SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય સુહસ્તિસૂરિ અને મહારાજા સંપ્રતિ [ ૨૨૫ પુત્ર બિન્દુસાર, તેને પૌત્ર અને અશકશ્રીને પુત્ર જે અંધ છે, તે કાગણિની યાચના કરે છે. તો તર્ક-વિતર્ક કરતા મનવાળા રાજાએ પૂછયું કે, “શું તું મારો પુત્ર કુણાલ છો?” તે વાત યથાર્થ જણાવી, એટલે પડદો દૂર કર્યો. પોતાના ખોળામાં બેસાડી સર્વાગે તેનું આલિંગન કર્યું. પછી કહ્યું કે, “આટલું કાગણી જેટલું જ કેમ માગ્યું ?” એટલે નજીક બેઠેલા મંત્રી લેકેએ કહ્યું કે, “હે દેવ! મૌર્યવંશમાં કાગણી–શબ્દથી રાજ્ય એવો અર્થ થાય છે–એટલે તેણે રાજ્ય માગ્યું છે.” “હે પુત્ર! તું અંધ હોવાથી રાજ્યને યોગ્ય ન ગણાય, તો શું તારે પુત્ર છે?” “હા છે.” “કેવડો?” તે કે સંપ્રતિ એટલે હમણાં જ જન્મે છે, તો તેનું નામ સંપ્રતિ સ્થાપન કર્યું. તે પેલે દ્રમક સાધુનો જીવ મરીને સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયા હતા. દશ દિવસનો વ્યવહાર પૂરો થયો, એટલે રાજ્યાભિષેક કરીને રાજ્યગાદીએ સ્થાપન કર્યો. મંત્રી વગેરેની વ્યવસ્થા કરી. અશકશ્રી રાજા પરલોકવાસી થયે. પૂર્વોપાર્જિત પુષ્યના પ્રભાવથી દરરોજ દેહથી અને રાજ્યલક્ષ્મીથી વૃદ્ધિ પામતે તે અનુક્રમે યૌવનવય પામ્યો. હવે કઈક સમયે અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા પવિત્ર ગુણવાળા ઘણા મુનિવરના સમુદાયથી પરિવરેલા આર્યસુસ્તી આચાર્ય પાટલિપુત્ર નગરના બહારના ઉદ્યાનમાં આવીને સ્થિરતા કરી. કેઈક સમયે મહેલના ઝરૂખામાં ઉભેલા રાજાએ રાજમાર્ગમાં ચતુર્વિધ સંઘ જેને અનુસરી રહેલ છે. જેમ આકાશમાં ગ્રહ અને તારાગણ વચ્ચે આહલાદક શરદનો ચંદ્ર શેભે, તેમ અનેક મુનિ પરિવાર વચ્ચે તે આર્ય સુહસ્તિને જોયા. પિતે નીચે આવ્યું, “આમને મેં પૂર્વે કયાંય પણ જોયેલા છે” એમ મનમાં તર્ક-વિતર્ક કરતો હતો, એટલામાં મૂછ આવી ભૂમિ ઉપર ઢળી પડ્યો. ઠંડા પાણીથી છાંટ્યો, વીંજણાનો પવન નાખ્યો, એટલે મૂચ્છ ઉતરી ગઈ. જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ જન્મને વૃત્તાન્ત જાણ્યો. તરત જ અતિ હર્ષ પામેલો, રોમાંચિત ગાત્રવાળો થઈ વંદન કરીને આચાર્ય ભગવંતને પૂછવા લાગ્યો કે, “જિનવરના ધર્મનું ફલ કર્યું ?” મુનિ પતિએ કહ્યું કે, “સ્વર્ગ કે મેક્ષ” એમ કહ્યું, એટલે “સામાયિકનું શું ફલ?” તે કે પ્રકૃષ્ટપદ, ભાવથી સામાયિક પામ્યો હોય, તે સ્વર્ગ કે મોક્ષ ફલ આપનાર થાય અને જે અવ્યક્ત-દ્રવ્યચારિત્ર પામ્યું હોય, તો તેનું ફલ રાજ્યાદિક પ્રાપ્તિ થાય.” આ વાતની ખાત્રી થઈ, એટલે “એમ જ છે, આ વાતમાં સંશય નથી” એમ કહ્યું. રાજાએ પૂછ્યું કે, “હે ભગવંત ! મને ઓળખો છો ?” આચાર્ય ભગવંતે ઉપયોગ મૂકીને કહ્યું કે, “બરાબર ઓળખે અને ત્યારપછી કૌશાંબીનો વૃત્તાન્ત સંભળાવ્યો કે, જે તને આહાર આપે, રાત્રે વિસૂચિકા-ઝાડાને રેગ થયો, જેવી રીતે મરણ થયું ઈત્યાદિ સર્વ કહ્યું, એટલે વિકસિત મુખ-કમલવાળે, હર્ષાશ્રના પ્રવાહથી ભીંજાયેલા નેત્રવાળો, પૃથ્વીતલ વિષે લગાડેલા મસ્તકવાળો ફરી ફરી આચાર્ય ભગવંતને પ્રણામ કરવા લાગ્યો. (૭૦) - ત્યારપછી સજળ મેઘમાલાના ગંભીર મનહર શબ્દ સરખા સ્વરથી મિથ્યાત્વનું ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy