SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચંડકૌશિક [ ૧૮૭ ગઈ હતી, તે અપરાધ કેમ ભૂલી જાવ છો?” તે વખતે તેણે ખૂબ ક્રોધે ભરાઈ વિચાર્યું કે, આમ બેલનારા આ સાધુને મારુ”-એમ વિચારી તેનો વધ કરવા એકદમ દેવ્યા. વચમાં અતિ કઠિણ થાંભલાને ખૂણે માથામાં સજજડ વાગ્યો. અશુભધ્યાનની પ્રધાનતાવાળા, વિરાધિત વ્રતવાળા તે મૃત્યુ પામી તિષ્ક દેવલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી વીને કનકપલ નામના પ્રદેશમાં ૫૦૦ તાપસના કુલપતિના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તાપસીની કુક્ષિથી કેમે કરી તેને જન્મ થયો. અતિક્રેધી સ્વભાવને કારણે પહેલાં એકલું કૌશિક નામ સ્થાપન કર્યું હતું, વળી ત્યાં કૌશિક નામના બીજા પણ તાપસે હતા, તેથી તાપસ એ “ચંડકૌ.શક’ એવું બીજું નામ પાડયું. કાલ-કમે કરી તે પણ કુલપતિના પદને પામ્યા. વનખંડમાં તેને ઘણું મૂર્છા હતી, જેથી તે બીજા તાપસને પુષ્પ, ફળ તડવા દેતા ન હતા. તે તાપસને પુષ્પ, ફળાદિ ન મળવાથી બીજી દિશાઓમાં ચાલ્યા ગયા. વળી જે ગોવાળિયા વગેરે ત્યાં આવતા હતા, તેમને પણ હણવા માટે દૂર દૂર સુધી પાછળ પડી તગડી મૂકતે કે, ફરી બીજી વખત આ તરફ આવવા પ્રેરાય નહિં. નજીકના પ્રદેશમાં તાંબિકા નામની નગરીના રાજપુત્રોએ તેની ગેરહાજરીમાં આવીને આખો બગીચો વેરવિખેર કરી નાખ્યું. તે વખતે પોતે બગીચા ફરતી કાંટાની. વાડ કરવા માટે કાંટાના વનમાં ગયે હતું. તેની પાડોશમાં રહેતા કેટલાક ગોવાળાએ બગીચો તોડી નાખ્યા–તે વૃત્તાન્ત જણાવ્યો. એટલે તે કાર્ય છોડીને ક્રોધે ભરાયેલા ધમધમતે હાથમાં કુહાડો લઈને કુમારો તરફ દોડ્યો. યમદ્દતના સમાન આકારવાળા તેને દેખીને સંતુષ્ટ માનસવાળા તે કુમારે અતિવેગથી પલાયન થઈ ગયા. હાથમાં કુહાડાવાળો જોયા વગર દોડતાં દોડતાં પિતાનું ભાન ગુમાવતાં ખાડામાં પડ્યો. કુહાડો આડો પડ્યો, તેની ઉપર જેરથી મસ્તક પડયું અને તેના માથાના બે ભાગ થઈ ગયા. તે મરીને તે જ વનમાં દષ્ટિવિષ જાતિનો ભયંકર સર્પ થયો. હજુ પણ લોભસંજ્ઞાથી અને રોષથી તે વૃક્ષોનું વારંવાર રક્ષણ કરતું હતું. જે કોઈ પણ તાપસે ત્યાં આવતા હતા, તેઓને તે સર્પ બાળીને ભસ્મ કરતો હતો. જે વળી બીજા કોઈ પ્રકારે બચી ગયા, તેઓ દૂર ચાલ્યા ગયા. તે સર્ષે ત્રણે સંધ્યા-સમયે વનમાં પ્રદક્ષિણા આપતો હતે અને કદાચ કઈ ઉડતાં પક્ષી આવે તે પણ દષ્ટિ ફેંકીને વિષાશિથી ક્ષણવારમાં બાળી મૂકતો હતે. ભગવાન મહાવીર શ્રમણપણું પામ્યા પછી બીજા વરસે ઉત્તર ચાવાલના મધ્ય પ્રદેશમાં કનકપલ વનમાં પધાર્યા. (૨૫) જગતના સર્વ જી વિષયક કરુણામાં તત્પર માનસવાળા મહાભાગ્યશાળી મહાવીર તે સર્પને પ્રતિબોધ કરવા માટે યક્ષમંદિરમાં કાઉસ્સગ્ન-પ્રતિમા ધારણ કરીને રહ્યા. અતિ આસુરીભાવને સજજડ ધારણ કરતે તે સપે ભગવાનને દેખીને “શું અહીં રહેલા મને હજુ તું જાણતો નથી?”—એમ વિચારી સૂર્ય સામે નજર કરી સ્વામીને દેખ્યા, છતાં બળેલા ન જોયા–એમ ત્રણ વખત સૂર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy