________________
ગુરુકુલ-વાસ માસતુસ
[ ૨૧૯
જણાવેલ ગુરુના લક્ષણુનુસાર જે ગુરુ, તેના પરિવારમાં તે પરિવારની મર્યાદા-નિયમ પાલન કરવા પૂર્વક તેમાં વાસ કરવો. તે પ્રમાણે વાસ કરવાથી શુદ્ધધર્મ પરમાર્થવૃત્તિથી નકકી પ્રાપ્ત થાય છે. અનિશ્ચયરૂપ કૃત્રિમ સુવર્ણ સરખો ધર્મ તો પરીક્ષાને સહન કરી શકતા ન હોવાથી અન્યથા–બીજા પ્રકારે પણ થાય, તેનાથી કશે લાભ થતું નથી, કારણકે તેનાથી અસાર એવું સંસાર-ફળ જ મળે છે-એ વાત આપણે જડ સાધુ માસતુસના ઉદાહરણથી જાણી. (૧૯૪) એમ કેમ કહેવાય ? એ પ્રમાણે કહેતા હો તે કહે છે
૧૯૫–જે કારણ માસતુસ આદિ નિશ્ચયથી ગુરુકુલ સંવાસ કરતા હતા, કેવી રીતે-ઈચ્છા–મિચ્છાકાર-તહક્કારાદિ દશવિધ ચક્રવાલ સામાચારી પાલન કરવા રૂપ આજ્ઞાને સર્વ પ્રકારે મન, વચન, કાયાથી ઉલ્લંઘન કર્યા સિવાય ગુરુકુળવાસમાં રહેતા હતા. શંકા કરી કે, એકાકી કદાચ મૂકેલા હોય, તેવા પ્રકારના આશીર્વાદના કારણે બીજા સાધુની સહાય વગર કેઈક ગ્રામાદિમાં ગુરુએ સ્થાપ્યા હોય, તો પણ ગુરુની આજ્ઞા અખંડિત પાળેલી છે. કહેવાની મતલબ એ છે કે-ઘણું સાધુઓની મધ્યે રહેલાને લજજા, ભય વગેરે કારણે પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન બનતું નથી. જ્યારે તે ગુરુકુળવાસમાંથી આજ્ઞા પૂર્વક એકલો પણ રહેલું હોય, તે ગુરુકુલ-વાસમાં પ્રવર્તતી સર્વ સામાચારી તે સર્વનું યથાર્થ પાલન કરે છે, ત્યારે જાણી શકાય છે કે, આ ગુરુકુળ-વાસના. સંવાસવાળા છે. તે સાધવા યોગ્ય સર્વ ક્રિયા-કલાપ સર્વથા અખંડિતપણે પાલન કરે છે. અહિં ગુરુ આજ્ઞા ઉલ્લંઘન કરવામાં દષ્ટાંત કહીશું, તે જાણવું. (૧૫) તે જ કહે છે
૧૯૬–મૌર્યવંશમાં પ્રથમ રાજા ચંદ્રગુપ્ત થયે, જેની કથા પહેલાં કહેલી છે. તેને ચાણક્યમંત્રી ઉપર સર્વ પ્રકારે વિશ્વાસ હતો અને કોઈ પણ પ્રયોજનની આજ્ઞા. કરે, તેમાં પોતે શંકા કરતો ન હતો. તે જ પ્રમાણે માસતુસ આદિ મુનિઓને ચંદ્રગુપ્ત કરતાં પણ અધિક વિશ્વાસ હિતકારી ગુરુ વિષે હોય છે. તે વાત યાદ કરતાં કહે છે કે–પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો અને નંદના સૈન્ય હઠાવી કાઢેલો. ચાણક્ય
જ્યારે ચંદ્રગુપ્તને સાથે લઈ નાસી જતા હતા, ત્યારે પાછળ નંદરાજાનું સૈન્ય આવી પહોંચ્યું. તે વખતે બીજે કઈ ઉપાય ન મળવાથી ચંદ્રગુપ્તનું રક્ષણ કરવા માટે વિચારતા એક મોટા સરોવરમાં ઘણુ કમળ ઉગેલાં હતાં અને તેનાથી તે શોભતું હતું, તેમાં ચંદ્રગુપ્તને ઉતાર્યો. એટલામાં નન્દનો ઘોડેસ્વાર આવ્યું અને ચાણક્યને પૂછયું કે, “ચંદ્રગુપ્ત કયાં રહેલો છે?” એટલે આંગળીના ટેરવાથી બતાવતાં જણાવ્યું કે, “આ પેલે સરોવરમાં ઉભો છે.” છતાં પણ તેને અવિશ્વાસ ન થયે, પરંતુ “આર્યોવડિલે હિત-અહિત જાણે છે.” તેવી પ્રતીતિ-શ્રદ્ધા-વિશ્વાસ તેને હતા. તે જ પ્રમાણે માસતુસ આદિક મુનિવરેને ગુરુમાં વિપર્યાસભાવ ચાલ્યો ગયે હેય-એટલે સંસારના વિષ-વિકારને દૂર કરનાર એવી ગુરુની સેવાને માનનારા સાધુને ચંદ્રગુપ્તથી પણ અધિક વિશ્વાસ હોય છે. રાજ્યમાત્ર ફલ આપનાર વિશ્વાસ કરતાં શુભ ગુરુના વિશે અનંતગુણો વિશ્વાસ પ્રવર્તે છે. (૧૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org