SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વનચિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચિત્રકારપુત્ર : [ ૧૦૩ અતિસ્થિર ચિત્તપણથી મૃગાવતીએ વિચાર્યું કે, “નકકી આ ઉદયન નામના અતિ નાના બાળકને પણ આ રાજા મારી નાખશે–એમ વિચારીને તરત પ્રદ્યોત રાજા પાસે એક દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે, “આ બાલકુમાર માને છે, અમો તમારે ઘરે આવીએ તે, સામંત રાજાઓ તેને પરાભવ કરશે અને બીજા નજીકના કેઈ રાજા તેને હેરાન-પરેશાન કરશે, તો પ્રસ્તુત કાર્યને હાલ સમય નથી, માટે થોડો વિલંબ સહન કરે.” પ્રદ્યોતે કહેવરાવ્યું કે, “મારા સરખો ચિંતા કરનાર હોય, પછી કોની દેણ છે કે, તેની સામે આંગળી પણ કરી શકે ?” ત્યારે મૃગાવતીએ કહ્યું કે, “મસ્તક પાસે સર્પ વાસ કરતો હોય અને ગારુડિક સો યોજન દૂર હોય તો તે સમયે શું કામ લાગે ?” એમ કહેવરાવ્યા છતાં તે અતિતીવ્ર રાગાધીન બનેલો હોવાથી રોકાઈ શકતો નથી, એટલે કહેવરાવ્યું કે, “કૌશાંબીને મજબૂત રીતે દરેક પ્રકારે સજજ કરે.” (૫૦) પ્રોત તે વાત કબૂલ રાખી પૂછાવ્યું કે, “કેવી રીતે ?” તે કે ઉજજયિની નગરીની ઇટે. મજબૂત છે, ત્યાંથી છેટે મંગાવી નગરી ફરતો વિશાળ મજબૂત કિલ્લો બંધાવી દેવો.” કહેવું છે કે-“કામાધીન મનુષ્ય તેના પ્રિયજન વડે પ્રાર્થના કરાયો હોય, ત્યારે શું શું ન આપે? શું શું ન કરવા લાયક કાર્ય પણ ન કરે?” ત્યાર પછી પોતાના આજ્ઞાંકિત ચૌદ રાજાઓને પરિવાર–સૈન્ય સહિત બંને નગરીની વચ્ચેના લાંબા અંતરામાં સ્થાપન કર્યા. પુરુષની લાંબી શ્રેણી ઉભી રાખી તેની પરંપરા દ્વારા તેઓએ ઇટો મંગાવી અને કૌશાંબી નગરી ફરતો હિમાલય સરખે ઉચો કોટ બનાવ્યું. કિલે તો થયે, પરંતુ ધાન્ય, ઇધણાં, જળ રહિત એકલા કોટ સહિત નગરી શા કામની ? એટલે વિશ્વાસ પામેલા રાજાએ ધાન્યાદિકથી પણ નગરી સજજ કરી. કહેવું છે કે-“શુક્રાચાર્ય જે શાસ્ત્ર જાણે છે અને બૃહસ્પતિ પણ જે શાસ્ત્ર જાણે છે, તે, સ્વભાવથી જ સ્ત્રીની બુદ્ધિમાં પ્રતિષ્ઠા પામેલું છે.” તે વચનને અનુસરતી મૃગાવતીએ ગમે તેવા ઘેરાને પહોંચી વળાય, તેવા પ્રકારની ઉત્તમ નગરી બનાવી. ત્યાર પછી મૃગાવતી પિતાને શીલ-રક્ષણ માટે વિચારવા લાગી કે, “ખરેખર તે ગામ, નગર વગેરે ધન્ય છે કે, જ્યાં સર્વ જગતના જીવ પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર એવા છેલ્લા તીર્થકર વીર ભગવંત વિચરી રહેલા છે. વળી તેઓ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં પરચક્ર, દુકાળ, અકાળમરણ અને અનર્થો દૂર જાય છે અને લોકોનાં મનને આનંદ થાય છે. જો કેઈ પ્રકારે મારા પુણ્યથી સ્વામી અહિં પધારે, તો સમગ્ર મમતા ભાવનો ત્યાગ કરીને તેમના ચરણ-કમલમાં દીક્ષા અંગીકાર કરું.” પરોપકાર કરવામાં તત્પર એવા મહાવીર ભગવંત તેમના મનોરથ જાણીને, ઘણું દૂર દેશાન્તરથી આવીને તે નગરીના ઈશાન ખૂણામાં રહેલા ચંદ્રાવતાર ઉદ્યાનમાં ઉતર્યા. તે કારણે વરની શાંતિ થઈ અને ચારે નિકાયના દેવો પણ આવ્યા. સર્વ જીવોને શરણ કરવા લાયક, જન-પ્રમાણ ભૂમિને ભાવતું સમવસરણ દેવોએ તરત તૈયાર કર્યું. મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢોની વિદુર્વણા કરી. તેના ઉપર ઊંચી વિજા-પતાકાઓ, નિશાને એટલા મોટા જથ્થામાં ઉડીને ફરકતા હતા કે, જેથી સૂર્ય ઢંકાઈ જતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy