SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] ઉપદેશપદ-અનુવાદ નિમંથન કરતા આચાર્ય ભગવંતે જિનધર્મ કહેવાનું શરૂ કર્યું. જેમ દરિદ્ર મનુષ્યને નિધાન, જન્મથી અંધ મનુષ્યને ચંદ્રદર્શન, વ્યાધિથી પીડાયેલાને પરમષધ અને ભય પામેલાને શરણ મળે, અથવા સમુદ્રમાં ડૂબતાને છિદ્ર વગરનું નાવ મળે, તેની માફક પુણ્યના પ્રભાવથી જેની તુલનામાં કોઈ ન આવી શકે, તેવા પ્રકારને જિનધર્મ પ્રાપ્ત થાય છે. તો “આ જિનધર્મની પ્રાપ્તિ થાય એટલે મનમાં શુદ્ધ શ્રદ્ધા ધારણ કરતા એવા ચતુર મનુષ્ય મોક્ષના અપૂર્વ ફલને આપનારી એવી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ.” આ પ્રમાણે ઉપદેશ આપ્યો, એટલે તેના અંતે ભાલતલ પર અંજલિ સ્થાપન કરીને રાજાએ કહ્યું કે, “મારી પાસે એવી શક્તિ નથી કે, જેથી હું દીક્ષા લઈ શકું; (૫) તો “હવે હંમેશાં આપના ચરણકમલમાં ભમરાનું આચરણ કરનાર શિષ્ય થાઉં એવા પ્રકારનો મને આ અવસ્થાને ઉચિત આદેશ આપો.” “જે દીક્ષા ન લઈ શકે, તો શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર, તેમ જ જિનચૈત્ય, સાધુ-શ્રાવકવર્ગનું હંમેશાં ઉદાર મનથી વાત્સલ્ય કર. પરમાર્થ-બંધુ એવા શ્રમણ સંઘ ભગવંત કે, જેઓ ગામ, ખાણ, નગર, શહેર, પટ્ટણ વગેરે સ્થાનમાં વર્તતા હોય, તેમના તથા ધાર્મિક જનેનાં ધર્મકાર્યોનો ફેલાવો થાય, તેમ કર અને સર્વ પ્રયત્નથી જૈનશાસનની પ્રભાવના થાય, તેવાં કાર્યો કર, જેથી ક્ષીરસમુદ્રના જળ સરખી ઉજજવલ કીર્તિ સર્વત્ર ફેલાય.” આ પ્રમાણે શ્રાવકધર્મને સ્વીકાર કરી આચાર્ય ભગવંતના ચરણમાં વંદન કરી પોતાને કતાર્થ માનતે પોતાના મહેલમાં ચાલ્યા ગયે. (૮૦) ત્યારથી માંડીને આ સંપ્રતિ રાજા ઉદારતાપૂર્વક વિધિ-સહિત જિનબિંબોની પૂજા-વંદન તથા વિનયથી ગુરુના ચરણની પર્ય પાસના-સેવા કરવા લાગ્યા. દીન, અનાથ, અપંગ, અશક્ત વગેરે જનેને દાન આપતો હતો તથા જીવદયા કરતો હતો. હિમાલય પર્વત સમાન ઉંચા મનોહર જિનાલય બંધાવતે હતો. સીમાડાના સર્વે રાજાઓને બેલાવીને તેમને આ સુંદર ધર્મ સમજાવ્યું. તેમાંથી કેટલાક સમ્યફત્વ પામ્યા. સુવિહિત સાધુઓ તેમ જ અરિહંત ભગવંતનાં બહુમાન કરતા એવા માયારહિત માનસવાળા તેઓ પોતાના પરિવાર સહિત શ્રાવક બન્યા. હવે કઈક સમયે રાજાએ જિનગૃહમાં ધન્ય અને પુણ્યશાળી જનેને દેખવા રોગ્ય ઘણી વિભૂતિ અને આડંબર સહિત મહામહોત્સવ આરંભે. રથયાત્રામાં પિતાના શિખરથી જાણે આકાશને સ્પર્શ કરતા હોય તે ઉંચે, જેમાં મોટી દવજા-પતાકાઓ ફરકી રહેલી છે–એ મેટા રથ યાત્રા-નિમિત્તે આખા નગરમાં પરિભ્રમણ કરતો હતો. તેમાં ભેરીના ભંકાર શબ્દથી સમગ્ર આકાશમંડલ પૂરાઈ ગયું હતું. તેવા પ્રકારનો જીવલક બની ગયા છે અને લોકેના શબ્દો તો બિલકુલ આ વાજિંત્રોના શબ્દથી અદશ્ય બની ઢંકાઈ ગયા. દરેક ઘરેથી પુષ્કળ કિંમતી અનેક પ્રકારની અર્થપૂજા સામગ્રી મેળવતાં મેળવતાં અનુક્રમે રાજાના ગૃહાંગણમાં રથયાત્રા પહોંચી. એટલે અતિઆદરપૂર્વક, અત્યુત્તમ પૂજા કરવા પૂર્વક આ રાજા પણ પોતાના પરિવાર–સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy