SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧ ] તપાગચ્છના મુનિસુંદરસૂરિએ સંવત ૧૪૬૬માં રચેલી સંસ્કૃત ગુર્નાવલીમાં એને અનુસરતું, થોડી વિશેષતા સાથે આવા આશયનું જણાવ્યું છે– લ્મ સર્વદેવ ગુરુ થયા, તેમનાથી દિગજની ઉપમા અપાય તેવા આઠ સુરીશ્વરે થયા. પહેલા યશોભદ્રગુરુ, તથા બીજા નેમિચંદ્રસૂરિ (૪૦) થયા. તે બંનેથી સુનિચંદ્રસૂરિ (૪૧) થયા, જેમણે પોતાની બુદ્ધિથી બૃહસ્પતિને પરાસ્ત કર્યા હતા, કહ્યું છે કે- તે નેમિચન્દ્ર ગુરુએ ગુરુબંધુ વિનયચંદ્ર અધ્યાપકના શિષ્યને જેમને ગણનાથ કર્યા હતા, તે સુનિચંદ્રસૂરિ ગુરુ જયવંત વતે છે.” ભુવનત્તમ ચિન્તામણિ જેવા જે શિષ્યને પ્રાપ્ત કરી યશોભદ્ર ગણાધિપે યશ અને ભદ્ર પ્રાપ્ત કરેલ છે. શ્રવિનયચંદ્ર વાચક રૂપ વિધ્યગિરિના તે પદો (ચરણ) જયવંતા વર્તા, જેમને વિષે શ્રી મુનિચંદ્ર ભદ્રગજકલભની લીલા ધારણ કરી હતી. શુદ્ધ ચારિત્રીઓમાં રેખા પ્રાપ્ત કરનાર, જૈનાગમ-સાગરથી જેમણે બુદ્ધિને સ્વચ્છ કરી હતી. વિધિજ્ઞ જેમણે, તે એક પાણી પીવાથી “સૌવીરપાયી” એવું બિરુદ ધારણ કર્યું હતું. દેહને વિષે પણ સદા નિર્મમ સંવિન–શિરોમણિ એવા જેમણે સમસ્ત વિકૃતિને તજી હતી. વિદ્વાન શિષ્યરૂપી ભમરાઓથી જેમને પ્રભાવ પસર્યો છે, પ્રભા અને ગુણસમૂહથી જે ગૌતમ સદશ છે. શ્રીહરિભદ્રસૂરિએ રચેલા અનેકાન્તજયપતાકા વગેરે ગ્રન્થ-પર્વતે, જે હાલમાં વિબુધને પણ દુર્ગમ છે, વિશ્વહિતની બુદ્ધિથી જે ભગવંતે તે સર્વને શ્રેષ્ઠ પંજિકા વગેરે પાજની રચના કરી, મંદબુદ્ધિવાળાઓને પણ સુગમ કર્યા છે. છ તર્ક (દર્શને)ના પરિતર્ક-ક્રિીડામાં રસિક એવા જેમણે પ્રજ્ઞાવડે બૃહસ્પતિને નીચા બનાવનાર શૈવવાદીશ્વરને રાજસભામાં વિદ્વાનોની સમક્ષ ઉગ્રહેતુ-બાણો વડે જિતીને શાસનને વિજયશ્ર નું પાત્ર કર્યું હતું; એવા આ મુનિચંદ્રસૂરિ સુગુરુ કયા બુદ્ધિશાલીઓને વંદન કરવા ગ્ય નથી ? આ લેકમાં, આનંદસૂરિ પ્રમુખ મુનીશ્વરે તેમના બંધુઓ, કયા મનુષ્યોથી પ્રશંસા કરવા ગ્ય નથી? જેમને સુનિચંદ્રસૂરિએ દીક્ષિત કર્યા, શિક્ષિત કર્યા અને સૂરિપદે પ્રતિષ્ઠિત કર્યા હતા. વિક્રમ સંવત ૧૧૭૮ માં ભગવાન મુનિચંદ્ર મુનીન્દ્ર દિવંગત થયા, તે સંઘને ભદ્રો આપે.” –મુનિસુંદરસૂરિએ સં. ૧૪૬૬ માં રચેલી સંસ્કૃત ગુર્નાવલી ય. વિ. જૈન ગ્રન્થમાલા નં.૪, .૬૧ થીછરને ભાવાર્થ. પ્રસ્તુત વિવરણ ઉપદેશપદને વિષયાનુક્રમ આ સાથે દર્શાવ્યું છે, તેથી અહિં તેનું સૂચન કર્યું નથી. મનુષ્યભવની દુર્લભતાનાં દસ દષ્ટાન્ત, ઔત્પત્તિકી, નચિકી, કર્મક્સ (કામિકી) અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ સંબંધનાં દષ્ટાન્ત, તથા રતિસુંદરી, ઋદ્ધિસુંદરી, બુદ્ધિસુંદરી અને ગુણસુંદરીએ કેવી રીતે શીલની રક્ષા કરી ? એ વગેરે ઘણા બધ લેવા લાયક વિચારોથી ભરેલાં ઉદાહરણ આ ગ્રંથ વાંચવા-વિચારવાથી જણાશે. આ અનુવાદ પ્રકાશિત થતાં ઘણા વ્યાખ્યાતાઓ આ ઉપદેશપદ મહાન ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચવા, શ્રોતાઓને સંભળાવવા પણ પ્રેરાશે–એવી આશા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy