SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [[ ૧૨ ] પ્રસ્તુત ઉપદેશપદ (મૂળ) વડોદરાની શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલાના ૧ભા, ૨૦મા પુષ્પ તરીકે બે ભાગમાં સંવત્ ૧૯૭૯ અને ૧૯૮૧માં શ્રીમુનિચંદ્રસૂરિના વિવરણ સાથે પિથી–પત્રાકારના રૂપમાં પ્રકાશિત થયેલ છે. જેના સંપાદક, સ્વ. આ. શ્રીવિજય મોહનસૂરિજીના શિષ્ય પં. પ્રતાપવિજય ગણિ (વર્તમાનમાં આચાર્ય શ્રીવિજયપ્રતાપસૂરિજી) તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં સંસ્કૃતમાં કિંચિદ વક્તવ્યમાં તથા વિષયાનુક્રમમાં ઘણું સૂચવ્યું છે. એ મુદ્રિત પુસ્તકના આધારે આ ગૂજરાતી અનુવાદ, સદગત આગમ દ્ધારક પૂ. આ. શ્રી આનન્દસાગરસૂરિજીના યશસ્વી સુશિષ્યરત્ન આ. શ્રીહેમસાગરસૂરિજીએ ગતવર્ષમાં કર્યો હતે, તે અનુવાદનાં કાઉન આઇપેજ પૃ. ૬૦૮ પ્રકાશિત થઈ ગયાં છે, ગ્રંથનું કદ બહુ વધી ન જાય, તે માટે પ્રસ્તાવનાને પણ મર્યાદિત રૂપમાં જ લખવાની છે, આથી પણ વાચકો સંતોષ માનશે. આ ઉપદેશપદનું એક ભાષાન્તર નાગરીલિપિમાં સંવત્ ૧૬પમાં, પાલીતાણામાં જૈન ધર્મ વિદ્યાપ્રસારક વર્ગ તરફથી પ્રકાશિત થયું હતું, તેને પ્રથમ ભાગ મારા જેવામાં આવેલ છે, જે શેઠ વસનજી ત્રિકમજી જે. પી. ગ્રંથમાલાના ૧૦મા મણુકા તરીકે તેમની આર્થિક સહાયતા હોવાથી તેમના જીવનચરિત્ર ફેટા સાથે છપાયેલ છે, બીજો ભાગ જે નથી, છપાયેલ ગ્રન્થ પણ અલભ્ય પ્રાય છે. તેમાં ભાષાન્તરકારે મુનિચન્દ્રસૂરિનું વિવરણ હોવા છતાં તેમનું નામ દર્શાવ્યું નથી, હરિભદ્રસૂરિની જ રચના સમજ્યા જણાય છે. ત્યાં પ્રસ્તાવનામાં મૂળ ગ્રન્થની ગાથાઓને પ્રાકૃતને બદલે માગધી જણાવી છે. તથા વૃત્તિના કને મૂળ ગ્રંથકારને જણાવ્યું છે. અનુવાદક પૂજ્ય આચાર્ય શ્રીહેમસાગરસૂરિજીએ (૧) સમરાદિત્ય મહાકથા (લો. ૧૦૦૦૦), (૨) સવવરણ ચોગશાસ્ત્ર (લે. ૧૨૦૦૦), (૩) ચેપન્ન મહાપુરુષ-ચરિત (લે. ૧૨૦૦૦), (૪) પઉમચરિય (પદ્મચરિત)-જૈન મહારામાયણ (.૧૦૦૦૦) પછી આ (૫) સવિવરણ ઉપદેશપદ (કલ. ૧૪૫૫૦)ના અનુવાદના સહસંપાદન શુભકાર્યમાં મને યશભાગી બનાવ્યો છે- એ રીતે મને પણ અર્ધા-પિણા લાખ શ્લોકેના સવાધ્યાયની તક આપી–તે માટે હું અનુવાદક આચાર્યશ્રીને અંતઃકરણથી આભાર માનું છું. સાવધાન રહેવા છતાં મંદમતિને લીધે, કે દષ્ટિદેષથી કંઈ ખલના થઈ હોય, તે ક્ષન્તવ્ય ગણાશે. –બે વર્ષ પહેલાં જેન મહારામાયણનાં સહસંપાદન માટે બે મહિના મારે પાલીતાણામાં રોકાવું પડયું હતું, તેમ પ્રસ્તુત ઉપદેશપદ અનુવાદના સહસંપાદન માટે કેટલીક અગવડો વેઠીને પણ ચારેક મહિના મારે પાલીતાણામાં વસવાટ કરે પડ્યો હતું. ત્યાંથી વડોદરા આવીને આ પ્રસ્તાવના પૂર્ણ કરું છું. આશા છે કે, જિજ્ઞાસુ વાચકે આ ગ્રન્થ વાંચી-વિચારી ને જાણી, હેયને ત્યાગ કરી, ઉપાદેયને ગ્રહણ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરવા શક્તિશાલી થાય-એ જ શુભેચ્છા. સંવત્ ૨૦૨૮ જેઠ શુ. ૮ ), સદ્દગુણાનુરાગી વડીવાડી, રાવપુરા, લાલચન્દ્ર ભગવાન ગાંધી વડોદરા (ગૂજરાત) ) [નિવૃત્ત “જૈન પંડિત” વડોદરારાજય ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy