SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, ફરગડુની કથા [ ૧૪૫ મંત્રીઓએ ઘણો ઠપકો આપીને કરુણાથી તેને છોડાવ્યો. બીજું મડદુ લાવીને બાળી રાજા પાસે દેખાવ કર્યો. પેલા મંત્રીની આ પરિણામિક બુદ્ધિ, કે જેણે બંનેને શીખામણ આપી. (૨૧) ૧૩૬–ગાથા અક્ષરાર્થ–તથા કહેવાથી જેવાં આગળ કહેલાં ઉદાહરણો પારિણમિકી બુદ્ધિનાં છે, તે પ્રમાણે આ પણ ઉદાહરણ સમજવું. જ્યારે રાણી મૃત્યુ પામી, તેવા સંકટ સમયે રાજા શરીર-સ્થિતિ સ્નાન, ખાન-પાનાદિક વ્યવસ્થિત કરતો નથી, ત્યારે મંત્રીએ કપટથી દેવી જે સ્વર્ગમાં રહેલી છે, તેની સંભાળ શૃંગારાદિક સામગ્રી મેકલાવવી શરૂ કરાવી. આ દરમ્યાન કેઇક ધૂર્ત મંત્રીના પૂછ્યા વગર જ રાજા પાસે હાજર થયો અને આગળની જેમ કંદોરે વગેરે તેને આપ્યા. તેને અગ્નિમાં પ્રવેશ કરાવીને સ્વર્ગમાં મોકલવાનો હતો. વચમાં કઈ બેલકો વાચાળ ઓચિંતે આવી ચડ્યો, તેણે જુદા જુદા અર્થવાળું ભાષણ કર્યું. પ્રથમ તે પહેલા ધૂર્તને અગ્નિમાં પ્રવેશ કરાવી વિનાશ કરવાનું શરુ કર્યું. વચમાં એક વાચાળ ટપકી પડ્યો અને આડા-અવળા ગમે-તેમ દેવીને સંદેશા કહેવરાવવા લાગ્યો. એટલે પ્રથમ ધૂતે કહ્યું કે, “આટલા બધા સંદેશા યાદ રાખવા મારા માટે અશક્ય છે, માટે આ બેલકાને જ મોકલો” એમ તેને જ મેકલવા તૈયાર થયા. તેણે પોતાના સ્વજનવર્ગને કહ્યું કે, “હું તે મર્યો, પણ હવે તમારે તમારા મુખનું રક્ષણ કરવું. બોલવામાં મેં સાવચેતી ન રાખી, તેનું મને આ ફલ મળ્યું' (૧૩૬) કુરગડુ-કથા – ૧૩૭–ચંદ્ર સરખા ઉજજવલ કેઈક તપલક્ષમીવાળા ગચ્છમાં મહિને મહિને પારણા કરનાર એક તપસ્વી મુનિવર હતા. હવે કેઈક દિવસ પારણાના દિવસે એક નાના સાધુ સાથે ઉંચા વગેરે કુળમાં ગોચરી માટે ફરતા હતા. તીવ્ર સુધાના કારણે તેમ જ આંખનાં તેજ પણ ઘટી ગયેલાં છે, તેવા સમયમાં તેણે પગ મૂકવાના પ્રદેશમાં નાની દેડકી પર દેખ્યા વગર પગ મૂકે અને દેડકી ચંપાવાથી મૃત્યુ પામી, તે નાના સાધુના જોવામાં આવ્યું. ઉપાશ્રયમાં આવીને ગુરુ પાસે ઈરિયાવહી પડિકમતાં, પછી ભિક્ષાની આલોચના કરતાં, તથા ભોજન કર્યા પછી સંધ્યાકાળે આવશ્યક ક્રિયા કરતાં પ્રગટપણે પેલા સાધુએ યાદી આપી કે, “હે તપસ્વી! દેડકી મારી, તેને કેમ આલોવતા નથી?” આ નાને સાધુ મારી પાછળ પડ્યો છે. “શું દેડકી મેં મારી છે? આ માર્ગે બીજા કેઈ નથી આવતા ?–એમ રેષે ભરાઈને કે-પરવશ બન્યો અને તેને ઘાત કરવા ઉઠ્યો, પરંતુ અંધારામાં થાંભલા સાથે અથડાવાથી માથામાં સખત વાગવાથી તરત જ મૃત્યુ પામ્યો. ક્રોધથી જેણે પોતાનું શ્રામસ્થ મલિન બનાવ્યું, તે સપના ભાવને પામ્યા. તે સર્ષના કુલોમાં દષ્ટિવિષ વિષમ સ્થિતિ પામ્યા. તેઓ પરસ્પર એમ સમજે છે કે, “અમે રોષ કરવાથી આવી વિષમ સ્થિતિ પામેલા છીએ.” જાતિસ્મરણના ૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy