SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો-પુત્રવધૂ-પરીક્ષા [ ૨૦૯ પુત્રવધૂ-પરીક્ષા ગાથા અક્ષરાર્થ–રાજગૃહ નગરમાં ધનદત્ત નામના શેઠ હતા. તેમને ઉઝિકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી એ નામની ચાર પુત્રવધૂઓ હતી. વૃદ્ધાવસ્થા-સમયે ચિંતા. ઉત્પન્ન થઈ કે, “પુત્રવધૂઓની પરીક્ષા કરી તેમને યોગ્ય ઘરનો અધિકાર સંપ.” તે. માટે સ્વજનાદિકને ભેજન માટે આમંત્રીને તેમની સમક્ષ વધૂઓના બંધુ સમક્ષ એક એક વહુને શાલિના પાંચ પાંચ દાણું આપ્યા. આને સાચવજો અને મારું ત્યારે પાછા આપજે-એમ કહીને આદરપૂર્વક પોતાના હાથે તેમને આપ્યા. તેમાં પ્રથમ વએ ડાંગરના દાણું ફેંકી દીધા, બીજીએ છોલીને ભક્ષણ કર્યા, ત્રીજીએ પવિત્ર વસ્ત્રમાં બાંધીને પિતાના અલંકારના ડબામાં રાખી રક્ષણ કર્યું. ચોથી રહિણી નામની વહુએ ખેતરમાં રેપ્યા. દરેક વર્ષે રેપીને વિધિપૂર્વક કર્ષક-પ્રમાણ માપવાળા બનાવ્યા. પાંચ વર્ષના લાંબા કાળ પછી, સમર્પણ કર્યા હતા, તે સમયની માફક સગા-સ્નેહીઓને ભોજન માટે નિમંત્રીને સર્વ બધુલેક સમક્ષ ડાંગરના દાણાની પાછી માગણી કરી. પ્રથમની ઉઝિકા વહુએ તે યાદ જ રાખેલા ન હોવાથી ભેટી પડીને પૂર્વે આપેલા તે, તે વખતે જ સ્મરણ થયું અને તેવી અવસ્થામાં સમર્પણ ન કરી શકવાથી શું કરવું? તેની મુંઝવણમાં પડી ગઈ. તેવી જ સ્થિતિ બીજી ભગવતીની પણ બની. ત્રીજી રક્ષિકાએ દાગીનાના દાબડામાંથી કાઢી દાણા આપ્યા. છેલલી રોહિણી નામની વહુએ તો શાલિ ડાંગરના કોઠારના ઓરડાઓની ચાવી ધનશેઠના ચરણ-કમળમાં આદર પૂર્વક આપી અને કહ્યું કે, “તમારા વચનનું પાલન મેં આ પ્રમાણે કર્યું છે. દરેક વર્ષે વાવી વાવીને વૃદ્ધિ પમાડ્યા છે. નહિંતર શક્તિ વિનાશ પામે, તે ફરી ઉગવાનું તેમાં સામર્થ્ય રહે નહિ. તેથી તમારા વચનની પણ સુંદર પાલન કરેલી ગણાય નહિં. વળી વહુઓના બંધવ અને સ્વજનોને ધને કહ્યું કે, “તમે પણ આ કારણથી મારા કલ્યાણ-સાધકે. છે. આવા પ્રકારના વહુના આચારો નિયત કરવામાં તમે સાક્ષીભૂત છો, તેઓએ પણ કહ્યું કે, “આ વિષયમાં જે ઉચિત હોય, તે તમે જાણો છે.” ત્યાર પછી કચરો સાફ કરી તેને ત્યાગ કરે, રસોડું સંભાળવું, કોઠારનું રક્ષણ કરવું, ધન-રત્નના ભંડારાનું રક્ષણ કરવું, ઘરને સર્વ કારભાર સંભાળવો-અનુક્રમે દરેક વસ્તુઓને પિતાનું કાર્ય શેઠે સોંપ્યું. એટલે સર્વત્ર શેઠ માટે લોકોમાં પ્રશંસા થવા લાગી. (૧૨-૧૭ ) અનુબંધની પ્રધાનતાવાળા શુભ પ્રયોજનો પિતાનું સ્વરૂપ મેળવે છે, તે વાત મનમાં ખ્યાલ રાખીને “ જુવંધું વેવ કન્સેળ” એ ગાથાના અંશને વિશેષ પ્રકારે સમજાવતા કહે છે– ૧૮૦–માત્ર સારી રીતે કાર્યનો આરંભ કરે, એટલું બસ નથી, પરંતુ પ્રકૃષ્ટ ઉત્તમોત્તમ ફલ-સાધક એવા અનુગમનની પણ ગણું કરે. આનુષંગિક ફલને ત્યાગ કરીને પ્રધાનફલને શોધે. જેમ ધાન્ય વાવતાં ઘાસ પણ ઉગે અને ધાન્ય પણ ઉગે. તેમાં ઘાસ કે પલાલ એ આનુષંગિક ફલ કહેવાય અને ધાન્ય ફળ મળે તે મુખ્ય ફળ-પ્રાપ્તિ ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy