્ષિણું ફરીને, આગળ રાવણ હાથીને નીચે નમાવ્યો અને પિતે વંદન કરવા લાગ્યો. તે સ્થળમાં આવેલા દશાર્ણભદ્ર, રાજાએ એરાવણ વગેરે દેખ્યા અને બોલ્યા કે, “અરે રે! આવું અદ્ભુત તે કઈ દિવસ મેં દેખ્યું નથી. નકકી આણે ઘણે મહાન ધર્મ કર્યો, જેથી શોભા કેટલી થઈ? પુણ્ય વગરના અમારા સરખાએ પિતાની લક્ષ્મીનું શું અભિમાન કરવું? તે હવે ધર્મ કરવા પ્રયત્નવાળે બનું, જેથી ઈચ્છિત કાર્યની તરત સિદ્ધિ થાય, તત્કાલ વિરક્ત બની સર્વ સંગને ત્યાગ કર્યો. તે વખતે દશાર્ણભદ્ર રાજા પાસે પચાસહકાર શ્રેષ્ઠ રથ હતા. રતિના રૂપને જિતનારી એવી સુંદર સ્વરૂપવતી સાતસો પત્નીએ હતી. તથા અનેક હજાર હાથી, ઘોડા, અનેક કેડ પાયદળ સેનાએ કે, જે શત્રુ-સુભટ વિષે શૂરવીર ચરિત્રવાળા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy