________________
૭૨ ]
ઉપદેશપદ-અનુવાદ
કરું છું.' રાજાએ કહ્યું કે-“મારે કેટલા પિતા એ હકીકત તારે જ કહેવી ગ્ય છે. રોહક-પાંચ. રાજા–કેવી રીતના પાંચ ?, રોહક- રાજા, કુબેર, ચંડાલ, ધોબી અને વીંછી. ત્યાર પછી સંદેહ પામેલા રાજાએ માતાને પૂછયું કે, “શું આમ મારે પાંચ પિતાએ છે?” માતાએ પણ રોહકે જેમ કહેલ, તેવી જ રીતે નિવેદન કર્યું. (૭૨) તે જ પાંચ પિતા હેતુ–સહિત કહે છે –
૭૩–૧ પહેલે પિતા રાજા સુરતકાળે બીજ-નિક્ષેપ કરનાર પિતા, ૨ ઋતુસ્નાન કર્યા પછી ચોથા દિવસે કુબેર દેવની પ્રતિમાનું પૂજન કરતાં તેની મનોહર આકૃતિથી આકર્ષાયેલા ચિત્તવાળી થઈ હોવાથી તેના સર્વાગે તેણે આલિંગન કર્યું. ૩-૪ ચંડાલા અને બેબીને ઋતુસ્નાન કર્યા પછી કંઈક અથડામણમાં પડવાથી તેઓને દેખ્યા અને સંગ કરવાને થોડે અભિલાષ ઉત્પન્ન થયે, માટે તે બંને પણ તારા પિતા. હે પુત્ર! તું જ્યારે પેટમાં હતું, ત્યારે મને વિંછી ભક્ષણ કરવાને દેહલો ઉત્પન્ન થયે. એકાંતમાં ગુપ્તપણે લોટની આકૃતિ તૈયાર કરી મને તેનું ભક્ષણ કરાવ્યું, માટે તે પણ કંઈક પિતાપણું પામ્ય. (૭૩)
૭૪–આ પ્રમાણે પિતા વિષયક સંખ્યાના વિવાદમાં આશ્ચર્ય પામેલા રાજાએ કારણ સંબંધી પ્રશ્ન કર્યો કે, તે કયા કારણથી આ અત્યંત નિપુણ બુદ્ધિશાળીની બુદ્ધિમાં પણ ન આવી શકે તે પરમાર્થ જા ? રેહકે કહ્યું કે–તમે રાજ્ય સામ, દામ, દંડ, ભેદ રૂ૫ રાજનીતિથી પાલન કરો છે ૧. જેઓ દરિદ્ર, દુઃખી લેકે હેય, તેમને કુબેરની જેમ ધનને ત્યાગ કરીને ઉદારતાથી દાન આપે છે. ૨. જો કેઈ રાજ્યકાયદાથી વિરુદ્ધ વર્તાવ કરે, એવા લેકેને ચંડાલના સરખે આકરો કોપ કરો છો ૩. માફી આપ્યા વગર પૂર્વના રાજાઓએ નકકી કરેલા માર્ગને તેડનારાઓનું સર્વ ધન દંડ કરી હરણ કરો છો. કોની જેમ? તે કે ધોબી વસ્ત્ર નીચોવે અને તેમાં પણ રહેવા ન દે, તેમ અપરાધીનું ધન નીચોવી લે છે અને તેની પાસે કંઈ રહેવા દેતા નથી ૪. સટી સ્પર્શ કરવાથી વારંવાર મને ઠેકો છે, તેથી વીંછી જેવા ૫. હે રાજન્ ! તમે રાજાદિકના પુત્ર છે. નીતિથી આવા પ્રકારનું મોટું રાજ્ય પાલન કરે છે, તેથી જણાય છે કે, તમે રાજપુત્ર છે. જે ક્ષત્રિય-રાજબીજ ન હોય, તે આવા નિર્દોષ સુરાજ્યભારની ધુરા ધારણ કરવા સમર્થ બની શકતા નથી. એવી રીતે દાનથી તમે કુબેરના પુત્ર છો, રોષથી ચંડાલપુત્ર છે, દંડથી ધાબીના પુત્ર છે અને સેટી મારવાથી વિંછીના પુત્ર છો. કારણ કે, સમગ્ર કાર્યો કારણોને અનુસરતાં-મળતાં હોય છે. (૭૪)
૭૫–તેની બુદ્ધિના કૌશલ્યથી પ્રભાવિત થયેલા રાજાએ “આ પુરુષ ઘણે સારે છે” એમ માનીને તેને સ્વીકાર કર્યો. તે સમયે કઈક નજીકના પ્રદેશમાં રહેતા રાજા સાથે કોઈપણ કારણથી આ રાજાને વૈર બંધાયું હતું. તેની સાથે સંધિ કરવાની રાજાને અભિલાષા થઈ. વારંવાર તેવા સંધિ કરાવનારને મોકલી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો તે સ્વીકાર કરતા ન હોવાથી આ જિતશત્રુ રાજાને તેના ઉપર કેપ ઉત્પન્ન થયે. “હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org