________________
૧૧૨ ]
ઉપદેશપદ-અનુવાદ
મળવાથી તે વાતમાં સમ્મતિ આપી, પુત્રવિરહમાં પૃથ્વીને પણ સ્મશાન સરખી શૂન્ય માનવા લાગ્યા. પછી સીતા-સહિત બંને કુમારે દક્ષિણદિશા તરફ પ્રયાણ કરવા લાગ્યા. તે વખતે નગરના લોકો અતિશય શેકસમુદ્રમાં ડૂબી ગયા. અનુક્રમે તેઓ ચાલતાં ચાલતાં મહારાષ્ટ્ર દેશમાં ગહન અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં હિમાલય પર્વતમાં મદોન્મત્ત હાથીની જેમ સ્થિરવાસ કરીને રોકાયા. ફલ, ફૂલ, કંદાદિનાં ભજન અને ઝરણાંના નિર્મલ નીરનું પાન કરતા. પિતાને વિનય કર્યાના કારણે પિતાને કૃતાર્થ માનતા હતા. પરોપકાર કરવાની ઈચ્છાવાળા તેઓ હંમેશાં તેવા તેવા પ્રકારનું આચરણ કરતા હતા અને એકલી સીતા જ માત્ર તેના શરીરની સારસંભાળ કરનારી હોવા છતાં સંતોષ ચિત્તવાળા એવા તેઓના દિવસો પસાર થતા હતા. ત્યારે પહેલાં પણ જેને સીતા ઉપર ગાઢ રાગ હતું, તેવા લંકાના અધિપતિ રાવણને ખબર પડી કે, “જનકપુત્રી સીતા સહિત રામ એકલા વનવાસ સેવન કરે છે તે પ્રપંચી તે સીતાનું હરણ કરવાને પ્રસંગ શોધવા લાગ્યા. કેઈક સમયે રામ અને લક્ષ્મણને બીજા કાર્યમાં વ્યાકુલ બનાવીને, સીતાને પુષ્પક નામના વિમાનમાં બેસારીને લંકાપુરી લાવ્યા. રામલક્ષ્મણ પિતાના નિવાસ-સ્થાને આવ્યા તો, સીતાને ક્યાંય દેખતા નથી, જાણે સર્વસ્વ ગૂમાવ્યું હોય, તેમ શોક અને પરાભવ પામવા લાગ્યા. સુગ્રીવની સહાયથી હનુમાન દૂત દ્વારા મેળવેલા સતાના સમાચારથી લંકામાં પહોંચીને બંધુ-કુટુંબ-સહિત રાવણને વધ કર્યો. તલના ફોતરા જેટલું અલ્પ પણ જેનું શીલ ખંડિત થયું નથી, તેમ જ દઢ શીલ પાલન કરવાના કારણે જેણે પ્રૌઢ યશસમૂહ ઉપાર્જન કરેલ છે, એવી જનકપુત્રી સીતાને પાછી પ્રાપ્ત કરી. એ પ્રમાણે પરલોક પામેલા પિતાથી વિરહિત અયોધ્યાપુરીમાં રામ ચૌદ વર્ષે આવ્યા. અત્યાર સુધી રાજકાર્ય ભરત સારી રીતે સંભાબતે હતો. રામની આજ્ઞાથી લક્ષમણને રાજ્યાભિષેક થયે. રાજ્યસુખ અનુભવતા, શુભ મનવાળા તેઓના દિવસો આનંદમાં પસાર થતા હતા. (૨૦) દરમ્યાન ખોટાં આળ ચડાવનારા અલિક લોકોએ શીલ-ખલનના મોટા દોષને આરોપ અને તેના કારણે અપયશનું કલંક સીતા પર ચડાવ્યું. લોકે એમ બોલવા લાગ્યા કે, “પરસ્ત્રીમાં લંપટ, સર્વ વિષયમાં વિરુદ્ધ વર્તનારા રાવણને ઘરે રહેલી સીતાનું શીલ પવિત્ર શી રીતે ટકી શકે? પોતાની પત્નીનું પવિત્રપણું પોતે જાણતા હોવા છતાં લોકાપવાદના કારણે રામે કંઈક અવજ્ઞા બતાવી, જેથી સીતા અતિશોક પામી. અંતઃપુરમાં રહેતી સીતા ઉપર ઈર્ષા વહન કરતી એવી શક્યા ક્ષત પર ક્ષાર ભભરાવનારની જેમ એક વખત કહેવા લાગી કે, “અરે! સાંભળ્યું છે કે, “ત્રણે જગતમાં સહુથી ચડિયાતા રૂપવાળે રાવણ છે, તે તેનું રૂપ કેવું છે? તે તું તેનું ચિત્રામણ ચિતરી આપ.” (૨૫) કહેવત છે કે, “સહુ કોઈ પોતાના અનુમાનથી પારકાના આશયની કલ્પના કરે છે, તેથી નીચને સામે નીચ અને મહાનુભાવને સામો મહાનુભાવ જણાય છે.” એ ન્યાયાનુસાર સીતાએ શેના આગ્રહથી રાવણના ચરણનું પ્રતિબિંબ ચીતર્યું. મેં તેને ઉપર આકાર કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org