________________
કાર્ય-સિદ્ધિનાં પાચ કારણે-અનેકાન્તવાદ
[ ૨૦૧૫
છે. કારણકે, પિતાનાં અને બીજા કારણોથી જે જન્મ-ઉત્પત્તિ, તેની અપેક્ષા ન હોવાથી પદાર્થો બધા હેતુઓની અપેક્ષાથી રહિત છે. ત્યારે પ્રત્યક્ષ સાથે જે વિરોધ તે દેષ છે. તે આ પ્રમાણે–પ્રત્યક્ષ અને અનુપલબ્ધ એટલે જ્ઞાનને અભાવ. અન્વય-વ્યતિરેકથી બીજ આદિ છે, તે કાર્યનું કારણરૂપે નિશ્ચિત જ છે. જેના થયા પછી જ જેની ઉત્પત્તિ થાય અને જેના વિકારથી જેમાં વિકાર થાય, તે તેનું કારણ કહેવાય છે. જેમ કે, વિકાસ આદિ ઉછૂન–એટલે ફુલી જવું આદિ વિશિષ્ટાવસ્થા પ્રાપ્ત બીજ કંટક આદિની તીકણુતાનું કારણ છે. આ વસ્તુ અન્વય-વ્યતિરેકવાળા પ્રત્યક્ષ અને અનુપલબ્ધિથી નિશ્ચિત છે. તેથી એકાંત સ્વભાવવાદ પણ ઉત્તમ નથી. (૨) (૩) નિયતિવાદ–
સર્વ વસ્તુઓ કઈને કઈ નિયતરૂપથી થાય છે, તેથી નિયતિ જ ભાવની ઉત્પત્તિમાં કારણ છે-એમ કેટલાક કહે છે, તે આ પ્રમાણે–નિયતિના બલની સહાયતાથી જે વસ્તુની પ્રાપ્તિ થવાની છે, તે મનુષ્ય માટે શુભ થાય કે અશુભ થાય, તે અવશ્ય જ થાય છે. બહુ પ્રયત્ન કર્યા છતાં પણ જે થવાનું નથી તે થતું નથી. અને જે થવાનું છે, તેનો નાશ થતો નથી. આ વસ્તુ અયુક્ત છે. કારણ કે, જે એમ થાય તે શાસ્ત્રોપદેશ વ્યર્થ-નકામો થાય. તેના ઉપદેશ વગર પદાર્થોમાં જે નિયતિવડે થાય જ, ત્યારે શાસ્ત્રોપદેશ વ્યર્થ ગણાય. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ફળવાળા જે શાસ્ત્રથી પ્રતિપાદિત શુભ-અશુભ ક્રિયાઓનું જે ફલ, તેની વ્યવસ્થાને અભાવ થવો જોઈએ. આ કારણે. કેવલ નિયતિવાદ પણ વ્યાજબી નથી. (૩) (૪) કર્મવાદ–
અન્ય જન્મમાં કરેલાં અને ઈષ્ટ કે અનિષ્ટ ફલ આપનાર જે કર્મ છે, તે બધા જગતની વિચિત્રતાનું કારણ છે.-એમ કર્મવાદી કહે છે. પ્રાચીન લોકો કહે છે કે
જેમ પૂર્વકૃત કર્મનું ફલ જાણે કે નિધાનમાં પડેલું હોય-એમ જેમ જેમ સ્થિર થાય છે, તેમ તેમ તેના આપવા માટે ઉદ્યત બુદ્ધિ જાણે હાથમાં દીપક ગ્રહણ કર્યો હોય-એમ પ્રવૃત્ત થાય છે. અગર બુદ્ધિ દીપક ગ્રહણ કરીને પ્રવૃત્તિ કરે છે. કર્માનુસારે બુદ્ધિ ફળ આપવા માટે જાણે હાથમાં દીપક લઈને પ્રવૃત્તિ કરે છે. કર્મના અનુ સારે બુદ્ધિ પ્રવૃત્ત થાય છે. આ વસ્તુ યુક્ત નથી.
જે કુંભાર આદિ ઘટ આદિના કારણરૂપે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે, તેને ત્યાગ કરીને અન્ય અદષ્ટ કારણોની જે કલ્પના કરવામાં આવે છે, અનવસ્થા દોષની આપત્તિ થશે. અર્થાત્ ઘટ આદિનું જે અદૃષ્ટ કારણ છે, તેનું કારણ કેઈ બીજું કર્મ થશે. અને તેનું ત્રીજું કારણ થશે, આ રીતે અનવસ્થા થશે. જે અનવસ્થા થાય તે કારણની વ્યવસ્થા ન થઈ શકે. આ વસ્તુનું આ જ કારણ છે–એવી વ્યવસ્થા ન થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org