________________
૧૪૮ ]
ઉપદેશપદ-અનુવાદ
‘સે સોનામહોર તમારી અને મૃતક મારું. બંનેની કૃતાર્થતા થઈ.” હવે મંત્રિપુત્રે હકીકત જાણી અને મનમાં આમ વિચારણા કરવા લાગ્યું કે-“હવે હું તેનામાં સર્વસાર કેટલો છે? તે તપાસું કે કૃપણતાથી ગ્રહણ કર્યું છે. જે કૃપણુતાથી ગ્રહણ કર્યું હશે, તો રાજ્ય નક્કી એને નહિં મળે.” એમ કલ્પના કરીને પ્રભાત-સમયે તેણે રાજપુત્રને કહ્યું કે હે કુમાર ! તમે જાઓ; મને તો પેટમાં ફૂલની પારાવાર વેદના ઉત્પન્ન થઈ છે. હું અહિંથી આગળ ચાલવા બિલકુલ સમર્થ નથી.” રાજપુત્રે કહ્યું કે, “કોઈ પ્રકારે વિદેશમાં મારે એકલા જવું, તે સર્વથા અ મુક્ત છે. તારો સાથ તો મારાથી છેડાય જ નહિં. કયાંઈક એકલા નિવાસ કરતા મને કોઈ જાણી જાય. તને છોડીને ગમન કરવું, તે અત્યારે મારા માટે અતિદુષ્કર છે.” ત્યાર પછી ગામમાં પ્રવેશ કરીને કોઈક કુલપુત્રના ઘરે સારવાર કરવા સેંગે, વૈદ્યને મૂલ્ય આપવા માટે સૌ સેના મહેરો તેને આપી. મંત્રિપુત્રે તેની શૂરવીરતા ઉદારતા જાણું અને આપેલી સોનામહોર પણ ગ્રહણ કરી. રાજપુત્રમાં કૃપણભાવ નથી-એમ નિર્ણય કર્યા પછી તે જ ક્ષણે મંત્રિપુત્રે કહ્યું કે-“મારા ફૂલની વેદના શાંત થઈ છે, તો હવે આપણે બંને સાથે જ ચાલીશું.” કેમે કરી કુમાર રાજ્ય પામ્યો અને મંત્રિપુત્ર ભેગો પામ્યો. જેમ મંત્રિપુત્રે પારિણમિકી બુદ્ધિથી રાજપુત્રની પરીક્ષા કરી અને તેને અનુસર્યો, તો કાલકમે ભોગે પણ મેળવ્યા. ગાથા અક્ષરાર્થ—અમાત્યપુત્રના ઉદાહરણમાં રાજવારસદાર પુત્ર સાથે મંત્રિપુત્ર દેશાટન કરવા નીકળ્યો. શિયાળના શબ્દને પારખનાર એક નિમિત્તિયાને ભેટો થયો. રાત્રે કોઈ દેવકુલમાં સેવે સૂતેલા હતા, ત્યારે શિયાળનું રુદન થયું. નિમિત્તિયાએ તેના ફલાદેશમાં હકીકત જણાવી. ફરી પણ શિયાળે શબ્દ કર્યો. ખોટું જણાય છે. મંત્રિપુત્રે વિચાર્યું કે, “રાજપુત્ર કૃપણ કે ઉદાર છે? ” તેની પરીક્ષા માટે મંત્રિપુત્ર કપટથી ગ્લાન બન્ય. રાજપુત્રે વૈદની ચિકિત્સા વગેરે માટે સે સેનામહોરનું દાન કર્યું. તેના ઔદાર્યના વર્તનથી પ્રભાવિત થયેલ મંત્રિપુત્ર “હવે લગાર મને આરામ થયો છે એમ કહી સાથે જ ગમન કર્યું. (૧૩૮). ચાણકય-કથા
પામર લોકોના મનને આનંદ આપનાર ચણક નામના ગામમાં ચણી નામને બ્રાહ્મણ જૈન શ્રાવકધર્મ પાળતો હતો. સમગ્ર પુરુષનાં સમગ્ર લક્ષણ જાણનાર એવા આચાર્ય ભગવંત તેના ઘરે પધાર્યા. કઈ પ્રકારે વિહાર ન કરવાના સંજોગે તેને ત્યાં રોકાયા હતા. તેના ઘરે દાઢા ઉગેલી હોય તે પુત્ર જન્મ્યો. તેને ગુરુના ચરણમાં પગે લગાડ્યો, તેથી એકદમ એમ બોલી જવાયું કે, “આ રાજા થશે એમ જાણીને પિતા વિચારવા લાગ્યા કે, “મારા શ્રાવકના ઘરે જન્મેલે રખે રાજા થઈને દુર્ગતિ પામે.” એટલે પેલા ઉગેલા દાંત દાઢ ઘસી નાખ્યા અને આચાર્યને તે પ્રમાણે જાતે જ કહ્યું. જેને જે પ્રકારે થવાનું હોય છે, તેને તે પ્રમાણે અહિં જ સર્વ થાય છે.” એ પ્રમાણે મનમાં વિચારીને જણાવ્યું કે, રાજાના પ્રતિનિધિ સરખો જે-રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org