SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] ઉપદેશપદ-અનુવાદ સિદ્ધ થાય છે. (૨૫) તરત જ નગરીમાં જે ચિતારાઓ હતા, તે સર્વેને તે ચિત્રસભા વહેંચી આપીને ચિત્રામણ કરવાનાં સર્વ સાધન-ઉપકરણો આપીને ચિત્રકામ શરુ કરાવ્યું. પ્રાપ્ત થયેલા દેવતાઈ વરદાનવાળા ચિત્રકાર પુત્રને અંતઃપુરના તરફનો ચિત્રસભા ચિતરવા માટેનો વિભાગ મળ્યો. હવે કઈ વખત જાળીમાંથી મૃગાવતીના પગનો અંગૂઠો જોયો. તે ઘણી રૂપવતી અને રાજાના હંમેશાં અતિ પ્રેમનું પાત્ર હતી. અંગૂઠા દેખવાના અનુસાર તે ચિત્રકાર પુત્રે તે મૃગાવતીના આખા ચિત્રને ચિતર્યું. ત્યાર બાદ નેત્ર મીંચાવા સમયે પૂર્ણ સાવધાની રાખવા છતાં હાથમાંથી કાજળનું નાનું ટપકું ચિત્રામણની અંદર સાથળના ભાગમાં પડયું. તેને ભૂંસી નાખ્યું, ફરી ટપકયું, ફરી લૂંટ્યું. એમ ત્રણ વખત ટપકર્યું અને ભૂંસી નાખ્યું. તેણે વિચાર્યું કે, “એ પ્રમાણે જ ત્યાં તલ કે કાળું ટપકું હશે.” તેથી તે ત્યાં રહેવા દીધું. ચિત્રનું કાર્ય પૂર્ણ થયા પછી રાજાને વિનંતિ કરી કે-“હે દેવ ! આપ ચિત્રસભા જેવા પધારો.” અતિપ્રસન્ન મનવાળા રાજા જેવા લાગ્યા. બારીકીથી જોતાં જોતાં તેણે મૃગાવતીનું રૂપ તેમ જ સાથળમાં કાળું ટપકું બંને જોયાં. “આ ચિત્રકારે મારી પત્નીને નકકી ભ્રષ્ટ કરી છે.” મનમાં રેષ કરીને ચિત્રકાર પુત્રના વધની આજ્ઞા કરી. ચિત્રકારોના મંડલે આવીને વિનંતિ કરી કે, “એને તો એક અંગ જેવા માત્રથી આખું રૂપ ચિત્રી શકે તેવું દેવતાઇ વરદાન મળેલું છે. હે સ્વામી ! તે મારી નાખવા ગ્ય નથી.” રાજા કહે કે, “વરદાન મળ્યાની ખાત્રી શી? એક કુબડી દાસીના મુખમાત્રને જેવાથી આખું તેનું આબેહૂબ રૂપ ચિતયું. એવી રીતે પણ ખાત્રી કરી આપી, તે પણ મારો રોષ નિષ્ફલ ન થાય, તેથી કરીને તેના જમણા હાથને અંગૂઠો કાપવાની અને દેશવટે દેવાની આજ્ઞા કરી. તે ચિત્રકાર ફરી સાકેત નગરીમાં ગયો અને ત્યાં સુરપ્રિય યક્ષની આરાધના કરી. પ્રથમ ઉપવાસના અંતે કહ્યું કે, “ડાબા હાથથી પણ ચિતરી શકીશ.” આ પ્રમાણે યક્ષ પાસેથી ફરી પણ વરદાન મળ્યા પછી તે ચિત્રકાર શતાનીક રાજા ઉપર ખૂબ રોષે ભરાયો અને તેને અતિદુસ્સહ દુઃખમાં નાખવાના ઉપાયો ચિંતવવા લાગ્યા. એક પાટિયામાં અતિશય સ્વરૂપયુક્ત મૃગાવતી રાણીનું ચિત્રામણ આલેખ્યું. ઉજજયિની નગરીમાં કામાંધ એવા ચંડપ્રદ્યોત રાજાને તે રૂપ બતાવ્યું. દેખતાં જ રાજા કામાંધ બની ગયો અને પૂછયું કે, “કેનું રૂપ છે?” સર્વ હકીકત જણાવી અને તેણે તરત જ કૌશાંબી નગરીના રાજા પાસે અતિ આકરા દૂતને મોકલ્યા. (૪૦) દૂત સાથે સંદેશ મોકલાવ્યો કે, “તારી મૃગાવતી નામની પત્નીને તું તરત ને તરત મને અર્પણ કર, નહિંતર સામે આવતા મારી સાથે સંગ્રામ કરવા તૈયાર થા.” આ સાંભળતાં જ ભ્રકુટી ચડાવવાથી ભયંકર ભાલતટવાળા શતાનીક રાજાએ તને તિરસ્કાર કરીને હાંકી કાઢ્યો. ત્યાર પછી દૂતનાં વચન સાંભળી કેપ પામેલા માનસવાળે અવંતિનરેશ ચંડપ્રદ્યોત સર્વ સેના સહિત કૌશાંબી તરફ ચાલ્યો. યમદંડના આકાર સરખા તેને સૈન્ય સાથે ઉતાવળે આવતે જાણીને અલ્પ સેન્ય-પરિવારવાળો શતાનીક રાજા અતિસારના રોગથી મૃત્યુ પામ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy