SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ -ધર્મમાં સર્વ જ્ઞની આજ્ઞાની પ્રધાનતા ૧૮૯–જે કોઈ રાગ કે દ્વેષ, તેમાં રાગ એટલે નેહ, તે ત્રણ પ્રકારના છે (૧) સ્નેહરાગ, (૨) કામરાગ અને (૩) દષ્ટિરાગ. તેમાં પિતા-માતા વગેરે સ્વજન લોકના આલંબનવાળો નેહરાગ, પ્રિયપત્ની વગેરે સંબંધી રાગ તે કામરાગ, ત્રીજે દષ્ટિરાગ તે કહેવાય છે. જુદા જુદા દર્શન–મતવાળાઓને પિતાના દર્શન વિષે યુક્તિમાગમાં ઉતરવાનું સહન ન કરી શકે અને તેમને તે દર્શનમાં કમ્બલ ઉપર લાગેલ લાક્ષારંગ માફક રાગ ઉતારો અશક્ય હોય, જે પહેલાંના બે રાગની અપેક્ષાએ સ્વમતમાં અતિદઢ મમતા હોય, તે દષ્ટિરાગ. ષ એટલે મત્સર, તે પણ સચિત્ત અને અચિત્ત દ્રવ્ય સંબંધી હોય, તેથી બે પ્રકારને. આવા રાગ ને દ્વષ તે લગભગ ફરી પેદા ન થાય તેવા સ્વભાવવાળા થયેલા હોવાથી મંદ રાગ-દ્વેષ, એવા મંદ રાગ-દ્વેષ જેને વિષે હોય, તે પરિશુદ્ધ સ્વભાવવાળે જણાવેલ છે. આમ હોવા છતાં પણ પ્રબળ મિથ્યાત્વમોહનીયને ઉદય થાય. તે એ કે, ફરી તેવા કોઈ ગુણ પુરુષ ઘણી સારી સમજ આપે, તો પણ તે મહદય એટલે બળવાળ વૃદ્ધિ પામ્યા હોય કે, અસાધ્ય રોગ માફક માર્ગે આવી શકતો નથી. તેના રાગ-દ્વેષની મંદતા થતી નથી. આ રાગ-દ્વેષની મંદતા થવા માટે નજીકના જે સભ્યો હોય, તેના દેખતાં પોતે જ પ્રોજન દેખો એટલે તેના રાગ-દ્રષની મંદતા થાય. એ માટે ‘હદિ શબ્દ વાપર્યો. કારણની મંદતા પામ્યા વગર કારણ નાનું થયાની શક્યતા ગણાય નહિં. મહાહિમ પડે ત્યારે પ્રાણીઓના શરીરમાં રોમ એકદમ ખડાં થઈ જાય છે, એ વિકાર થાય છે. તેમ રાગ-દ્વેષ થાય એટલે મહનીયને ઉદય થાય. (૧૮૯) વળી શંકા કરી કે, કેટલાક મિથ્યાત્વીઓને પોતાના પક્ષમાં દઢ અનુરાગ હોય છે, છતાં પણ તેમનામાં મતને પ્રબલ મોહદય હોવા છતાં ઘણો જ ઉપશમ દેખાય છે, તો તે ઉપશમ કેવી રીતે ઉત્પન્ન થયે હશે ? ૧૯૦–-વાત, પિત્ત, શ્લેષ્મ એ ત્રણે એકસામટા સંભ પામે, ત્યારે સન્નિપાત નામને વ્યાધિવિશેષ ઉત્પન્ન થાય છે. તે રોગ દેહમાંથી સર્વથા નીકળી ગયે નથી, તે પણ કાળબળથી તેનું જોર ઘટી ગયું હોય, ત્યારે તે સન્નિપાતમાં સ્વસ્થતા પામેલે ગણાય, તેવી અવસ્થા હોવા છતાં પણ પૂર્વની અવસ્થાની અપેક્ષાએ ફરી ઘણે સંભ ઉત્પન્ન થાય. માટે અમે જે કહીએ છીએ, તે બરાબર જાણીને તેનું અવધારણ કરે કે તેનું પરિણામ મૂછ, ગાંડા માફક પ્રલાપ કરવા, શરીર ભાંગવું એ રૂપ દુઃખ જ ફળ મેળવવાનું છે. આજ્ઞા બાહ્ય એવા રાગ-દ્વેષની મંદતા થવાથી તેવા પ્રકારના દેવભવનું એશ્વર્ય, મનુષ્યજન્મમાં રાજ્યાદિ-સુખ કેટલાક સમય પ્રાપ્ત થાય, પરંતુ પાપાનુબંધી પુણ્યના કારણે ભગવંતના સધર્મરૂપ બીજ વાવવાની વિધિમાં એકાંતે કેણિક, બ્રહ્મદત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy