________________
[ ૧૪ ]
કૃત હવએસમાલા મહત્ત્વનું સ્થાન ભોગવે છે. એના અનુકરણરૂપે સમભાવભાવી હરિભદ્રસૂરિએ પાઈય-પ્રાકૃતમાં ૧૦૩૯ પદ્યમાં “આથી’–છંદમાં લેઉવએસપય-ઉપદેશપદ રચ્યું છેએમ જિનવિજયજીનું કહેવું છે. આ. ઉ. પ. માં હરિભદ્રસૂરિએ કેટલીકવાર પુરગામીઓની કૃતિઓમાંથી પધો વણું લીધાં છે. દા. ત. ઉ. ૫. ની પાંચમી ગાથા ઉત્તરઝયણની નિજજુતિની ૧૬૦ મી ગાથા છે. ગા. ૩૯-૫૧ એ નદીની ગા. ૫૯-૭૧ છે. ગા. ૧૬૪ એ સમ્મઈપયરણના તૃતીય કાંડની ૫૩ મી ગાથા છે. વિશેષમાં પ્રસ્તુત અનુવાદમાં સંગ્રહગાથા અને સંગ્રહગાથા-અક્ષરાર્થ એવા ઉલ્લેખ છે. તે ઉપરથી એમ લાગે છે કે મુનિચન્દ્રસૂરિને મતે એને લગતી ગાથાઓ સંગ્રહાત્મક છે-“ સંગ્રહ ગાથા” રૂપ ઉલ્લેખ નિમ્ન લિખિત પૃષ્ઠોમાં છે – ૬, ૩૦-૩૨, ૩૪, ૪૦, ૪૪, ૪૫, *પર, ૬૫, ૨૦૨૨ ૨૨૨, ૨૭૫, ૨૯૨, ૩૪૬, ૪૯૦, “સંગ્રહગાથા-અક્ષરાથ' તરીકેના ઉલ્લેખને લગતા પૃષ્ઠોકે નીચે મુજબ છેઃ-૩૦, ૨૬૩, ૨૬૬, ૨૮૬, ૩૪૬. આમ જે સંડાત્મક ગાથાઓને નિર્દેશ છે, તે સર્વેનાં મૂળ દર્શાવાયાં નથી, તે હવે એ સંશોધનની સામગ્રી પૂરી પાડે છે.
મુખ્યતયા ધર્મકથાનુયોગાત્મક આ. ઉ. ૫. ના પ્રારંભમાં મનુષ્યભવની દુર્લભતાનાં દશ દષ્ટાન્તો છે. ત્યારબાદ એમાં જૈન શાસ્ત્રોને અભ્યાસ, અશ્રતનિશ્રિત મતિજ્ઞાનના ચાર "પ્રકારે–ત્પત્તિકી, નચિકી, કાર્મિક અને પરિણામિકી બુદ્ધિનાં કારણે, બટુની પરીક્ષા,
હિણી યાને પાંચ ફેતરાવાળા ડાંગરની કથા, મહાગિરિ અને મૂકનાં વૃત્તાન્ત, કાર્ય. સિદ્ધિનાં પાંચ કારણે, દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા, મોહનું નિરૂપણ, અત્યદ્રવ્ય, જીરું શ્રેણીની કથા, જિનધર્મ વગેરેનાં દૃષ્ટાન્ત, ગુરુકુલવાસ, ઉપવાસ તેમ જ ધાર્મિક શિક્ષણ લેવા–આપવાની પદ્ધતિ ઇત્યાદિ વિવિધ બાબતે રજૂ કરાઈ છે. વિશેષમાં ગા. ૮૫૯-૮૮૫માં વાક્યાથ, મહાવાક્યર્થ અને ઔદંપર્યાનું નિરૂપણ છે.
વિવરણે–ઉ. ૫. ઉપર ત્રણેક વિવરણે રચાયાં છે. (૧) વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૦૫૫ માં સંસ્કૃતમાં રચેલી ‘ટીકા. આ અપ્રકાશિત જણાય છે.
(૨) મુનિચન્દ્રસૂરિએ પિતાના શિષ્ય રામચન્દ્ર ગણિની સહાયતાથી સુખ સંબોધની નામની સંસ્કૃતમાં વિ. સં. ૧૧૭૪માં રચેલી વિવૃતિ. એમાં અર્થદષ્ટિએ ગહન એવી કઈક વૃત્તિને ઉલ્લેખ છે. તે તે શું ઉપર્યુક્ત ટીકા છે કે કેમ? તે જાણવું બાકી રહે છે. આ વિવૃતિ મૂળ-સહિત મુક્તિ-કમલ-જૈન-મેહન-માળામાં બે ભાગમાં અનુક્રમે સને ૧૯૨૩ અને ૧૯૨૫ માં છપાઈ છે. જેના આધારે પ્રસ્તુત ગૂર્જરનુવાદ અનુવાદકશ્રીએ તૈયાર કર્યો છે, દ્વિતીય ભાગમાં બંને ભાગને લગતે વિસ્તૃત વિષયાનુક્રમ છે. આ વિવૃતિ પત્ર ૧ આમાં દ્વિતીય પદ્યમાં ઉ.પ.ને તસ્વામૃતને સમુદ્ર અને સમસ્ત વિબુધે (દેવો અને સાક્ષર)ને આનન્દજનક કહેલ છે. (૩) અજ્ઞાતકર્તક ટીકા આ કેઈ સ્થળેથી છપાયાનું જાણવામાં નથી.
સારાંશ-ન્યાયાચાર્ય યશવિજય ગણિએ ઉ. ૫. ને સારાંશ પાઈયમાં “ઉવએસ રહસ્ય” નામના પિતાના ગ્રન્થમાં હૃદયંગમ રીતે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org