SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ | ઉપદેશપદ-અનુવાદ ··· શકે. કાઇપણ કાય માં કારણની જે વ્યવસ્થા છે, તેના ભંગ થશે. સ્વતંત્ર જે કમ છે, તે જગતની વિવિધતાનું કારણ થઇ શકતું નથી. કારણ કે, તે કર્તાને આધીન છે. એક સ્વભાવવાળા કમથી જગતની વિચિત્રતા થઈ શકતી નથી. કારણના ભેદ વગર કાયમાં ભેદ થઈ શકતા નથી. વળી તમે જે કહેા છે કે, કર્મના અનેક સ્વભાવ છે, ત્યારે જે મતભેદ છે, તે માત્ર નામમાં છે. વિપ્રત્તિપત્તિ એટલે મતભેદ છે, તે વાસ્તવમાં નથી. ત્યારે અની અપેક્ષાએ પુરુષ એટલે જીવ, કાલ અને સ્વભાવ આદિને પણુ જગતના ભેદમાં કારણરૂપે તમે સ્વીકાર કરેા છે, તેથી એકાંત કમ વાદ તે વિચારને સહી શકતા નથી. ઉપનિષદ્ માનનારાઓ કહે છે કે— ‘ કેવલ એક બ્રહ્મ જ સમગ્ર સસારની સ્થિતિ, ઉત્પત્તિ અને નાશનું કારણ છે. અને પ્રલયમાં પણ તેનું ઉત્કૃષ્ટ જ્ઞાન લુપ્ત થતું નથી. જે માટે કહેવુ છે કે ‘કાળિયા જેમ તંતુનું કારણ છે, ચંદ્રકાન્તમણિ જેમ જળનુ કારણ છે, પીપળાનું વૃક્ષ જેમ અંકુરાનું કારણ છે, એ પ્રમાણે બ્રહ્મ સવ` પદાર્થોની ઉત્પત્તિનું કારણ છે. આ કહેલી વાત પણ યુક્ત નથી. જે લેાકા વિચારપૂર્વક કામ કરે છે, તેની પ્રવૃત્તિ પ્રયેાજનથી વ્યાપ્ત છે, અર્થાત્ પ્રયેાજન કારણ વગર ન થાય. આ કારણથી આ પુરુષ કયા પ્રત્યેાજન માટે જગતની રચનામાં પ્રવૃત્ત થાય છે ? જો તમે કહો કે— · ઈશ્વરાદિકની પ્રેરણાથી પ્રવૃત્ત થાય છે, તે આમાં અસ્વતંત્રતાની આપત્તિ આવશે. એને બીજાના ઉપર ઉપકાર માટે કહેા, તા તે પણ નહિં, જો દયા (અનુકંપા) થી પ્રવૃત્ત થાય તેા, દુઃખી જીવાની ઉત્પત્તિ કરવી ન જોઇએ. કદાચ તમે એમ કહેશેા કે- તે જીવાના કર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે, તે તે પણ યુક્ત નથી. કારણ કે, દુ:ખી જીવાની રચનામાં પ્રવૃત્તિ થાય છે. તે જીવાને જે કમ છે, તે પણ બ્રહ્મથી કરેલાં છે. તેના નાશ માટે જો જગતની રચનામાં પ્રવૃત્તિ થાય, તે તેમાં વિચાર વગર કાર્ય કરવાની આપત્તિ આવશે, તેથી આ વાદ પણ વિદ્વાનેાના મનને પ્રસન્ન કરનાર નથી. આ પરસ્પરની અપેક્ષાવાળાં તે જ સવે કારણા અનિત્ય-આદિ એકાંતના ત્યાગ કરીને એક અને અનેક સ્વભાવવાળાં કાર્યની ઉત્પત્તિમાં સમર્થ છે, તે જ કાલ આદિ કારણેા પ્રમાણાથી સત્ છે. તેથી તે જ અનેકાંતવાદ-યથાવાદ-સમ્યવાદ છે—એમ સિદ્ધ થયું. (૧૬૪) આ કાલાદિ કારણ-કલાપ જેમાં અવતાર પામે છે, તેને શાસ્ત્રકાર પોતે જ સમજાવતાં કહે છે કે~~ ૧૬૫–તેથી કરીને કુલ, મેઘ, કમલ, પ્રાસાદ, અંકુર વગેરેમાં, નારક, તિય ચ મનુષ્ય, દેવતાના ભવમાં થનારા, મેાક્ષ, અભ્યુદય, ઉપતાપ-શાક, હર્ષોં વગેરેમાં બાહ્ય આધ્યાત્મિક ભેદવાળા સર્વ કાર્યોંમાં આ કાલાદિક કારણસમૂહ કાર્યાત્પત્તિમાં હેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy