SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામી અષ્ટાપદ-જિનભવન [ ૧૬૫ અભુત વિભૂતિ–ભાજન સમાન કરાવેલ જિનભવન જોયું. આ જિનભવન કેવું છે? ઉત્સધ અંગુલના માપ અનુસાર એક યોજન લાંબું, ત્રણ કોશ ઉંચું, બે ગાઉ વિસ્તીર્ણ, ગગનના અગ્રભાગ સુધીની વજા શ્રેણિવાળું, પંચવણના રત્નસમૂહના ચમકતાં કિરણોથી યુક્ત-જાણે મેટું મેઘધનુષ હોય તેવું, નિરંતર અંધકાર-સમૂહથી રહિત ચાર તોરણવાળા દ્વારયુક્ત, જેમાં યંત્રમય લોહના પુરુષ–પૂતળાથી પ્રતિહાર-ભૂમિભાગ રકાએલો છે. નંદનવનનાં પુપના સૌરભ-સમૂહથી વ્યાપ્ત, વિશે-દરેક તીર્થકર ભગવંતના પિતાપિતાના શરીર–પ્રમાણ અને પરિવાર–સહિત રત્નમય પીઠિકા ઉપર સ્થાપન કરેલ ઋષભાદિ જિનેશ્વરનાં બિંબથી યુક્ત તથા પુષ્પગંગેરી, ચામર, ધૂપધાણું, મેરપિછી વગેરે સેંકડો ઉપકરણોથી યુક્ત, જેનો મધ્યભાગ હર્ષપૂર્ણ હૃદયવાળા લોકો વડે સદા શેભાયમાન છે. વળી જિનપ્રતિમાઓની પર્યું પાસના-સેવામાં તત્પર એવા ભરત મહારાજાના ૯૯ ભાઈઓના સ્તૂપો તથા ભરત મહારાજાની પ્રતિમા સહિત, સમગ્ર દેરાસરની ચારે બાજુ ભાવાળા, કારણ કરી કંડારેલા, મોટા સ્તંભેથી યુક્ત, સુપ્રસન્નતાથી બેઠેલા મોટા સિંહાની આકૃતિ વગેરેથી યુક્ત જિનમંદિર જોયું. (નવ ગાથાઓનું કુલક) હર્ષથી વિકસિત થયેલા નેત્રયુગલવાળા ગૌતમસ્વામી ભગવંત મણિની બનાવેલી પીઠિકાને પ્રદક્ષિણા આપીને એકાગ્ર મનથી જિનપ્રતિમાને વંદન કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા જે રિઝ-અંજન સરખા વર્ણથી શોભાયમાન શરીરવાળા, જે નીલવર્ણવાળા, જે ઉગતા સૂર્ય સમાન લાલવર્ણવાળા, જે સુવર્ણ રજની સરખી શરીર-કાંતિવાળા છે અને જેઓ કુંદ સરખા ઉજજવલ દેહવાળા છે. વળી જેઓએ કર્મ રજને ખંખેરી નાખી છે–એવા ચોવીશે જિનવરે મારા ભશત્રુરૂપ કર્મ સમૂહને મથન કરનારા (નાશ કરનારા) થાઓ. (ગ્રન્યાગ્ર ૪૦૦૦) ચોવીશે જિનેશ્વરોની પ્રતિમાઓને વંદન કર્યા પછી તે જ ચેત્યની નજીકના ઉત્તરપશ્ચિમ દિશા-વિભાગમાં રહેલ પૃથ્વી શિલા પટ્ટવાળા અશોકવૃક્ષની નીચે રાત્રિવાસ કરવા માટે આવી પહોંચ્યા. તે સમયે ઈન્દ્ર મહારાજાના દિશા પાલક વૈશ્રમણ (કુબેર) પણ ત્યાંનાં ચૈત્યને વંદન કરવા માટે તે જ પર્વતના શિખર પર આવેલા હતા. (૭૫) ચૈત્યવંદન કર્યા પછી ગૌતમસ્વામીને વંદન કરી ધર્મ શ્રવણ કરવા લાગ્યા. તે આ પ્રમાણે– હે ભવ્યાત્માઓ ! સુખોને ઉત્પન્ન થવાના કારણભૂત ધર્મ હંમેશાં રમણીય છે. પંડિતજન જ આ શુદ્ધ ધર્મને બરાબર સમજી શકે છે. જે સ્વર્ગ અને મોક્ષસુખ પ્રત્યે પક્ષપાત અને મૈત્રી રાખવા ઇચ્છતા હે, તે પ્રમાદનો ત્યાગ કરીને વારં. વાર આ ધર્મ હંમેશાં કરવો જોઈએ.” –આ પ્રમાણે ધર્મકથા કહેવાના પ્રસંગે મુનિઓના ગુણે અનેક પ્રકારે વર્ણવ્યા અને તેમાં “સાધુઓ અંત-પ્રાન્ત રસ-કસ વગરના નિર્દોષ આહાર કરનારા હોય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy