SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ () પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, સુંદરીનંદ-કથા [ ૧૫૯ યોગ્ય પુરુષની શોધ કરતાં મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલે ચંદ્રગુપ્ત નામને બાળક હાથમાં આવ્યું. ત્યારપછી વૃદ્ધાના વચનથી મેળવેલા ઉપદેશથી રેહણ નામના પર્વત પર જઈ સુવર્ણ ઉત્પન્ન કરી પર્વતરાજાની સહાયથી પાટલિપુત્ર સ્વાધીન કરી, ચંદ્રગુપ્તને રાજ્ય પર બેસાડી આગળ જણાવેલા ઉપાયથી ફરી અર્થ (ધન)ને સંચય કર્યો. નગરલોકો પાસેથી પણ ધન મેળવી રાજભંડાર ભર્યો. છેવટે ઈગિનીમરણની સાધના કરી. -આ સર્વ પારિણામિકી બુદ્ધિના બળથી કર્યું. (૧૩૯) ૧૪૦-એ જ પ્રમાણે ચાલુ પરિણામિક બુદ્ધિ વિષયમાં સ્થૂલભદ્રનું ઉદાહરણ પહેલાં વિસ્તારથી કહેલું છે. તેને સુકેલા વેશ્યામાં ઉતકટ રાગ હતો. પછી નંદરાજાએ બેલાવ્યા, ત્યારે લાંબે વિચાર કર્યો કે, જેમ મંત્રીપદ સ્વીકાર કરવામાં, તે કાર્યોમાં પરોવાયેલો રહું, એટલે ભેગો નહીં ભેગવી શકાય, ભોગ માટે રાજ્યાધિકારની ચિંતા કરવી પડે, તેના કરતાં ચારિત્ર એ આ લોક અને પરલોક બંને લોકનું હિત કરનાર થાય છે. તેથી તે ચારિત્ર જ તેણે પરિણામિકી બુદ્ધિથી ગ્રહણ કર્યું. (૧૪૦) સુંદરીનંદ-કથા ૧૪૧–દક્ષિણદિશામાં તિલકભૂત વૈભવવંત લોકોને વિલાસ કરવાના સ્થાનરૂપ આ સ્થાન જોયા પછી બીજા સ્થાન જોવાની અનિચછા કરાવનાર એવું નાસિક નામનું નગર હતું. ત્યાં પુષ્કળ ધન ઉપાર્જન કરેલ મનોહર તરુણવય પામેલા નગરલોકના બહુમાનવાળા પદને પામેલ એ નંદ નામનો વણિક રહેતા હતા. તેને સર્વાગ સુંદર, પિતાના લાવણ્યથી બીજા લોકોને લાવણ્યને અનાદર કરતી નેહવાળી સુંદરી નામની ભાર્યા હતી. જો કે તે નગરી માં લોકોનાં મનને આનંદિત કરાવનાર બીજા પણ નંદ સરખા વેપારીઓ હતા, પરંતુ આ નંદ જણે સુંદરીના નેહ-તાંતણાથી જકડાયેલો હોય તેમ ક્ષણવાર પણ તેના વગર શાંતિ મેળવી શકતો ન હતો. તેથી નગરલોકોએ સુંદરીનંદ” એવા પ્રકારનું નામ પાડયું. વિષય સેવન કરતાં તેમના દિવસે પસાર થતા હતા. આગળ નંદના એક ભાઈએ પ્રવજ્યા અંગીકાર કરેલી, તેણે પરદેશમાં સાંભળેલું હતું કે, મારો ભાઈ સુંદરી પત્ની વિષે અતિશય નેહવાળે છે. તે હવે મારે તેની ઉપેક્ષા કરી તેને દુગતિગામી કરે તે યુક્ત નથી. એટલે ગુરુની રજા મેળ વીને તે તેના પરિણા તરીકે તેના ગામમાં આવ્યા અને ઉતરવાનું સ્થાન પણ ત્યાં મેળવ્યું. મુનિ ભિક્ષા–સમયે તેના ઘરે પધાર્યા, વિવિધ પ્રકારનાં ભેજનવિધિથી પ્રતિલાવ્યા. ત્યાર પછી મુનિએ પાત્ર તેના હાથમાં આપ્યું. નમેલા મસ્તકથી રાવ પરિવારે તેમને નમસ્કાર કર્યો અને પાછા વળવા લાગ્યા. આ ભાઈએ ચિતવ્યું કે, “જ્યાં સુધી ભાઈ પોતે મને ન છોડે, ત્યાં સુધી મારે જવું ગ્ય ન ગણાય.” એમ કરતાં કરતાં જ્યાં ઉતરેલા હતા, તે ઉદ્યાનભૂમિના સ્થાન સુધી આવી પહોંચ્યા. હાથમાં સાધુનું પાત્ર હોવાથી હાસ્યથી નગરલોકો બોલવા લાગ્યા કે, “આ સુંદરીનંદે દીક્ષા અંગીકાર કરી! ત્યાં સાધુએ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી લાંબા કાળ સુધી સુંદર દેશના આપી, પરંતુ સુંદરીમાં તીવ્ર રાગ રહેલો હોવાથી ધર્મમાગમાં ચિત્ત લાગતું નથી. એટલે મુનિઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy