SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] ઉપદેશપદ- અનુવાદ શ્રેણિક રાજા તથા કણિક મૃત્યુ પામ્યા પછી, કણિકના પુત્ર ઉદાયી રાજાએ પાટલિપુત્ર નગર વસાવી રાજધાની સ્થાપી. સૂર્ય માફક તે પ્રચંડ તાપવાળો સર્વ દિશામંડલોને તપાવત, દુશ્મનરૂપી કુમુદવનને પ્લાન કરી નાખતે હતો. તેણે રાજ્યભંડાર પૂર્ણ કર્યો. હાથી વગેરે ચતુરંગ સેનાવાળા બની, સામ, દામ, દંડ, ભેદનીતિમાં નિપુણ બની તે સારી રીતે રાજ્ય પાલન કરતો હતે. વળી તેવા પ્રકારના ગીતાર્થ ગુરુમહારાજના ચરણારવિંદની સેવા દ્વારા પ્રાપ્ત કરેલા સમ્યક્ત્વવાળો પ્રશમદિગુણરૂપ રત્નમણિ માટે જાણે રેહણપર્વત હોય, તેવો જણાતો હતો. તેણે નગરની બહાર મનહર આકૃતિવાળું, હિમાચલ પર્વત સરખી ઊંચાઈવાળું, શ્રી વીતરાગ પરમાત્માનું એક જિનમંદિર કરાવ્યું. તે રાજા હંમેશાં સુંદર અષ્ટાલિકા-મહત્સવ કરાવતો, તેમ જ સાધુના ચરણની પૂજા-વંદના-ઉપાસના કરતો હતો. વળી દીન, અનાથ આદિને દાન આપતો હતો. સમ્યફત્વ, અણુવ્રત તથા પૌષધ, સામાયિકાદિ કરવા-કરાવવા દ્વારા તેણે ધર્મની ઘણી પ્રભાવના કરીને શાસનની ઉન્નતિ કરી હતી. તે કારણે તેણે ત્રણે લેકમાં પૂજાવાના અંગભૂત તીર્થંકર-નામકર્મ ઉપાર્જન કર્યું. જે કારણ માટે સ્થાનાંગસૂત્રમાં તે કમ બાંધનારાઓની સંખ્યા આ પ્રમાણે કહેલી છે.–૧ શ્રેણિક, ૨ સુપાર્શ્વ, ૩ પિટ્ટિલ, ૪ દઢાયુ, ૫ શંખ, ૬ શતક, ૭ ઉદાયી, ૮ સુલસા અને ૯ રેવતી-એમ વીર ભગવંતના તીર્થમાં નવ આત્માઓએ તીર્થંકર-નામકર્મ બાંધ્યું છે. તે ઉદાયિ રાજાએ પોતાની પ્રચંડ આજ્ઞાથી સમગ્ર ખંડિયા રાજાઓ ઉપર આજ્ઞા ચલાવવાના કારણે તેઓ નિરંતર ચિત્તમાં ખેદ અનુભવતા હતા. કેઈક સમયે કોઈક અપરાધથી એક રાજાને તેના પરિવાર સહિતનો દેશ પડાવી લીધો અને તે રાજાને દેશપાર કર્યો. અનુક્રમે તે ઉજયિનીએ પહોંચ્યા અને તેના રાજાની સેવામાં તત્પર બન્યું. ત્યાર પછી હંમેશાં આજ્ઞા પામવાથી કંટાળેલા ઉજજયિનીના રાજાએ કહ્યું કે-“અમને એ કઈ અંકુશ મળતો નથી કે, જે આ માથાભારે બનેલા અને માથા પર ચડેલા ઉદાયિરાજાને દૂર કરે. તે વખતે સેવક બનેલા તેના પ્રત્યે મોટા રેષવાળા રાજપુત્રે કહ્યું કે, “જો આ૫ મને પીઠબલ આપો, તો આ કાર્ય હું સાધી આપું.” એટલે તે રાજાએ તેમાં સમેતિ આપી; એટલે તે કંકલેહની છરી ગ્રહણ કરીને પાટલિપુત્ર તરફ ચાલ્ય, અનુક્રમે ત્યાં પહોંચ્યો. અંદર-બહારની પર્ષદાના સેવકવર્ગની ઉચિત સેવાવૃત્તિ કરવા છતાં ધારેલો સમય ન મેળવી શક્યો. તે ઉદાયી રાજા આઠમ–ચૌદશના સર્વ પર્વ દિવસમાં રાજ્યકાર્યો છોડીને એકાગ્ર ચિત્તથી પૌષધ કરતો હતો. અત્યંત ક્ષીણ જંઘાબલવાળા, સ્થાનાંતરમાં વિહાર કરવા અસમર્થ એવા ધર્મ શેષ નામના આચાર્ય ત્યાં સ્થિરવાસથી રહેતા હતા. રાજાઓને સાધુ પાસે ઉપાશ્રયે જઈ પોસહ કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે”—એમ ધારીને આચાર્ય પોતે પિસહ કરવાના દિવસોમાં રાજભવનમાં જતા હતા. રાજાએ પોતાના પરિવારને સૂચના આપી હતી કે, “રાત્રે કે દિવસે આવતાજતા સાધુઓને રોકવા નહિ.” આ હકીકત પેલા દુષ્ટ અભિપ્રાયવાળા રાજપુત્રના જાણવામાં આવી કે, સાધુઓને રાજમહેલમાં રોક-ટેક વગર પ્રવેશ મળે છે. (૨૦) ત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy