SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વનયિકી બુદ્ધિનાં ઉદાહરણે, કલ્પક મંત્રીની કથા [ ૯૯ હવે તેના પર દ્વેષવાળા જુના મંત્રીએ એક છિદ્ર મેળવ્યું. કોઈક લાગ મળ્યો, એટલે રાજાને વિનંતિ કરી કે, “હે દેવ ! આ સુંદર થતું નથી. કારણ કે, કપક આપની વિરુદ્ધ કાર્ય કરી રહેલો છે. પોતાના પુત્રને રાજગાદીએ બેસાડવાનો છે. આ મારી વાત ફેરફાર ન માનશે. નહિંતર, સંગ્રામ–ગ્ય ઉપકરણો -હથિયારો કેમ તૈયાર કરાવે ?” (૧૦૦), “રાજાએ ઘણે ભાગે નીકના પાણ સરખા હોય છે. તેમને ધૂર્તો જ્યાં વાળે છે, ત્યાં વળે છે.” પિતાના વિશ્વાસુ પુરુષો પાસે તપાસ કરાવી કે, હથિયાર ઘડાવે છે-તે વાત બરાબર છે. એટલે અતિકપ પામેલા રાજાએ આખા કુટુંબ સહિત ક૯૫કને એક ઊંડા કૂવામાં ઉતાર્યો. તેમાં રહેલા તેઓ સર્વે માટે એક સેતિકા–પ્રમાણ બાફેલા કેદ્રવાની ઘેશ, તથા પાણીની એક કાવડ અપાતી હતી. એટલે કપકે પોતાના કુટુંબને કહ્યું કે આપણા કુલનો વિનાશ થવાનો સમય આવ્યો છે. માટે જે કાઈ કુલને ઉદ્ધાર કરી શકે તથા વેરને બદલે વાળી શકે, તેણે આ કેદ્રવાની ઘેશ ખાવી, બીજાએ નહિં. ત્યારે કુટુંબ કે બોલ્યા કે, “તમારા સિવાય બીજા કોઈની તેવી શક્તિ નથી, માટે તમે જ આનું ભજન કરો.” બીજા સર્વે એ ભક્ત-પ્રત્યાખ્યાનરૂપ અનશન અંગીકાર કર્યું અને દેવલોક પામ્યા. તે ભેજન ગ્રહણ કરીને ક૯પક પ્રાણ ધારણ કરતા હતા. દરમ્યાન આસપાસ સીમાડાઓના રાજાઓમાં વાત પ્રસરી કે, ક૯૫ક તેના પુત્ર-પરિવાર સહિત મૃત્યુ પામ્યા છે. તેથી ઉત્સાહિત બનેલા તે રાજાઓએ તરત પાટલિપુત્રની ચારે બાજુ સૈન્ય લાવી ઘેરો ઘાલે. અણધાર્યો નંદ રાજા ઘેરાઈ જવાથી તે બેબાકળ-હોશ-કોશ વગરને થઈ ગયે. બીજે કઈ ઉપાય ન પ્રાપ્ત થવાથી કેદખાનાના ઉપરીને પૂછ્યું કે- પેલા કૂવામાં કલ્પકને કઈ સગોસંબંધી જીવે છે? તેને પુત્ર, સ્ત્રી, નોકર ગમે તે હોય પણ તેમના ઘરના માણસોની બુદ્ધિ જગતમાં વખણાય છે. ત્યારે કેદખાનાના રખેવાળેએ કહ્યું કે, “હે દેવ ! અંદર કઈ છે, તો ખરું જ. હંમેશાં ભેજન નાખીએ છીએ, તે કઈક ગ્રહણ કરે છે. તેમાં એક માચો મોકલ્ય, દુર્બળ દેહવાળા કપકને તેમાં બેસારી કૂવામાંથી બહાર કાઢ્યો. વિવિધ પ્રકારના ઔષધોપચાર કરી તેનું શરીર આગળ જેવું સારું કર્યું. કહ૫કને કિલ્લા ઉપર ચડાવ્યું. તેને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. સુંદર આકૃતિવાળા ક૯૫કને જ્યાં વિરોધી રાજા અને સૈન્યને બતાવ્યા એટલે ભયભીત બની ક્ષણવારમાં પલાયન થઈ ગયા. તો પણ શત્રુરાજાઓ નંદની પાસે ભંડાર અને લશ્કર-ઘોડા વગેરે ઘટી ગયા છે-એમ જાણીને વધારે ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યાર પછી નંદરાજાએ તેઓના ઉપર એક લેખ લખી મોકલાવ્યો કે, “તમને સર્વેને જે કઈ એક માન્યપુરુષ હોય, તેને મોકલે, જેથી ઉચિત સંધિ કે કરવા લાયક મંત્રણા કરીશું.' ત્યાર પછી નાવડીમાં બેઠેલો ક૯૫ક અને તેઓએ મેકલેલ પુરુષ ડાક આંતરે એકઠા થયા અને દૂર એક-બીજા ઉભા રહ્યા. ત્યાર પછી ક૯૫ક હાથની સંજ્ઞા–ચેષ્ટાથી તેઓને ઘણું કહે છે કે, “જેમ શેરડીના સાંઠાને ઉપર-નીચે કાપી નાખ્યો હોય, તેમજ દહિંના મટકાને ઉપર કે નીચે કાણું પાડી ભૂમિ પર પટકાવ્યું હોય, તે હે ભદ્ર! તેનું ફળ શું આવે? ગૂંચવાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy