SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ | ઉપદેશપદ-અનુવાદ સૂવે છે, કોઈની પરાધીનતા નથી. અમે તે નિભંગી અધન્ય છીએ કે, પિતાના જ્ઞાનાદિક ગુણો વડે પારકાને વશ રહેવું પડે છે અને સુખેથી બેસવા પણ પામી શકાતું નથી. આમ ચિતવતા તે આચાર્યે અજ્ઞાનાદિ-નિમિત્તે અતિ ઉગ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તેણે તે વિચારની આલોચના ન કરી અને મૃત્યુ પામી દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવેલા તેણે કોઈ સારા કુળમાં જન્મ ધારણ કર્યો. કોઈક સમયે સાધુના સમાગમથી જિનશાસનમાં પ્રતિબોધ પામ્યા. વિરાગ્ય પામી સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી આચાર્યની પાસે સામાયિક શ્રતજ્ઞાન ભણવા લાગ્યા. જન્માક્તરમાં ઉપાર્જન કરેલ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું. તે કર્મના ઉદયથી તે સાધુ એક પદ પણ મુખપાઠ કરી શકતા નથી. અવિશ્રામપણે ગોખવા છતાં તેમજ બહુમાન હોવા છતાં પણ તેને જ્ઞાન ચડતું નથી. તે સાધુને ભણવામાં અશક્ત જાણીને સામાયિકશ્રતને અર્થ સંક્ષેપથી આ પ્રમાણે ભણાવ્યો કે “માર, મા તુર” અર્થાત્કાઈના ઉપર રોષાયમાન કે તોષાયમાન ન થા–એ પ્રમાણે ભક્તિથી ગોખાવવા લાગ્યા, તેમાં પણ વિસ્મરણ થાય છે. ત્યારપછી પણ મહાપ્રયત્નથી યાદ કરીને કંઈક ગોખવા લાગ્યા અને તેમાં પણ તુષ્ટ થયેલા તેઓ “માસ તુસ,” એટલા જ માત્ર શ દ ગોખવા લાગ્યા. ત્યારપછી તેટલું જ માત્ર ગોખવાથી બાલિશ એવા રમતિયાળ છોકરાઓએ “માસતુસ” શબ્દ ગોખવાના કારણે એ મહામાનું નામ પણ “માસ તુસ” પાડી દીધું. હજુ પણ મેહથી એટલું પદ પણ વિસરી જાય છે, ત્યારે બાળકે શૂન્યચિત્ત અને મૌન રહેલા, તે મુનિની મશ્કરી કરવા લાગ્યા કે, “અહો ! માસ તુસ મુનિ ગોખતા નથી અને મૌન કરીને બેસી રહેલા છે.” આમ કહેવાયેલા તે મુનિ એમ માનવા લાગ્યા કે, “અરે! તમે સારું કર્યું કે, મને યાદ કરાવી આપ્યું” ત્યારપછી બાળકોને ઉપકાર માનતા ફરી ભણવા લાગ્યા, સાધુઓ તો તે પ્રકારે સાંભળીને આદરપૂર્વક તેમને નિવારણ કરતા હતા કે, તમે આમ નહિં, પણ “મા રુસ, મા તુસ એમ બરાબર શુદ્ધ ગોખો. એમ કહેવાથી પ્રમોદ પામેલા તે પ્રમાણે ગોખવા લાગ્યા. એ પ્રમાણે સામાયિકાદિના અર્થમાં પણ અશક્ત એવા તેણે ગુરુભક્તિથી જ્ઞાનના કાર્યરૂપ કાલે કરીને કેવલલામી પ્રાપ્ત કરી. (૨૧) (૧૯૩) તે જ વાત શુભ સામાન્ય સમ્યજ્ઞાનયોગને ભાવતા કહે છે – ૧૯૪–ખરેખર વિષ-વિકાર આદિની માફક આ સંસાર ભયંકર છે. મનુષ્ય, નારકી, તિ"ચાદિ ગતિ, એક ભવથી બીજા ભવમાં ભ્રમણ કરવા સ્વરૂપ છે, જગતના સર્વ પ્રાણીઓને સામાન્ય પારમાર્થિક વ્યાધિ તે વળગેલા જ છે. તેથી પંચનમસ્કારસ્મરણાદિ રૂપ શુદ્ધધર્મ રૂપી ઔષધ, તે સંસારવ્યાધિ મટાડવાના કારણરૂપ છે. તે માટે કહેવું છે કે–પંચનમસ્કાર, વિધિપૂર્વક દાન, શક્તિ અનુસાર અહિંસા, ઈન્દ્રિય ઉપર વિજય, કષાય ઉપર વિજય મેળવ-આટલો ધર્મ સુખેથી સાધી શકાય તેવો છે.” આટલું જાણ્યા પછી ફરી આટલે નિર્ણય કરે, તે આ પ્રમાણે આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy