SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણે-ક્ષપક કૂરગડુ, મંત્રીપુત્ર [ ૧૪૭ કરે છે, લોકેએ આ મુનિનું ‘કુરગડુ” એવું ઉપનામ સ્થાપ્યું હતું. તેમાંથી એક ઉપવાસી સાધુ જે તેને સહન કરી શક્યો નહિં, એટલે તેણે તેના ગોચરી ભરેલા પાત્રમાં તિરસ્કાર કરતાં કરતાં પવિત્ર ભોજનમાં બળખો નાખ્યો. એ પ્રમાણે બાકીના ત્રણ તપસ્વીઓએ પણ ઉત્કટ રોષ કરીને તેને કહ્યું કે, “હે નિજજ! તને ધિક્કાર થાઓ.” સમતાવાળા સાધુ વિચારે છે કે, “હું પેટ ભરનારે સાધુ છું, તેમને થુંકવા માટે રાખની કુંડી મેં ન આપી, તે તેઓ આમાં ઘૂંક્યા. ખરેખર તેમનાં બળખાથી મારો આત્મા કૃતાર્થ થશે.” બળબાનું મિશ્રણ દૂર કરી જ્યારે જમતે હતો, ત્યારે તીવ્ર વૈરાગ્ય પામેલા તપસ્વીના તપની અનુમોદના અને પિતાના ખાઉધરાપણાની નિંદા કરતાં, ક્રમે એ પાંચે કેવલજ્ઞાન પામ્યા. નાના સાધુ તેની પણ પરિણામિકી બુદ્ધિનું ફલ આ મળ્યું. કેધન નિગ્રહથી નિર્વેદ અને તેનાથી કેવલજ્ઞાન થાય છે. (૩૩) ગાથા અક્ષરાર્થ–પક નામના દ્વારમાં નાની દેડકી પગતળે આવી મરી ગઈ. સાંજના પ્રતિક્રમણ-સમયે નાના સાધુએ યાદી આપી, એટલે કે ધથી તેને મારવા જતાં થાંભલા સાથે અફળાઈને કે ધમાં મૃત્યુ પામ્યો. સાધુપણાની વિરાધનાથી મારી સર્ષ થયે, રાત્રે ફરનારો થયે. કેઈક સમયે રાજપુત્ર સર્પ કરડવાથી મૃત્યુ પામ્ય, એટલે રાજાએ ઢંઢેરો પીટાવ્યો-“જે કોઈ સપનું એક મસ્તક લાવશે, તેને સેનાની મહેર મળશે.” એટલે સર્પ પકડનારા શિકારીઓ રાત્રે ફરતા સર્ષની રેખા લીટા દેખીને એષિધિ અને મંત્ર-બળથી દરમાંથી સર્પોને બહાર કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા. તે દયાળુ દષ્ટિવિષ સપને પુંછડીના ભાગથી ખેંચે છે. તેની પૂંછડી કાપી નાખે છે, તે પણ સામાના મરણના ભયથી મુખ બહાર કાઢતો નથી. એમ દયાપરિણામવાળો તે સર્ષ શુભ ધ્યાનમાં મૃત્યુ પામી તે જ રાજાનો પુત્ર થયે. અનુક્રમે જાતિસ્મરણથી દીક્ષા લીધી. ચારે તપસ્વીઓની વક્તવ્યતા અહિં જણાવવી. (૧૩૭) મંત્રિ-પુત્ર કોઈક મંત્રિપુત્ર ભિક્ષુકના વેષધારી રાજપુત્રની સાથે આશ્ચર્યકારી દેશ-દેશાવર જોવાની ઇચ્છાથી મુસાફરી કરવા લાગ્યા. કેઈક સમયે કેક સ્થળે શિયાળના શબ્દોને પરમાર્થ સમજનાર કેઈ નિમિત્તિ તેમને ભેટી ગયે. તેઓ પણ એક દેવકુલિકામાં તેની સાથે સુઈ ગયા. અતિ મોટા શબ્દ કરીને શિયાળ રડવા લાગી. ત્યારે કુમારે પૂછ્યું કે, “શાથી શબ્દ કરે છે ?” ઉપયોગ મૂકી નિમિત્તિયાએ કહ્યું કે, “નદીના ઘાટમાં અહિં પાણીના પૂરથી ખેંચાઈ આવેલું એક મડદું પડેલું છે, એના કેડના સ્થાનમાં સે સેનામહોરો છે. નિર્ભયતાથી હે કુમાર! તું તે ગ્રહણ કર. મારાથી મુદ્રિત કલેવર ગ્રહણ કરી શકાતું નથી—એમ આ શિયાળ કહે છે. આ જાણી કુમારને કૌતુક થયું, તે બધાને છેતરીને એકલો ગયે, તો તે પ્રમાણે થયું. એ સોનામહોર ગ્રહણ કરીને ગયે, તો વળી ફરી તે પ્રમાણે રડવા લાગી. ફરી પૂછયું તે વળી કહ્યું હવે નકામું-જૂઠ રુદન કરે છે. આ પ્રમાણે હવે શા માટે કહે છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy