SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] ઉપદેશપદ-અનુવાદ શરદ ઋતુના ચંદ્રના કિરણ-સમાન ઉજજવલ યશ સમૂહવાળા, નિર્મલ કેવલજ્ઞાનરૂપ દીપકથી મોક્ષ માગને પ્રકાશિત કરનારા, અતિદુર્જય કામદેવના બાણ સમૂહને જિતનારા, ત્રણે જગતના લોકોના મસ્તકના મુગટ સમાન એવા આપ જગતના શ્રેષ્ઠ પુરુષ જયવંતા વર્તે. આપને જય જયકાર થાઓ. વિશાળ કમાડ સમાન વક્ષથલવાળા, કમળની ઉપમા સરખા હસ્તવાળા, સરળ અર્ગલા સમાન ભુજા-યુગલવાળા, શંખ સમાન કંઠ-પ્રદેશવાળા, જેણે પિતાના શરીરની સુંદરતાથી પંડિતજનોને આનંદિત કર્યા છે, એવા લક્ષણવંત હે સ્વામિ ! તમારા અંગનું અમે પૂજન કરીએ. ભાવકરુણજળના હે ઉત્તમ સાગર ! મુનિઓ વડે જેમના ચરણ પ્રણામ કરાયેલા છે, નવીન મેઘના સમાન ગંભીર અને વિસ્તાર પામેલી દિવ્યવાણી શ્રવણ કરાવનારા હે જિનેશ્વર ! મારા પર તેવા પ્રકારે પ્રસન્ન થાઓ છે, જેથી મારા દિવસે તમારી સેવા કરવામાં અને ત્રત-પાલન કરવામાં પૂર્ણ શાંતિથી પસાર થાય. ભયંકર કોપાનલ ઓલવવા માટે જળ-સમાન, લાખો લક્ષણોથી ઓળખાતા શરીરવાળા ! પર્વત સરખા ધીર ! સિદ્ધાર્થ રાજાના નંદન હે વીર ભગવંત !-આ પ્રમાણે મેં આપની ગુણસ્તુતિ કરી.” (૯) આ પ્રમાણે તીર્થપતિની સ્તુતિ કરીને, ભૂમિકલને અડકે તેમ મસ્તક નમાવીને, તેમ જ ગણધરાદિક મુનિવરોને પણ વંદન કરીને શાલરાજા ઈશાનદિશામાં બેઠા. અમૃતની વૃષ્ટિની ધારા સરખી, જન સુધી સંભળાય તેવી વિસ્તારવાળી વાણીથી ભગવંતે દેશના શરુ કરી. તે આ પ્રમાણે “ભયંકર ભડભડતા અગ્નિથી સળગતા ઘરમાં વાસ કરવો જેમ યોગ્ય નથી, તેમ દુઃખ-સમૂહથી ભરપૂર એવા ભવમાં બુદ્ધિધનવાળા પુરુષે વાસ કરવો યોગ્ય નથી. વળી કાકતાલીય ન્યાયના સંયોગ દષ્ટાંતથી ઉત્તમ ધર્મના મહાનિધાન સમાન, સંપત્તિ પ્રાપ્ત કરવા યોગ્ય દુર્લભ મનુષ્યપણું પણ પ્રાપ્ત થયું.” (૨૦) જેમ કાગિણ (કેંડી) સરખા અ૮૫ દ્રવ્યમાં લુબ્ધ બની કોટી પ્રમાણ દ્રવ્ય કે મનુષ્ય હારી જાય, તેમ વિષયમાં લુબ્ધ બની કેટલાક વિવેકરહિત મનુષ્ય આવો કિંમતી દુર્લભ મનુષ્યભવ હારી જાય છે. કરવા લાયક સમગ્ર કાર્યો માટે પ્રાપ્ત થયેલ જે આ અવસર તમે પ્રમાદમાં ગૂમાવશે, તે ફરી આવા અવસરની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, માટે તમારા સરખાએ અવસર ફોગટ ગૂમાવો ઉચિત નથી. આ જગતમાં મળેલા સર્વ સાનુકૂળ સંયોગો સ્થિર નથી, પરંતુ વિજળી સરખા ચંચળ અને નશ્વર છે. તેમ જ ધનસંપત્તિ પણ પ્રચંડ પવનથી લહેરાતી વજા માફક ચંચળ અને ચાલી જવાના સ્વભાવવાળી છે. સમજુ મનુષ્યો પિતાનું જીવન ઘાસના તણખલા ઉપર રહેલા ઝાકળના બિન્દુ સમાન અસ્થિર અને અ૯પ સમયમાં નાશ થનાર માને છે, અને તેથી આ ભવરૂપી વૃક્ષને સધર્મરૂપી અગ્નિથી બાળી નાખે છે. સર્વાદરથી ધર્મમાં તેવા પ્રકારનો ઉદ્યમ કરે છે, જેથી આ ભવમાં પણ સુખનો લાભ થાય અને પરભવમાં પરંપરાએ પણ સર્વ સુખના નિધાનરૂપ, પરમાર્ય–સ્વરૂપ નિતિ-સુખની પણ પ્રાપ્તિ થાય.” (૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy