SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] ઉપદેશપદ-અનુવાદ મારું હરણ કરે છે–એમ વચન બોલતા તેને અભયે લોકોને વિશ્વાસમાં લીધા. સાતમા દિવસે તે ગણિકાપુત્રીઓએ દૂતી મોકલાવીને એમ સંદેશે કહેવરાવ્યું કે, રાજાએ મધ્યાહ્ન–સમયે અહીં એકલાએ જ આવવું.' કામાતુર રાજા પરિણામનો વિચાર કર્યા વગર ગૃહગવાક્ષની ભિત્તિ દ્વારા આવ્યો. આગળથી કરેલી ગોઠવણ પ્રમાણે મજબૂત પુરુષોએ તેને સખત બાંધ્યો. પલંગમાં સૂવરાવી દિવસના સમયમાં જ બૂમ પાડતો હોવા છતાં અભયે કહ્યું કે, “આ ગાંડા ભાઈને વૈદ્યની શાળામાં લઈ જાઉં છું.” એ પ્રમાણે અસંબંધ બોલતા રાજાને વાયુસરખી ગતિવાળા અો જોડેલા રથમાં બેસારીને જલદી રાજગૃહમાં પહોંચાડ્યો. શ્રેણિક રાજા તલવાર ઉગામીને તેના તરફ દોડે છે, ત્યારે અભયે તેમને રોક્યા. ‘ત્યારે શું કરવું ?” એમ પૂછતાં કહ્યું કે, “આ મહાપ્રભાવક અને ઘણા રાજાઓને માનનીય છે, માટે સારો સત્કાર કરીને તેમને નગરીમાં પહોંચાડવા. તેમ કરવાથી બંનેનો નેહ વૃદ્ધિ પામ્યો. અભયકુમારની આવા આવા પ્રકારની પરિણામિકી બુદ્ધિ હતી. (૧૨૨) ગાથાને અક્ષરાર્થ–પરિણામિકી બુદ્ધિમાં અભયનું દષ્ટાંત છે. કેવી રીતે ? (૧) લેહજંઘ લેખ વાહક, (૨) અગ્નિભીરુ રથ, (૩) અનલગિરિ હાથી, (૪) શિવાદેવી. મરકી ઉપદ્રવ-શાંતિ વિષયક ચાર વરદાન પ્રદ્યોત પાસેથી અભયને પ્રાપ્ત થયાં. જીવિત સિવાય અગ્નિપ્રવેશરૂપ પ્રાણત્યાગ કરીને વરદાનની માગણી કરી. એ પ્રમાણે આત્માને પોતે મુક્ત કર્યો. (૧૨૮) કષ્ટ શેઠ – ૧૨૯-શ્રેષ્ઠી દ્વાર–વસંતપુરમાં લોકમાં પ્રતિષ્ઠા પામેલ છેષ્ઠ નામના શેઠ હતા. તેને વજા નામની ભાર્યા હતી. તેમને ત્યાં દેવની પૂજા કરનાર દેવશર્મા નામને અતીવ મનહર બ્રાહ્મણપુત્ર હતા. અતિશય નાનો અને લક્ષણવાળો પ્રિયંકર નામનો પુત્ર હતો. કોઈક સમયે, શેઠે ધન ઉપાર્જન કરવા માટે ઘણું દ્રવ્ય સાથે લઈને કોઈક સારા શુભ દિવસે પરદેશ પ્રયાણ કરતી વખતે ભાર્યાને કહ્યું કે, “આપણા ઘરમાં ત્રણ વસ્તુ પુત્ર સરખી કીંમતી અને શ્રેષ્ઠ છે, તે તેનું તારે બરાબર રક્ષણ કરવું.—એક મદનશલાકા નામની દાસી, બીજે પોપટ પક્ષી, તેમ જ ત્રીજે આ કૂકડો. હવે શેઠ પરદેશ ગયા પછી હંમેશાં તે બ્રાહ્મણ પૂજારી સાથે કુલ અને શીલની મર્યાદાને ત્યાગ કરીને, તેના અતિનિકટના સમાગમમાં રહેવા લાગી. હંમેશાં રાત્રે જ્યારે તે તેની પાસે આવે, ત્યારે તેને મદનશલાકા દાસી એમ કહેતી કે, “શું પિતાજીને ડર છે કે નહિ ?” પોપટ તેને રોકતો હતો કે, “જે માલિકને પ્રિય તે આપણું પણ તાત છે.” અવસર ઓળખનાર પોપટ પિતાનું પણ રક્ષણ કરતા હતા. સ્વભાવથી ન સહન કરવાની ટેવવાળી મદનશલાકા વારંવાર બેલબોલ કર્યા કરે, તેથી તેના મુખના દોષના કારણે પાપિ વજાએ તેને કાઢી મૂકી. કેઈક દિવસે સાધુયુગલ તેના ઘરમાં ભિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy