SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્વામી આકાશમાગે [ ૧૭૯ રૂપ તો આવું છે, પરંતુ આ રૂપ દેખીને સ્ત્રીલોકોને પ્રાર્થના લાયક રખે થવાય, તે કારણે પ્રથમ પિતાનું અસલ રૂપ ન બતાવ્યું. રાજા પણ કહેવા લાગ્યો કે, “અહો ! આમનું આવું અતિશયવાળું રૂપ છે.” એટલે રાજા પાસે સાધુપણાના ગુણોની પ્રરૂપણા કરી કે, “તપગુણના પ્રભાવે લબ્ધિ પ્રાપ્ત કરેલા અનગારે અસંખ્યાત સંખ્યા પ્રમાણે વૈક્રિય રૂ૫ બનાવી જમ્બુદ્વીપ વગેરે દ્વીપમાં ભરી શકવાની તેમની તેટલી તાકાત હોય છે, તે આમાં તમને કેમ આટલું આશ્ચર્ય જણાય છે ? તે સમયે ધન શ્રેષ્ઠીએ વાસ્વામીને વિનંતિ કરી કે, “જગતની સર્વ સ્ત્રીઓનાં રૂપને જિતનાર આ મારી પુત્રી નકકી સર્વ સ્ત્રીઓના સૌભાગ્યાતિશયના અહંકારને દૂર કરનારી છે, માટે તેની સાથે પાણિગ્રહણ કરો. કારણ કે, મહાબુદ્ધિશાળી પુરુષે ઉચિત કમનું પાલન કરનારા હોય છે.” વાસ્વામી ભગવંતે “વિષયો ઝેરની ઉપમાવાળા છે.” એ પ્રમાણે ઉપદેશ આપતાં જણાવ્યું કે– વિષયે ઝેરની સરખાં વિષમ દુઃખ આપનાર થાય છે. સયા પર ચેટેલ માંસ જેમ મરણ આપનાર થાય છે. માછલાં પકડવા માટે જળમાં અણિયાલા સેવા પર ખાવાનો લેટ કે માંસ ચટાડી જળમાં નાખે, એટલે માછલીઓ ખાવાની લાલચે આવે અને મોંમાં સોયો પરોવાઈ જાય, એટલે માછીમારો તેને પકડી મારી નાખે, તેમ વિષયે ભગવ્યા પછી જીવને છેવટે દુર્ગતિનાં દુઃખ સહન કરવો પડે છે. તથા મશાનમાં, પ્રપંચની બહુલતાવાળા કેટલાકો પકડીને આહૂતિ આપે, તેમ વિષયની લાલચે ખેંચાયેલે આત્મા કર્મના પ્રપંચમાં સપડાઈ મૃત્યુ પામી દુગતિગામી બને છે. તીણ ધારવાળી તરવારોનાં બનાવેલા પાંજરાઘર સમાન વિષયો સર્વાગાને છેદનારા થાય છે. વિષયો ક્રિપાકફળના પાકસમાન મુખને મીઠાશભાવ આપનાર થાય છે, પણ તે ફળ કે તેના પાકને ખાનારનાં આંતરડાં એવાં ચીરાય છે, કે તેને મરણ-શરણ થયા વિના છૂટકે થતું નથી, તેમ વિષયો ભગવતી વખતે મીઠા, સુંદર, અનુકૂળ લાગે છે, પરંતુ તેના સેવનના કારણે ઉપાર્જન કરેલાં પાપકર્મો જયારે તિર્યંચ-નારકી ગતિમાં ઉદયમાં આવે છે, ત્યારે લાંબાકાળ સુધી પણ તે દુઃખનો છેડો આવતો નથી. (૩૦૦) વિષ ક્ષણમાં જ દેખેલા અને ક્ષણવારમાં નાશ પામવાના સ્વભાવવાળા છે. દુર્જનના મનની મિલનસારતા સરખી ઉપમાવાળા છે. દુર્જનનાં મન કેઈ સજજન સાથે મળે જ નહિ. વધારે કેટલું કહેવું? અનર્થોનું મૂળ હોય તે વિષય છે. “જો તમારી કન્યાને મારું પ્રયોજન હેય, તે તે વ્રત ગ્રહણ કરે.” એમ ઉપદેશ આપ્યોએટલે ઘણું ખર્ચવાળા આડંબરથી તે કન્યાને પિતાએ દીક્ષા અપાવી. પદાનુસારી લબ્ધિવાળા વાસ્વામી ભગવંત મહાપરિજ્ઞા નામના અધ્યયનથી પૂર્વાચાર્યોથી વિસરાઈ ગયેલ ગગનગામિની નામની વિદ્યા ઉદધરી અને તેના પ્રભાવથી, તેમજ જંભક દેવ પાસેથી મેળવેલી વિદ્યાના બળથી તે મહાભાગ્યશાળી ઈચ્છા પ્રમાણે આકાશમાં જવા-આવવા સમર્થ બન્યા. કઈક સમયે જ ભગવંત પૂર્વ દેશમાંથી વિહાર કરતા કરતા ઉત્તરાપથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy