SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ] ઉપદેશપદ-અનુવાદ વગેરે કહ્યું, એટલે કુબેર વિચારવા લાગ્યું કે, “સાધુઓના ગુણે તો આવા પ્રકારના કહે છે, વળી પોતાના શરીરના રૂપ-રંગ એવા અદ્દભુત છે કે, “આવું સુંદર શરીર બીજાનું નથી, કેઈ દેવ કે અસર કરતાં પણ તેમને રૂપગુણ ચડી જાય છે. આવા પ્રકારના વૈશ્રમણ-કુબેર દેવના મનના અભિપ્રાયને જાણીને પુંડરીક-કંડરીક નામનું અધ્યયન પ્રરૂપ્યું. તે આ પ્રમાણે– પુંડરીક-કંડરીક કથા પદ્મ કમલપત્ર સરખા ઉજજવલ ગુણવાળા વિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં, પિતાની ઋદ્ધિ-સમૃદ્ધિથી અમરપુરીને પણ જિતનાર એવી પુંડરગિરિ નામની પુરીમાં ઉજજવલ કીર્તિવાળા પુંડરીક નામના રાજા હતા. તેમને કંડરીક નામનો નાનો બંધુ હતો. ભવના દુઃખથી અત્યંત વિરાગ્ય પામેલા મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું કે, “હે ભાઈ! મારે દીક્ષા ગ્રહણ કરવી છે, તો તું આ રાજ્ય ગ્રહણ કર.” પરંતુ આપેલા રાજ્યને નિષેધ કરીને પિતે દીક્ષા અંગીકાર કરી. અસિધારા સરખું આકરું તીક્ષણ ચારિત્ર અને તપનું સેવન કરતાં કરતાં અંત-પ્રાન્ત ભિક્ષાનું ભજન કરીને પોતાનું સુકુમાર શરીર પણ નિર્બળ કર્યું અને તેને રેગ ઉત્પન્ન થયા. આવા પ્રકારનું તેનું શરીર દુર્બળ બની ગયું છે, એવી જ સ્થિતિમાં ગુરુની સાથે વિહાર કરતાં કરતાં પિતાની જ નગરીમાં આવી પહોંચ્યા. પુંડરીક રાજાને આવવાના સમાચાર મળતાં જ તે મોટા પરિવાર સાથે બહુમાનપૂર્વક વંદન કરવા નીકળે, વંદન કર્યું. કંડરીક ભાઈમુનિની તેવી બિમારીવાળી અવસ્થા દેખીને ગુરુને વિનંતિ કરી કે, “ચિકિત્સા વગર લાંબા કાળે પણ આને રોગ જશે નહિં અને સાજો થશે નહિં. બીજું અહિં ઉદ્યાનમાં રહેલાની ચિકિત્સા કઈ પણ પ્રકારે બની શકે નહિં. તો કેટલાક એગ્ય સાધુઓની સાથે કંડરીક મુનિને મારા રાજભવનમાં આપ મેકલે, જેથી તેને એગ્ય વદ્ય-એષધાદિકથી તેને પ્રતિકાર કરી શકાય, તેમ જ પથ્યાદિક પદાર્થો પણ મેળવી શકાય. ગુરુએ અનુજ્ઞા આપી, એટલે રેગના ચાર પાયા રૂપ ઉપાયે શરુ કર્યા અને વૈદ્યોએ તેને નિરોગી કર્યો. “રોગ મટાડવા માટે ક્રિયાના ચાર પાયા જણાવેલા છે, તે આ પ્રમાણે ૧ વૈદ્ય, ૨ દ્રવ્યો, ૩ ઉપસ્થાતા–સેવા કરનાર અને ૪ મી. (૯૯) આ ચાર પાદ જણાવ્યા. (૧) વૈઘ–વૈદક શાસ્ત્રના અર્થોને ઊંડાણથી જાણકાર અને ચતુર હોય, નજર પહોંચાડી કાર્ય કરનારો હોય, પવિત્ર–નિઃસ્વાથ, રોગી પ્રત્યે હિતબુદ્ધિવાળો હોય. (૨) ઔષધ-ઘણું ક૯પવાળું, ઘણા ગુણ કરનારું, યેાગ્ય પ્રાપ્ત થયેલું હોય. (૩) સેવા કરનાર અનુરાગવાળો, પવિત્ર આશયવાળો, ચતુર અને બુદ્ધિશાળી હોય. (૪) રેગી-ધનવાન, વૈદ્યને આધીન રહેનાર હોય, વિદ્યને પોતાની સર્વ વસ્તુ જણાવનાર હેય, પણ છૂપાવનાર ન હોય, તેમ જ ધીરજવાન-સહનશીલ-સત્ત્વવાન હોય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy