SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ ] અનુવાદ-ઉ. ૫. તેમ જ પ્રસ્તુત સુખસંબંધની નામની આ વિવૃતિના કાર્મિકી બુદ્ધિ સુધીનાં પૃ. ૯૩ સુધીના ભાગને કેઈકે ગુજરાતી અનુવાદ કર્યો છે. સૌવીરપાથી બ્રહદ્દગચ્છીય મુનિચન્દ્રસૂરિ જીવન અને કવન સામગ્રીસૌવીરપાયી” બૃહદગીય મુનિચન્દ્રસૂરિના જીવન વૃત્તાન્તની ન્યૂનાધિક સામગ્રી નિમ્ન લિખિત કૃતિઓમાં અપાઈ છે– (૧) મુનિચન્દ્રસૂરિ કૃત વિવરણની પ્રશસ્તિઓ. (૨) 19મુનિચન્ટ ચરિય થઈ–મુનિચન્દ્ર ચરિત્ર હતુતિ-આ પ્રસ્તુત મુનિચન્દ્રસૂરિના વિબુધ વિનેય “વાદિ દેવસૂરિની અપભ્રંશમાં ૨૫ પદ્યની રચના છે. (૩) ૧૪ગુવિરહવિલાવ-ગુરુ વિરહ વિલાપ. આ ઉપર્યુક્ત વાદિ દેવસૂરિએ પાઈયમાં ૫૫ પદ્યમાં રચે છે. (૪) “સહસ્ત્રાવધાની મુનિસુન્દરસૂરિ કૃત 'ગુર્નાવલી. આનાં પદ્ય ૬૦-૭૯ અત્રે પ્રસ્તુત છે. (૫) જૈન ગ્રન્થાવલી પૃ. ૨૦૫-૨૦૬ ગત સુનિચન્દ્રસૂરિકૃત એર કુલકોનાં નામ ઇત્યાદિ (૬) દેવિન્દ-નરઈન્દ-પકરણની પ્રસ્તાવના. (૭) પં. બેચરદાસને ૧લેખ નામે “મુનિચન્દ્રસૂરિ અને વાદિ દેવસૂરિકૃત શ્રી મુનિચન્દ્રગુરુસ્તુતિ.” (૮) સુખસંબંધની ટીકા સહિત શ્રીઉપદેશપદ-મહાગ્રન્ય (ભા. ૨) નું કિંચિત વક્તવ્ય, જે વિ. સં. ૧૯૮૧ માં લખાયું છે. (૯) જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૨૪૧-૨૪૩. આના લેખક સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ છે. (૧૦) D, C, G, M, CV. XVII-XIX. આ વર્ણનાત્મક સૂચિપત્ર મારા હાથે સને ૧૯૯૦ થી ૧૯૩૬ માં તૈયાર થયું છે. એમાં ૧ખંડ ૧૮, પૃ. ૨૭૧-૨૭૪ માં મુનિચન્દ્રસૂરિની જીવનરેખા તેમ જ તેમના કૃતિ-કલાપની નેધ લીધી છે. (૧૧) અનેકાન જયપતાકા ખંડ ૧ ને મારે અંગ્રેજી ઉપઘાત. (૧૨)૨૧જિનરત્નકોશ. જીવનરેખા–આમાંની પાંચમી અને સાતમી સામગ્રી મારી સામે નથી. એથી એ સિવાયનીને લક્ષીને હું નીચે પ્રમાણે કેટલીક વિગતે રજૂ કરું છું. જન્મ–મુનિચન્દ્રસૂરિનો જન્મ ઇભનયરી (દર્ભાવતી નગરી)માં થયો હતે. જુઓ ગુ. વિ. પદ્ય ૨૮. એને લગતું વર્ષ કે એમનાં માતા-પિતાનાં નામ તેમ જ એમનાં સાંસારિક જીવન પૈકી એકે ય બાબત જાણવામાં નથી. દીક્ષા-બૃહત' યાને “વડ ગચ્છના સર્વદેવસૂરિને બે શિષ્ય નામે યશોભદ્રસૂરિ અને નેમિચન્દ્રસૂરિ હતા. એમાંથી કઈ એક એમના દીક્ષાગુરુ હશે. એમણે લઘુવયે દીક્ષા લઈ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હતું. વિનયચન્દ્ર પાઠક એમના વિદ્યાગુરુ હતા. જુઓ આ ટકાની પ્રશતિ. નેમિચન્દ્રસૂરિએ મુનિચન્દ્રને ‘સૂરિ પદવી આપી હતી. પંડિત, વાદી અને તપસ્વી–મુનિચન્દ્રસૂરિને આ ત્રણે પ્રકારે પ્રસિદ્ધિ મળી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy