SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] ઉપદેશપદ-અનુવાદ થાય છે. અર્થાત્ સમ્યક્ત્વરનની પ્રાતિ નક્કી થાય છે. સારા તીર્થમાં વિધિપૂર્વક સિદ્ધાંતના સારનું શ્રવણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમજ નવીન નવીન શ્રતજ્ઞાન ભણવાથી, પહેલાં ભણેલાનું પરાવર્તન કરવાથી, કાલાદિક દેનું વર્જન કરીને પઠનપાઠન-પરાવર્તન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ જ અનુપ્રેક્ષા-ચિંતન-વિચારણા કરવાથી જ્ઞાન-પ્રાપ્તિ થાય છે. સમાન ધર્મવાળા સાધુઓની ઓળખાણ કરી, તેમની સાથે સહવાસ-સેવા દ્વારા ચારિત્રની પણ સાધના કરવી. પાપ આવવાનાં કારણભૂત આસવદ્વાને સખત રીતે શેકીને તથા હંમેશાં આગળ આગળના ગુણસ્થાનકની અભિલાષા કરવી. આ પ્રમાણે ગુણરત્ન-પ્રાપ્તિના પ્રધાન કારણરૂપ આ મનુષ્યજન્મમાં જેઓ ઉપર જણાવેલા દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે છે, તેઓ કૃતાર્થ ગણાય છે. અને તેઓજ શરચંદ્ર-સમાન ઉજજવલ યશને દશે દિશામાં ફેલાવી સુખેથી જીવનારા ગણાય છે. વળી પરલોકમાં પણ કામ કરીને કલ્યાણની શ્રેણીરૂપ સુખમાલિકાને અનુભવ કરીને, કર્મ રજનો ક્ષય કરીને નિર્મળ સુખવાળે મોક્ષ પણ મેળવે છે.” નગરલેક સાથે પ્રભાવિત થયેલા રાજાએ પોતાના મહેલે પહોંચીને વજસ્વામીનું સુંદર શરીર, તેમને ઉપદેશ, અપૂર્વ જ્ઞાન, શિષ્ય પરિવાર આદિનું સ્વરૂપ અંતઃપુર સમક્ષ પ્રગટ કર્યું. અંતઃપુરની રાણીઓ વગેરે પણ તે સાંભળીને વિસ્મય પામી અને રાજાને કહેવા લાગી કે, “અમે પણ તેમના રૂપને જોવાની અભિલાષા કરીએ છીએ.” અતિતીવ્રભક્તિમાં પરવશ બનેલા રાજાએ સર્વ અંતેકરીઓને જવાની રજા આપી, એટલે તેઓ નગરમાંથી નીકળી. હવે આગળ જણાવેલી શ્રેણીની પુત્રી તે ઘણા સમયથી અત્યંત દર્શન કરવા ઉત્સુક થયેલી હતી જ. હવે વજસ્વામી નગર બહાર પધાર્યા છે, તે વૃત્તાન્ત સાંભળીને એકદમ અતિશય દેખવાની ઈચ્છાવાળી બની અને વિચારવા લાગી કે, “હું તેમનાં દર્શન જલદી કેમ કરૂં ?” પુત્રીએ પિતાને વિનંતિ કરી કે, “સૌભાગ્યશાળીઓમાં શિરોમણિ સમાન એવા વજસ્વામીને જ મને આપે, તે સિવાય મારું હવે જીવતર નથી” ત્યારપછી તેને સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કરી અને વળી સાથે અનેક ઘનની કેટિએ તેમને આપવા માટે ગ્રહણ કરી. અનુક્રમે વાસ્વામી જ્યાં હતા, ત્યાં પુત્રી સહિત શેઠ પહોંચ્યા. તેમણે વિસ્તારથી ધર્મ સંભળાવ્યું. લેકે કહેવા લાગ્યા કે, “ભલે દેવતાઓનું સૌભાગ્ય કદાચ અધિક હશે, પરંતુ દેવતાઓનું રૂપ તો આના કરતાં ચડિયાતું નહિં હશે. ત્રણે લોકમાં આની સમાન બીજા કેઈ દેવ, અસુર કે વિદ્યાધરની રૂપલક્ષમી નહીં હોય.” સભાનું માનસ જાણીને ભગવાન સ્વામીએ તે જ ક્ષણે આગળ પિતાને દેવ તરફથી મળેલી ક્રિય વિદ્યાના બળથી હજાર પાંખડીવાળું સુવર્ણમય સુંદર કાંતિવાળું નિર્મળ કમળ વિકુવ્યું, તેમ જ વિજળીના ઢગલા સમાન તેજસ્વી, નિર્મલ લાવણ્યના સમુદ્ર હોય તેવું રૂપ વિકુવ્યું. રૂપથી આશ્ચર્ય પામેલા લોકો એમ બેલવા લાગ્યા કે, “આમનું સ્વાભાવિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy