SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ] ઉપદેશપદ-અનુવાદ આવી પહોંચ્યા, તે ત્યાં દુષ્કાળ પડેલો હતો. હવે ત્યાંથી વિહાર કરી આગળ નીકળી શકાતું નથી, કારણકે માર્ગો વિહાર લાયક રહેલા નથી. જ્યારે સંઘના પ્રાણ કંઠે આવી ગયા, તો (શ્રમણ) સંઘે આ પ્રમાણે તેમને વિનંતિ કરી કે, “આપ સરખા તીર્થાધિપ અત્યારે વિદ્યમાન હોવા છતાં શ્રેષગુણના સંઘાત સ્વરૂપ જિનેશ્વરની આજ્ઞાને માનનારે સંઘ આત–રૌદ્ર ધ્યાનને વશ બની મરણ પામે, તે વાત યુક્ત નથી.” તે સમયે પટવિદ્યાથી સંઘ જાય છે, ત્યારે જેના ઘરમાં સાધુઓ રહેલા હતા, તે શય્યાતર ઘરેથી ગાય ચરાવવા માટે જંગલમાં ગયે હતો. તે ઘરે પાછા આવીને દેખે છે, તો (સાધુ) સંઘને આકાશમાગે ઉડતો દેખી પોતાની ચોટલી કાપીને કહેવા લાગ્યો કે, “હે ભગવંત! હવે હું આપને ખરેખર સાધર્મિક થયે.” શાન્ત ચિત્તવાળા, શ્રતને અનુસરનારા, સર્વ જીવ વિષયક અપાર કરુણાના ભંડાર એવા વાસ્વામીએ તેને પણ સાથે લઈ લીધું. સૂત્રમાં સૂચન છે કે, “જે સાધર્મિક-વાત્સલ્યમાં ઉદ્યમી હોય, તથા સ્વાધ્યાયમાં ઉદ્યત હય, ચરણ-કરણમાં અનુરાગવાળે અને તીર્થની પ્રભાવના-શાસનની ઉન્નતિ કરવામાં તત્પર હોય, તેને સાધર્મિક સમજવો.” અનુક્રમે દક્ષિણાપથમાં (જગન્નાથ) પુરી નામના નગરમાં પહોંચ્યા. ત્યાં સુભિક્ષકાળ હેવાથી શ્રાવક ધનધાન્યની સમૃદ્ધિવાળા હતા. આગળ વર્ણવેલા એવા અમારા શ્રાવકેનાં પિતપોતાનાં ચૈત્યગૃહોમાં રાજ તરફથી પુષ્પ ચડાવવાને નિષેધ-હુકમ કરેલો છે. દરેક સ્થાને જૈન સાધુ તથા શ્રાવકોને બૌદ્ધધર્મીઓ પરાભવ કરે છે. કારણ કે, રાજા બૌદ્ધસાધુનો ભક્ત છે. કેઈક સમયે સંવત્સરી મહાપર્વ આવી પહોંચ્યું, ત્યારે બૌદ્ધધર્મી રાજાએ તે દિવસે માં આખા નગરના સમગ્ર જૈનત્ય-મંદિરોમાં પુષ્પ ચડાવવાનો મનાઈ હુકમ કર્યો. તે વખતે સર્વ શ્રાવકલોકો અત્યંત વ્યાકુળ મનવાળા બની ગયા. ત્યારે બાળકે, વૃદ્ધો સહિત સર્વ શ્રાવકે વાસ્વામી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે- “હે સ્વામી ! આપ સરખા તીર્થના સ્વામીની હાજરીમાં જે શાસનની લઘુતા થાય, તે પછી કો બીજે શાસનની ઉન્નતિ-પ્રભાવના કરનાર થશે?” આ રીતે બહુ વિનંતિ કરી, એટલે વાસ્વામી નર્મદા નદીના દક્ષિણકિનારે માહેશ્વરી નામની શ્રેષ્ઠનગરીમાં ઉડ્યા. ત્યાં માલવદેશમાં પહોંચ્યા. ત્યાં હુતાશન-ઘરમાં વ્યંતરનું મંદિર હતું અને તેની ચારે બાજુ મનોરમ બગીચો હતો. તેમાં સુગંધથી મહેકતાં પુષ્કળ પુપ થતાં અને તે કારણે ઘણા ભ્રમરોના જાળથી તેને મધ્યભાગ મલિન જણાતું હતું. તે બગીચામાં દરરોજ એક કુંભ પ્રમાણ પુપે ઉત્પન્ન થતાં હતાં. “ ૬૦, ૮૦, ૧૦૦ અઢકનો અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કુંભ થાય છે. વાસ્વામીને દેખીને તડિત નામનો માળી જે તેમના પિતાનો મિત્ર હતા, તે આદર સહિત ઉભે થઈ કહેવા લાગ્યા કે, “આપ કહો કે, અહીં શા કારણે આપ આર્યનું આગમન થયું છે?” જવાબમાં જણાવ્યું કે, “આ પુનું પ્રયજન હોવાથી આવેલ છું.” તડિત માળીએ કહ્યું કે, “આપે મારા ઉપર ઉપકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy