SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ] ઉપદેશપદ– અનુવાદ દોષવાળા ગણેલા છે. આજ્ઞાને આધા પહોંચાડ્યા વગર જે આહારાદિ ગ્રહણ કર્યાં, તે તદ્ન પ્રગટ આધાકર્માદિ દેખવાળા હોવા છતાં પણ તે ખીજા સાધુની જેમ શુદ્ધ છે. આવા પ્રકારની જિનેન્દ્રની આજ્ઞા છે. લૌકિકા પણ ખેલે છે કે-“ મનુષ્યને ભાવશુદ્ધિ કાય સાધનારી છે. પત્નીને પ્રેમભાવથી આલિંગન કરાય છે અને બહેનને વાત્સલ્યભાવથી આલિંગન કરાય છે.” આલિંગન સમાન છતાં મનેાભાવ જુદા જુદા પ્રકારના વર્તે છે, તેમ ધર્મીમાં આજ્ઞા પ્રધાન છે. આજ્ઞા વગરના ધર્મ તે વાસ્તવિક ફળ આપનાર થતા નથી, પરંતુ સંસારમાં વધારે રખડાવનાર થાય છે. ૧૮૭-આજ્ઞાખાહ્ય ધર્મ-પોતાની ઇચ્છામાત્રથી પ્રવૃત્તિ કરે, તે તે પરિણામ કદાપિ શુભ હોય, તેા પણ અંતઃકરણની પરિણતિરૂપ પરિણામ અશુદ્ધ જ છે, કેમ કે, જગતના સર્વ જીવે! પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર તીર્થંકર ભગવતમાં અને તેમના વચનમાં અબહુમાન હોવાથી અસગ્રહ રૂપ ખાટે આગ્રહ રાખવાથી. આગળ જણાવશે કે, ગાચરી-પાણીની શુદ્ધિનું કારણ આગળ કરીને જે કેાઇ ગુરુકુલવાસના ત્યાગ કરે ઇત્યાદિની માફ્ક અહિ સમજી લેવું. મેારપીંછ માટે શખર રાજાએ સંન્યાસી પાસે મનુષ્ય મેકલ્યા અને કહ્યું કે, ‘તેમના આસન કે કપડાના સ્પર્શ કરવાથી પાપ લાગે, માટે દૂરથી ખાણુ મારીને મારપીંછ લાવવા તેના સમાન આશાખાહ્ય સમજવા. જે કાઇ પણ તેનાં વચનથી નિરપેક્ષ પ્રવર્તતા હોય, તે તેના વિષે બહુમાનવાળે ન થાય. જેમ કપિલ વગેરે યુદ્ધ કે શિવ દેવતા-વિશેષમાં. જિનના વચનમાં નિરપેક્ષ એવા સાધુ ગુરુકુલવાસ વગેરેના ત્યાગ કરે અને શુદ્ધ પડેષણા કરનાર સાધુ ભગવાનના ઉપર બહુમાનવાળેા નથી. (૧૮૭) તેની શુભલેશ્યાને ષ્ટાંત દ્વારા તિરસ્કારતા કહે છે— ૧૮૮—ગલ એટલે જેના છેડા ઉપર માંસ રાખેલ હોય, તેવે લેાહમય કાંટા મત્સ્ય પકડવા માટે પાણીની અંદર સ`ચાર કરાતા હાય, તે માંસ ખાય એટલે ગળામાં કાંટા ભેાંકાય અને પકડાઇ જાય અને માતને શરણ થાય. ગલથી ઓળખાતા મત્સ્ય, ઘણા દુ:ખવાળા કુયેાનિવાળા દુઃખી જીવા જેવા કે, કાગડા, શિયાળ, કીડીએ, કીડા, માખા વગેરેને કુત્સિત વચનના સસ્કારથી પ્રાણના વિયાગ કરાવી તેને ભવદુઃખથી મુક્ત કરવા–તે ‘ભવિમાચક’ નામના પાખડિ–વિશેષા. વિષ ભેળવેલ અન્ન ખાવાના સ્વભાવવાળા આ વગેરેના જે પરિણામ હાય, તે નુકશાન ફળ આપનાર થાય. ગલમત્સ્યાદિના પરિણામની માફક જિનાજ્ઞા ઉલ્લુંઘન કરનારના પરિણામ ધર્મ આચરવાના છતાં તેનાં ફુલ અશુભ જ હોય છે. આજ્ઞાના પરિણામની શૂન્યતા હોવાથી અને સ્થળે તુલ્ય કુલ છે. (૧૮૮) શંકા કરી કે-શુભ પરિણામ છતાં શાથી માહથી અશુભ પરિણામ પામે છે? તેના સમાધાનમાં જણાવે છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy