SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] ઉપદેશપદ-અનુવાદ તીર્થને નમસ્કાર કરીને કેલિપર્ષદામાં જવા લાગ્યા અને ગૌતમસ્વામી જેટલામાં ત્રણ પ્રદક્ષિણા ફરીને ભગવંતના ચરણમાં પડીને ઉભા થયા અને તેમને કહેવા લાગ્યા કે, “અરે ! ક્યાં જાઓ છો? અહિં આવી ભગવંતના ચરણમાં પ્રણામ કરો.” એટલે જગ...ભુએ કહ્યું કે, “હે ગૌતમ ! આ કેવલીઓની આશાતના ન કરો.” તુષ્ટ માનસવાળા તેમણે તેમને ખમાવ્યા અને સંવેગ પામેલા ગૌતમ વિચાર કરવા લાગ્યા કે, “મને સિદ્ધિ થશે કે નહિ ?” આટલું દુષ્કર તપ કરવા છતાં પણ હું કેવલજ્ઞાન મેળવી શકતો નથી. આગળ ભગવંતે સમગ્ર પર્ષદામાં કહેવું હતું કે, “જે કઈ પોતાના પ્રભાવથી (લબ્ધિથી) અષ્ટાપદ પર્વત પર ચડી જાય અને વિનયવાળો થઈ ત્યાંનાં ચૈત્યને વાંદે, તે તે જ ભવે સિદ્ધિ પામે, તેમાં સંદેહ નથી. (૫૦) તે વચન સાંભળીને પરસ્પર દેવતાઓ હર્ષ પૂર્વક વાતો કરવા લાગ્યા અને એ વાત સર્વત્ર પ્રસરી ગઈ કે, જેનાથી સર્વ આપત્તિઓ નાશ પામે છે-એવા અષ્ટાપદ પર્વત ઉપર જે ગમે તે પ્રકારે મારું ગમન થાય-એમ ઉત્તમ હાથી સરખી ગતિવાળા ગૌતમસ્વામી જ્યાં વિચરતા હતા, તો તેમના મનના સંતોષ માટે અને તાપસને પ્રતિબંધ કરવાના કારણે ભગવતે ગૌતમને કહ્યું કે, “તું અષ્ટાપદ જા અને ત્યાં રહેલાં જિનબિંબને વંદન કર.” એટલે સુપ્રશસ્ત લક્ષણવાળા, વિનયથી સર્વ અંગોને નમાવતા મુનિસિંહ ગૌતમ હર્ષ પામ્યા-તુષ્ટ થયા અને ભગવંતને નમસ્કાર કરી અષ્ટાપદ પર્વતની તળેટીએ પહોંચ્યા. આગળ પંદરસે તાપસોએ ભગવંતનું વચન સાંભળેલું, તે પ્રમાણે એક કૌડિન્ય તથા બીજા દિન્ન અને ત્રીજા સેવાલી એ ત્રણ તાપસગુરુઓ હતા. દરેકને પાંચસે શિનો પરિવાર હતા. તેઓ અષ્ટાપદ ઉપર ચડવા માટે ચાલ્યા, તેમાં પ્રથમ કૌડિન્ય ગોત્રવાળા ૫૦૦ તાપસ ઉપવાસ કરી પારણામાં સચિત્ત કંદ-મૂલ વગેરેનું ભજન, બીજા દિન્ન ગોત્રવાળા ૫૦૦ તાપસ છડું તપ કરીને સુકાઈ ગયેલાં રસકસ વગરનાં અચિત્ત પાંદડાઓનું, ત્રીજા સેવાલી ગોત્રવાળા પ૦૦ તાપસો અડ્ડમ તપ કરી પારણે પોતાની મેળે સુકાયેલી અચિત્ત સેવાલનું ભોજન કરતા હતા અને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી મેખલાએ પહોંચેલા હતા. તેઓએ હઈ-પુષ્ટ-સુંદર શરીરવાળા ભગવંત ગૌતમસ્વામીને દેખ્યા; એટલે વિચારવા લાગ્યા કે, “આવી ભારે કાયાવાળા આવા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશે ? જ ઘાચાર- લબ્ધિવાળા ભગવાન ગૌતમસ્વામી કરોળિયાની લાળના પાતળા તાંતણાની નિશ્રા કરીને તે પંદરસો તાપસના દેખતાં જ ક્ષણવારમાં ઉપર ચડી ગયા. એટલે તેઓ કહેવા લાગ્યા કે, “આ જાય, પિલા જાય ”—એમ તેઓ વિકસિત નેત્રોથી જોતા હતા, તેટલામાં સૂર્યના બિબની જેમ ઉપર ચડી ગયા. આ જોઈને આશ્ચર્ય પામેલા મનવાળા તે ત્રણ પ્રકારના તાપસો તેમની પ્રશંસા કરવા લાગ્યા. ફરી તેમનાં દર્શનની અતિ ઉત્કંઠાવાળા ત્યાં રહેલા વિચારવા લાગ્યા કે, “તેઓ જ્યારે પાછા ઉતરશે, ત્યારે આપણે તેમના શિષ્યભાવને સ્વીકારીશું. ગૌતમસ્વામી તો તે પર્વતના શિખર ઉપર પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાએ ભુવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy