SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક વાસ્વામી આકાશમાગે [ ૧૮૧ કર્યો” એમ કહી નેહપૂર્વક તેણે પુછપ સમર્પણ કર્યા. આપ જેમ ઠીક લાગે તેમ થશે. હુતાશનના ધૂમાડાના સંગથી પ્રાસુક લગભગ અચિત્ત પ્રાય થયા પછી તે પુપે ગ્રહણ કરીને પાછા ફર્યા. ત્યાર પછી નાનાહિમવાન પર્વત પર પદ્મદ્રહમાં શ્રીદેવી પાસે પહોંચ્યા. તે સમયે શ્રીદેવી જિનેશ્વરદેવનું અર્ચન કરવા માટે ઉત્કટગંધયુક્ત હજાર પાંખડીવાળું સફેદ કમળ તોડીને પૂજાની તૈયારી કરતાં હતાં. (૩૨૫) વાસ્વામીને આવેલા દેખીને તેમને વંદન કર્યું અને તેણે પદ્મનું નિમંત્રણ કર્યું. તે કમળ ગ્રહણ કરીને હુતાશનગૃહે આવ્યા. ત્યાં હજારે ધ્વજાઓ જેના ઉપર ફરકતી હતી, ઘુઘરીઓનો રણકાર સંભળાતો હતોએવું દિવ્ય વિમાન વિકુવ્યું. વિમાનની અંદર સુગંધી પુષ્પોનો સમૂહ સ્થાપન કર્યો. ભક દેવતાથી પરિવરેલા દિવ્ય સંગીતના શબ્દોથી આકાશતલને પૂરતા પોતાના ઉપર ઊર્વમાં મહાપદ્યનું સ્થાપન કરીને પોતે પુરી દેશ તરફ પ્રયાણ કર્યું અને ક્ષણવારમાં ત્યાં પહોંચી ગયા. તેવા પ્રકારનું નેત્રોને સુખ કરનાર આશ્ચર્ય-કુતૂહલ દેખીને વિભ્રમ પામેલા બૌદ્ધભક્તો એમ બોલવા લાગ્યા કે, “દેવતાઓ પણ આપણું સાન્નિધ્ય કરવા માટે આવ્યા છે.” એમ ધારીને વાજિંત્રોના શબ્દોથી આકાશને પણ બહેરું કર્યું. -એ પ્રમાણે પૂજાની સામગ્રી લઈ નગર બહાર બૌદ્ધભક્તો ગયા, જ્યાં નીકળીને રાહ જુવે છે, તો તેમના વિહાર–સ્થાનનું ઉલ્લંઘન કરીને અરિહંતના મંદિરે પહોંચ્યા. ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. તે દેખવાથી લોકો અરિહંતના પ્રવચન વિષે વિશેષ બહુમાનવાળા થયા. અતિ આનંદ પામેલે રાજા પણ સુશ્રાવક બની ગયે. આ પ્રમાણે પારિ મિકી બુદ્ધિ વાસ્વામીને થઈ અને માતાને પોતે ન અનુસર્યા. કારણ કે, “મારાથી કઈ પ્રકારે સંઘ અપમાનપદ ન પામે, તેમ થાય, તો સંસારવૃદ્ધિ થાય ”—આ સર્વ તેમની પારિણામિકી બુદ્ધિ સમજવી. અવંતી નગરીમાં વૈકિયલબ્ધિની પ્રાપ્તિ થઈ, પાટલિપુત્ર નગરમાં રખેને પરિભવ ન થાય તે માટે વૈક્રિયરૂપ વિકુવ્યું. જગન્નાથપુરીમાં તીર્થની પ્રભાવના અતિ અદભુત રીતે કરી, તેમ કરવાથી બીજા ધર્મવાળા પરતીર્થીઓના માનની સ્લાનિ થઈ. તથા તસલિપુત્ર આચાર્યની પાસે જેમ દશપુરમાં રક્ષિતે પ્રવજ્યા અંગીકાર કરી. શ્રીમાલનગરમાં જ્યારે વાસ્વામી પાસે આવ્યા, જે પ્રમાણે નવ પૂર્વો જુદા સ્થાનમાં રહીને ભણ્યા, આ વગેરે કથાઓ પૂર્વના મહર્ષિઓએ શાસ્ત્રમાં કહેલી છે. વાસ્વામીનું સૌભાગ્ય કઈ અલૌકિક પ્રકારનું હતું, જે એક રાત્રિ પણ તેમની સાથે રહે, તે તેમના મરણ સાથે જ સમાધિ-મરણ પામે. આરક્ષિત જ્યારે વાસ્વામી પાસે દશમા પૂર્વના યમકોમાંના ભાંગા ગ્રહણ કરવામાં અસમર્થ થયા, ત્યારે પૂછ્યું કે, “હજુ આગળ ભણવાનું કેટલું બાકી છે?” ત્યારે વજસ્વામીએ કહ્યું કે, “હજુ માત્ર બિન્દુ સમાન ભણુયું છે અને સમુદ્ર સમાન ભણવાનું બાકી છે.” જ્યારે જ્યારે વારંવાર પૂછવામાં આવતું, ત્યારે ત્યારે ગુરુ પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy