SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ]. ઉપદેશપદ-અનુવાદ જ0:00 સામે દષ્ટિ કરી ભગવંત ઉપર ફેકી, છતાં ભગવંતને તેની દૃષ્ટિની અસર ન થઈ એટલે વધારે કેધ ભરાયો અને તેમની પાસે જઈને તેમના શરીરના અંગનું મજબૂત તીક્ષણ દાઢાને વિષભરેલા ડંખ મારીને ભક્ષણ કરવા લાગ્યો. “રખે મૃત્યુ પામી મારા ઉપર પડી મને છૂંદી ન નાખે’–તેમ ધારી પાછા હઠીને આઘે ઉભે રહેતો હતો. એમ ત્રણ વખત ભગવંતને ડંખ માર્યો, પરંતુ ભગવંત લગાર પણ વિનાશ ન પામ્યા, એટલે તીવ્ર કેંધાધીન બની જિનેશ્વરનું રૂપ જોવા લાગ્યો. જગદ્ગુરુ જગબંધુનું અમૃતમય શરીર હોવાથી તેમના રૂપને જોતાં જોતાં સર્પની આંખો જે ઝેરવાળી હતી, તે તે સમયે આંખમાંને વિષાગ્નિ એકદમ ઓલવાઈ ગયે. ભગવંતે સર્પને કહ્યું હે ચંડકૌશિક! કેધ ત્યાગ કરીને શાન્ત થા, આવો કે ધભાવ રાખવો યોગ્ય નથી.” આ સાંભળી ઈહા-અપહ-વિચાર કરતાં કરતાં તે સપને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણ આપી તીવ્ર સંવેગ પામેલા તેણે ભજનને સર્વથા જીદગી સુધી ત્યાગ કર્યો. ભગવંતે જાણ્યું કે, “આણે અનશન અંગીકાર કરી શમતા પ્રાપ્ત કરી છે. તે દરના ઊંડાણમાં પિતાનું મુખ રાખી ત્યાં રહે છે. જે કદાચ રેષાયમાન થાઉં, તે લોકોને મારનારો ન થાઉં'—એમ વિચારી તેણે મુખ બહાર ન રાખ્યું. આ અનશન કરેલા સર્પની અનુકંપાથી સ્વામી પણ ત્યાં રોકાયા. એટલા માટે કે, તેને દેખીને કોઈ તેને મારવા માટે પ્રયત્ન ન કરે. હજુ કઈ ગોવાળીઆ પણ પાસે આવતા નથી. બે ઝાડની વચ્ચે સંતાઈને કેટલાક ગોવાળો પાષાણેથી તેને મારે છે, તે પણ તે તલના ફેતર જેટલો પણ ચલાયમાન થતું નથી. કાઠે ઠેકીને ખસેડે છે, તો પણ બિલકુલ ચલાયમાન થતો નથી. ત્યારે તે ગોવાળિયાઓએ લોકોનાં મનને આશ્ચર્ય કરનાર સમગ્ર વૃત્તાન્ત નજીકના ગામ, નગર વગેરેના લોકોને જણાવ્યો. સર્પ તરફના ભયને ત્યાગ કરીને એક સરખો લોકોને પ્રવાહ દર્શન કરવા ઉલટ્યો અને ભગવંતને વંદન કરી ચંદન, પુષ્પ, અક્ષત, ધૂપ વગેરેથી તેની પૂજા કરવા લાગ્યા. તે માગે આવનારી દૂધ વેચનારી ગોવાલણે તેના ઉપર ઘી, માખણ વગેરે છાંટે છે. એટલે ઘીની ગંધથી ખેંચાઈ આવેલી કીડીઓ તેને ચટકા ભરે છે, આરપાર નીકળી ચાલણ સરખું શરીર કરે છે, તેની પીડા સહન કરતે, પોતાનાં કર્મની પરિણતિના ફલને વિચારતે, બીજા ઉપર કેધ ન કરતા સમભાવમાં રહેલો તે સપ પંદર દિવસ તે સ્થિતિમાં રહ્યો. ત્યાર પછી કાલ પામીને આઠમા દેવલોક વિષે પ્રગટ તિથ્વી કાંતિનાં કિરણો વડે આકાશને મેઘધનુષ સમાન રંગવાળું કરતો, અતિશય ઋદ્ધિથી અલંકૃત મહદ્ધિક દેવ થયા. જે તેણે અનશન કર્યું, તથા કીડીઓના ચટકા વગેરે પીડા સહન કરી અને શ્રેષ્ઠ દેવલેક સ્થાન મેળવ્યું, તે તેની પરિણામિકી બુદ્ધિ સમજવી. (૪૨) ગાથા અક્ષરાર્થ–સપ દ્વારમાં ચંડકૅશિક નામને સર્પ, તેણે વીર પ્રભુને જોતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy