SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા શાલ, મહાશાલ મહાવીર-સ્તુતિ, દેશના [ ૧૬૧ નાનાભાઈ યુવરાજ-પદ પામેલ હતા. તેમને યશોમતી નામની બહેન અને તેને પિઠર નામના પતિ હતા. તેમને ગુણસમૂહવાળ ગાગલી નામને પુત્ર હતું. એ ત્રણે કાંપિલ્યપુર નગરમાં રાજાપણે રહેતા હતા. ઉદ્યાનપાલકના વચનથી ભગવંતના આગમનને જાણીને શાલ રાજા નગરલોકોને સંક્ષોભ ઉત્પન્ન થાય તેવા મોટા સૈન્ય-પરિવાર સહિત, ઉંચા છત્રવડે આકાશને ઢાંકતો, એકી સાથે વગાડાતાં ઘણું વાજિંત્રોના શબ્દોથી દિશા-ચક્રને ભરી દેતે, આભૂષણોથી અલંકૃત બની ભગવંતને વંદન કરવા માટે પિતાના નગરમાંથી નીકળીને હાથીના સ્કંધ પર આરૂઢ થયેલ, અતિશય ઉલ્લસિત રોમાંચિત કાયાવાળે તે ભગવંતની નજીકના ભૂમિભાગમાં પહોંચે. ત્રણે છત્ર દેખ્યાં, એટલે હાથી પરથી નીચે ઉતરી, પગેથી ચાલત, પાંચ પ્રકારના અભિગમને આચરતે હતે. પાંચ અભિગમ આ પ્રમાણે-સચિત્ત પુષ્પાદિક દ્રવ્યોનો ત્યાગ કરે, અચિત્ત દ્રવ્યને ત્યાગ ન કર, તેમ જ તરવાર, ચામરો, મુકુટ, ઉપાન (પગરખાં), છત્રને પણ ત્યાગ કરવો. એક શાટક વસ્ત્રનું ઉત્તરાયણ કરવું. ચક્ષુને સ્પર્શ થતાં તેવી રીતે અંજલિ કરવી. તેમ જ મનની એકાગ્રતા પૂર્વક સમવસરણમાં પ્રવેશ કરવો. ત્રણ પ્રદક્ષિણા આપી સ્તુતિ કરવા લાગ્યા. તે આ પ્રમાણે – મહાવીર ભગવંતની સ્તુતિ– જગતપ્રભુ! હે જિનેશ્વર ! અતિદીર્ઘ મનહર લાવણ્યપૂર્ણ નેત્રકમળવાળા, સુંદર શ્રેષ્ઠ સુગંધની પ્રચુરતાથી મહેકતા, ત્રણે લોકની લક્ષ્મીના તિલકભૂત ! આપના. વદન કમળનાં ભવ્ય જીવોનાં નેત્ર-યુગલને દર્શન થાઓ. જેમણે સૌમ્યતા ગુણવડે ત્રણે લોકના જીને હર્ષ પ્રગટ કર્યો છે, એવા શરચંદ્રના બિંબ સમાન એવા હે જગદ્ગુરુ ! અષ્ટમીના ચંદ્ર સરખા ભાલતલવાળા આપના પ્રસન્ન વદન-કમળનાં દર્શન કર્મથી મલિન થયેલા લોકો કેવી રીતે પામી શકે? સરળ અંગુલિરૂપી પત્રના કોમલ નખરૂપ સુંદર કેસરાવાળા, જેના જઘાયુગલરૂપ કમલનાળથી મુનિ-ભ્રમર પ્રમુદિત થયેલા છે, એવા ત્રણે ભુવનરૂપ સરોવરના ભૂષણ સરખા આપના નિર્મળ ચરણ-કમલનું શરણ તેઓ જ પામી શકે છે કે, જેમણે પાપમલને ત્યાગ કરેલો હોય. ચક્ર, અંકુશ, મસ્ય, સ્વસ્તિક, છત્ર, વજ વગેરેની આકૃતિથી લક્ષણવંત, નમ્ર દેવતાઓના મસ્તકના મુગટ-મણિથી ઘસાઈને સુકુમાલ બનેલા આપના ચરણનું સ્મરણ કરનારને પરભવના ભયથી ભયભીત મનવાળાને, દુઃખ-સમૂહરૂપ કિચ્ચડમાં પડતા લોકોને રક્ષણ કરનાર થાય છે. હે સ્વામિ ! ભવ-સાગરના જન્મ–જળમાં નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતારૂપ ચારે ગતિના દુઃખ-કિચડમાં હું ભ્રમણ કરી રહેલ છું, તે હવે આવા મારા સરખા દુઃખી જનને શરણ આપી દીન ઉપર દયા કરીને આપના ચરણરૂપી નાવ દ્વારા આ સંસાર–સમુદ્રને પાર પમાડનારા થાઓ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy