________________
૧૮૨ ]
ઉપદેશપદ-અનુવાદ. ••••••••••••••••••••••••••••• આ જ જવાબ મળતું હતું. આ વગેરે આર્ય રક્ષિતનું ચરિત્ર આવશ્યકસૂત્રને અનુસારે તેના અર્થીઓએ જાણવું. અહિં તેની જરૂર ન હોવાથી કહેલું નથી. (૩૪૨) વસ્વામિ-ચરિત્ર પૂર્ણ થયું. ગૌતમસ્વામિ–ચરિત્ર
પ્રસંગોપાત્ત ભવ્યજીને આનંદ આપનાર શ્રીગૌતમસ્વામીનું કંઈક ચરિત્ર કહીશ, તે તમે સાંભળો. અષ્ટાપદ ર્વત ઉપરથી નીચે ઉતરતા પ્રભાત–સમયના ઉગેલા લાલ સૂર્યના કિરણ સરખા ભગવંત ગૌતમસ્વામીને બાલસૂર્યથી જેમ કમળ વિકસિત થાય, તેમ વિકસિત મુખવાળા પૂર્વે જણાવેલા તાપસ કહેવા લાગ્યા કે-“મસ્તકથી નમેલા અમે તમારા શિષ્ય છીએ અને તમે અમારા ગુરુ છે. ત્યારે ગૌતમસ્વામીએ તે તાપસીને કહ્યું કે, “તમારા અને અમારા બંનેના ગુરુ તે જગતના જીવન બંધુ સમાન ભવ્યજી રૂપી કમલવનને વિકસ્વર કરનાર સૂર્ય સરખા મંગલ નામવાળા ભાગવાન વીર પ્રભુ છે. શું તમારે વળી બીજા કોઈ ગુરુ છે? એટલે અતિપ્રસન્ન મુખકમળવાળા ગૌતમસ્વામીએ વિસ્તારથી ગુરુના ગુણની પ્રશંસા કરી કે, “સિદ્ધાર્થ રાજાના પુત્ર, વિનયપૂર્વક નમાવેલા મસ્તકથી જેમનું શરણ ઇંદ્રોએ પણ સ્વીકાર્યું છે–એવા ઈન્દ્ર મહારાજાઓના પણ જેઓ પૂજ્ય છે. કૃતકૃત્ય, ધમજના મસ્તકના મુગટ સમાન, હાર સમાન ઉજજવલ યશવાળા, દુખે કરીને પાર પામી શકાય તેવા ભવસાગર પાર પામવા માટે મહાપ્રહણ સમાન, સમગ્ર મનોવાંછિત કલ્યાણ–પ્રાપ્તિ માટે નવીન ક૯પવૃક્ષ સમાન, એવા ગુરુ મહારાજ મહાવીર પરમાત્માનું કેટલું વર્ણન કરવું? તે સમયે દેવતાઓએ મુનિ વેષ હાજર કર્યો, એટલે તરત જ તેમને પ્રવજ્યા આપી. પર્વતની મેખલાથી નીચે ઉતારીને માર્ગે પહોંચ્યા, એટલે ભિક્ષા–સમય થયા. “હે આર્યો! આજે તમે પારણામાં શું લેશે? તમારા માટે શું લાવું? તમને કઈ વસ્તુ ઉચિત છે? ત્યારે તાપસ સાધુઓએ કહ્યું કે, “ક્ષીરનું ભોજન કરાવે.” સર્વ લબ્ધિવાળા ભગવાન ગૌતમસ્વામી ભિક્ષાચર્યામાં ઘી-ખાંડ સહિત ક્ષીરથી ભરેલું પાત્ર સહેલાઈથી વહેરી લાવ્યા. અક્ષણમહાનસ લબ્ધિવાળા ગૌતમસ્વામી ભગવંત તે ક્ષીરપાત્ર લઈને તેમની પાસે આવ્યા. એક જ પાત્રથી તેઓએ સર્વેને પારણાં કરાવ્યાં, પાછળથી પોતે પારણું કર્યું. પેલા તાપસ ખૂબ જ આનંદ-સંતોષ પામ્યા. અચિત્ત સેવાલ ભક્ષણ કરનાર સને કેવલજ્ઞાનાવરણીય કમનો ક્ષય થવાથી પૂર્વે કદાપિ પ્રાપ્ત કરેલ ન હતું, તેવું મહાકેવલજ્ઞાન પ્રગટ થયું. બીજા પ્રકારના જે દિલ્સ તાપસ હતા, તેમને જગતના જીવોને જીવન આપનાર ભગવંતનાં છત્રો દેખવાથી કેવલજ્ઞાન પ્રગટ થયું અને કૌડિન્ય ગાત્રવાળા હતા, તેમને પરિવાર-સહિત ભગવંત ધર્મ કહેતા હતા, તેમને સાંભળીને અનંત એવું કેવલજ્ઞાન થયું–એમ ૧૫૦૦ સર્વે તાપ ને કેવલજ્ઞાન પ્રગટ થયું. હવે ગૌતમસ્વામી આનંદપૂર્વક ભગવંતને પ્રદક્ષિણું આપવા લાગ્યા, તેઓએ પાછળ પાછળ લાગીને પ્રદક્ષિણા કરી અને પછી કેવલિઓની પર્ષદામાં “નમો ઉતરથ”—એમ તીર્થને વંદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org