SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્વામી આચાર્ય પદે [ ૧૭૫ - પાત્ર પી ગયે. પ્રભાત-સમયે ગુરુએ સર્વ સાધુઓને આ વાત જણાવી. તેઓ આ સ્વપ્નને અર્થ ન સમજેલા હોવાથી માંહે માંહે સ્વપ્નને ફલાદેશ કહેવા લાગ્યા. ગુરુએ કહ્યું કે, “આને અર્થ તમે જાણતા નથી. તેનો પરમાર્થ એ છે કે–આજે કઈ મહાબુદ્ધિશાળી પરોણે આવશે અને મારી પાસે જેટલું શ્રુતજ્ઞાન છે, તે સર્વ ગ્રહણ કરશે. -આ તેને ફલાદેશ નિશ્ચિત સમજશે. ભગવાન સ્વામી તે રાત્રે નગર બહાર રોકાયા. ઉત્કંઠિત માનસવાળા એવા ભદ્રગુપ્તાચાર્યના ઉપાશ્રયે પહોંચ્યા. જેમ ચંદ્રને દેખી કુમુદવન વિકસિત થાય, જેમ મેઘને દેખી મોરમંડલ, તેમ જેના ગુણ આગળ સાંભળેલા હતા તેવા, તે વજને દેખીને મનમાં અતિ આનંદ પામ્યા. પૃથ્વીમંડલમાં જેનો યશ વિસ્તાર પામ્યો છે, તેવા આ વજને ઓળખ્યા. બે ભુજાઓ લાંબી કરી સર્વાગે તેનું આલિંગન કર્યું. પરોણ પ્રત્યે જે પ્રકારના વિનય–વેયાવચ્ચ વગેરે થાય, તેવી રીતે સ્થાનિક મુનિઓએ તેને સ્વીકાર કર્યો. અનુક્રમે તે દશે પૂર્વે ભણી ગયા. જે શ્રુતસ્કંધ અધ્યયન, ઉદ્દેશાદિકના ઉદ્દેશાઅનુજ્ઞા પણ ત્યાં કરવામાં આવતી હતી. તેને આ ક્રમ છે. ત્યાર પછી વજી સિહગિરિ પાસે દશપુર નગર આવ્યા. સિંહગિરિ ગુરુ તેના આચાર્ય પદની પ્રતિષ્ઠા કરવાની તૈયારી કરવા લાગ્યા. પહેલાના સંબંધવાળા ભક દેવે પણ કઈ પ્રકારે ત્યાં આવી લાગ્યા. શ્રેષ્ઠ પુષ્પ અને ગંધવાળા તે દેએ મોટો મહોત્સવ કર્યો. પ્રાપ્ત થયેલા આચાર્યપદથી વાસ્વામી સૂર્યના મંડલની જેમ વિશેષ દેદીપ્યમાન પ્રતાપવાળા, ભવ્યજીવોરૂપી કમળોને વિકસિત કરી વિશેષ પ્રમોદ ઉત્પન્ન કરાવનાર થયા. કારણ કે, વર્ષાકાળ સિવાયમાં વિહાર કરનારા, જો કે પોતે પોતાના ગુણોની પ્રશંસા ન કરે, છતાં વગર કો પણ એવી સ્થિતિ છે કે, “ગુણે આપોઆપ પ્રગટ થયા સિવાય રહેતા નથી.” (હીરો પિતે પિતાના ગુણે બેલ નથી, છતાં ઝવેરીઓ તેની લાખો રૂપિયાની કિંમત કરે છે.) ચોમાસાના કાળમાં કદંબ વનની ઝાડીમાં અત્યંત ગુપ્તપણે રહેલો હોય, તે પણ પોતાની ગંધથી ભ્રમરા અને મધમાખ દ્વારા તે પિતાને સૂચવે છે. અગ્નિ ક્યાં બાળ નથી? આ જગતમાં ચંદ્ર ક્યાં દેખાતો નથી? ઉત્તમ લક્ષણ ધરનારા સજજન પુરુષે ક્યાં પ્રગટ થતા નથી? સિહગિરિસૂરિ વાસ્વામીને ગણ સેંપીને કાળ–સમય નજીક આવ્યો, એટલે ભક્તનો ત્યાગ કરી–અનશન સ્વીકારી મહર્લિંક દેવ થયા. વજસ્વામી ભગવંત પણ પોતાના પાંચસો શિષ્ય-પરિવાર સાથે જ્યાં જ્યાં વિહાર કરતા હતા, ત્યાં ત્યાં શાસનના જયકાર શબ્દો ઉછળતા હતા. ખરેખર આવા દુષમા કાળમાં અત્યારે અતિ અદભુત ગુણરત્નના નિધાનરૂપ જે કઈ હોય તે આ છે.”—એ પ્રમાણે ચતુર પંડિત પુરુષનાં મનને આનંદ ઉત્પન્ન કરાવનાર આ વજીસ્વામી છે. - હવે કુસુમપુર નગરમાં સારી કીર્તિ મેળવેલા ધનશ્રેષ્ઠી નામના કોઈ શેઠ હતા. તેને લજજા તેમ જ સૌભાગ્ય ગુણના ભંડાર સરખી મનહર ભાર્યા હતી. તેઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy