________________
(૨) વિનાયકી બુદ્ધિનાં ઉદાહરણ
[ ૯૩
થયેલી હોવાથી પૂરા મહિના થયેલા ગર્ભવાળી છે, વળી તેને પુત્ર જન્મશે. કારણ કે, તેણે જમણો પગ ભાર દઈને મૂકેલ છે, તેમ પગલાંથી જણાય છે. જમણી કુક્ષિમાં ગર્ભે આશ્રય કર્યો હોય, તે પુત્ર થાય. વળી રસ્તા પરના વૃક્ષો પર તેણે પહેરેલ લાલ વસ્ત્રના તાંતણ વળગી ગયેલા હોવાથી તે પણ પુત્રોત્પત્તિ-સૂચક છે. તેમ નિમિત્તશાસ્ત્રમાં કહેલું છે. તે જ બંને સિદ્ધપુત્રો નદી-કિનારે જળપાન કરીને જેટલામાં બેઠા, તેટલામાં જળ ભરવા માટે હાથમાં ઘડો લઈને આવેલી એક વૃદ્ધાએ સિદ્ધપુત્રોને જોયા.
કોઈ નિમિત્તજ્ઞાનવાળાઓ પુત્રના સમાચાર કહેશે”-એમ સમજી લાંબા કાળથી પરદેશ ગયેલા પોતાના પુત્રને આગમનકાળ પૂછળ્યો કે, “મારો પુત્ર ઘરે ક્યારે આવશે?” પૂછવામાં વ્યગ્ર બનેલી હોવાથી, તેના હાથમાંથી ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો અને ભાંગી ગયો. તે વખતે એક નિમિત્તિયાએ એકદમ વિચાર કર્યા વગર બોલી નાખ્યું કેતે થતાં તે થાય અને તેના જેવું થતાં તેના જેવું થાય” એ શ્લોક બેલીને કહ્યું કે, તારો પુત્ર મૃત્યુ પામ્યો, નહીંતર તત્કાલ આ ઘડો કેમ ભાંગી જાય?” બીજા શિવે કહ્યું કે, “હે વૃદ્ધા ! તું ઘરે જા, તારે પુત્ર ઘરે આવીને બેઠેલે છે.” પેલી તરત ઘરે પહોંચી, પુત્ર-દર્શન થયાં, મનમાં હર્ષ પામી. વસ્ત્ર-જડી તથા કેટલાક રૂપિયા લઈને ગૌરવ-પૂર્વક બીજા શિષ્યને સત્કાર કર્યો. પ્રથમ સિદ્ધપુત્ર ખોટો પડવાથી વિલખે થયે અને ગુરુની પાસે આવીને કહેવા લાગ્યું કે–આપે ભક્તિવાળા મને પેલાની માફક નિમિત્તશાસ્ત્રને પરમાર્થ કેમ ન ભણાવ્યું ?” સિદ્ધપુત્રે તે બંનેને પૂછયું. તેઓએ બનેલ યથાર્થ વૃત્તાન્ત જણાવ્યું. ગુરુએ પૂછયું કે-“તે મરણ કયા કારણથી જણાવ્યું?” ત્યારે કહ્યું કે, ઘડો ભાંગી ગયે, તેથી. બીજાએ કહ્યું કે-“ઘડો માટીમાંથી ઉત્પન્ન થયો અને તેમાં મળી ગ; એમ તે પુત્ર માતામાંથી ઉત્પન્ન થયા અને માતાને મળી ગ”-એ નિર્ણય મેં કર્યો. ત્યારે પ્રથમ શિષ્યને ગુરુએ કહ્યું કે-“હે ભદ્ર! આમાં મારો અપરાધ નથી, પરંતુ તારી બુદ્ધિની જડતાને અપરાધ છે, જેથી વિશેષ ખુલાસા સહિત નિમિત્તશાસ્ત્રના રહસ્યને જણાવેલ હોવા છતાં તે તેના તાત્પર્યાથને સમજી શકતું નથી. શું તે આ સુંદર વચન સાંભળ્યું નથી ? કે-“ગુરુ તો બુદ્ધિશાળી હોય કે જડ હોય, બંનેને સરખી રીતે વિદ્યા આપે છે, પરંતુ તેમના જ્ઞાનમાં સમજ શક્તિ ઉમેરી આપી શકતા નથી કે ઘટાડી શકતા નથી. તે કારણે ફળમાં મોટો તફાવત પડે છે. તેમાં દાખલો આપીને સમજાવે છે. જેમ કે, નિર્મલ સ્ફટિકમણિ હોય, તે પ્રતિબિંબને પકડે છે, પણ માટી વગેરે તેને પકડી શકતા નથી. માટે અહિ જેને સારી રીતે શાસ્ત્ર પરિણમ્યું, તેને વૈયિકી બુદ્ધિ અને અવળું પરિણમ્યું કે ન પરિણમ્યું, તેની બુદ્ધિ તે તેની નકલ સમાન જાણવી. (૧૦૭)
૧૦૮–અહિં અર્થશાસ્ત્ર દ્વારમાં ક૯૫ક મંત્રીનું ઉદાહરણ છે, શેરડીની ગડેરીછોલેલા કાપીને કરેલા ટૂકડા વગેરેને છેદન-ભેદન કરીને, તેમ જ યક્ષકથા, કૃત્યાનું ઉપશમન અથવા નવીન શરાવ બનાવતાં ચિતારપુત્રે યક્ષને શાંત કરવાનો પ્રયોગ કર્યોતે ઉદાહરણો છે. એ જ ઉદાહરણે વિવરણકાર વિસ્તારથી જણાવે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org