________________
(૨) વૈનાયિકી બુદ્ધિનાં ઉદાહરણ, કલ્પક મંત્રીની કથા
બની જિનવચનને ઉત્તમ માનવા લાગ્ય-એમ કેટલોક સમય પસાર થયા પછી તેને ત્યાં ચોમાસું રહેવા સાધુ આવ્યા. તે વખતે તેને ત્યાં પુત્ર જન્મે કે તરત જ તેને ભયંકર બીહામણું રૂપવાળી રેવતી નામની વનચરી-વ્યંતરી વળગી. તે સમયે ભવનાક૯૫ કરતા સાધુઓની નીચે રહી તે બાળકને ભાવિત કરવા લાગી, એટલે તે કલ્પના પ્રભાવથી બાળક સાજો થયે અને પેલી વ્યંતરી ચાલી ગઈ. ત્યાર પછી તેના સર્વે જન્મેલા બાળકો સ્થિર રહ્યા. તે કારણે માતા-પિતાએ ઉત્તમ દિવસે સ્વજનાદિકને સત્કાર કરવા પૂર્વક તે બાળકનું નામ ક૫. પાડયું. શુક્લપક્ષના ચંદ્રની જેમ દેહથી તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યો. માતા-પિતા મૃત્યુ પામ્યા પછી તેણે બ્રાહ્મણજનને યોગ્ય ચૌદે વિદ્યાનાં સ્થાનકે એકદમ ભણીને તૈયાર કર્યા.
તે ચૌદ વિદ્યાસ્થાનકે આ પ્રમાણે સમજવાં–
છ અંગો, ચાર વેદ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, પુરાણ અને ધર્મશાસ્ત્રો. તેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુત, જતિષ અને છંદ એ શાસ્ત્રોને પંડિતો અંગ કહે છે. હવે તે સર્વ બ્રાહ્મણોમાં ચડિયાત ગણાય. અતિસંતેષ પામેલો હોવાથી રાજા આપે તો પણ તેનું દાન ગ્રહણ કરતો નથી. યૌવનગુણ પામેલ છતાં, તેમ જ વિદ્યાગુણથી પરમ સૌભાગ્ય પામેલો હોવા છતાં સારા રૂપથી પૂર્ણ એવી કન્યાને પણ પરણવા ઈચ્છતું નથી. અનેક છાત્રોથી પરિવારે હંમેશાં નગરમાં ફરવા નીકળે છે. હવે તેના જવા-આવવાના માર્ગની વચ્ચે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને અતિ સ્વરૂપવતી એક કન્યા હતી, પરંતુ જલ્સ નામના વ્યાધિથી હેરાન થતી હતી. તેથી બહુ જાડા શરીરવાળી થઈ જવાથી રૂપવાળી હોવા છતાં તેને કઈ પરણતું ન હતું. એમ કરતાં તેની વય ઘણી વધી ગઈ. ઋતુસમય થયો, તે તેના પિતાએ જાણ્યું. પિતા વિચારવા લાગ્યું કે, શાસ્ત્રમાં કહેવું છે કે-“જે કુંવારી કન્યાને ઋતુકાળ આવી રુધિરપ્રવાહ વહે, તે બ્રાહ્મણને પરણવી વર્જિત છે.” આ કલ્પક બટુક સત્યપ્રતિજ્ઞાવાળો છે, તો કેઈ ઉપાય કરીને મારી કન્યા તેને આપું, નહિંતર એનો વિવાહ નહિ થાય. પોતાના ઘરના દ્વારા પાસે તેણે ખાડો ખોદાવ્યું અને તેમાં તેને સ્થાપન કરી, ત્યાર પછી મોટા શબ્દોથી પિકાર કરવા લાગ્યો કે-“અરે ઓ કલપક ! આ ખાડામાં પડી ગઈ છે, જે કઈ તેને બહાર કાઢશે, તેને મેં આપેલી જ છે. તે સાંભળીને કરુણા હદયવાળા તે કપકે તેને બહાર કાઢી, ત્યાર પછી તે કન્યાના પિતાએ કહ્યું કે-“હે પુત્ર! તું સત્ય પ્રતિજ્ઞાવાળા છે, તો આની સાથે પરણ. ત્યાર પછી અપયશના ભયથી તેણે કઈ પ્રકારે તેનો સ્વીકાર કર્યો. (૭૫) ઔષધે આપીને તેને નિરોગ શરીરવાળી કરી. રાજાના સાંભળવામાં આવ્યું કે, “અહિં નગરમાં કલ્પક પંડિતશિરોમણિ છે.” રાજાએ તેને બોલાવીને કહ્યું કે, “હે કપક ! હવે આ રાજ્યની ચિંતા તું કર. આ આખું રાજ્ય તારે આધીન કરું છું. તારી બુદ્ધિથી તું બૃહસ્પતિને પણ હસી કાઢે છે. હવે અમારે માત્ર ખાવા અને પહેરવા વસ્ત્ર મળે એટલે બસ. તે સિવાય અમારે કશી જરૂર નથી.” ત્યારે કપકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org