SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯ ] “ભવ્યજીવરૂપી કમલોના બાંધવ! સૂર્ય ! ઉદયાચલના શિખર જેવું, તે ચિંતય - (ચિતક પિતા )નું કુલ, જગતમાં જયવંત રહે, જેમાં અંધકારને હરનારા તમે ઉત્પન્ન થયા. તે મહઘિયા (મેંઘી), ચરમસમુદ્રની વેલા જેવી સાચી રીતે મહઘિયા-મહામૂલ્યવાળી કહી શકાય, જેના ઉદરરૂપ છીપસંપુટને વિષે મેતી-મણિ જેવા તમે સ્કુરાયમાન થયા. તે દભનગરી (દભવતી-ડભોઈ) સદા નગરમાં શેખરપણાને ધારણ કરે છે, હે પુરુષશેખર! જે નગરીમાં તમારો જન્મદિનમહોત્સવ થયો. તે યશોભદ્રસૂરિ, નિર્મલ યશ અને ભદ્ર પામ્યા, હે નાથ! જેમણે તમને શિષ્ય તરીકે પ્રાપ્ત કર્યા. વિંધ્યાચલ જેવા -શ્રીવિનયચંદ્ર અધ્યાપકના ચરણે જયવંતા વર્તો, જેમને વિષે ભદ્ર ગજકલભની જેમ તમારી લીલા થઈ હતી. જગતમાં પ્રખ્યાત આનંદસૂરિ વગેરે તમારા બાંધવ જયવંતા વર્તે, જેમને તમે દીક્ષિત કર્યા, શિક્ષિત કર્યો અને સૂરિએ કર્યા.” કાર્તિક માસની તે કૃષ્ણ પંચમી, ખરેખર કૃષ્ણ જ થઈ, જે તિથિએ સૂર્ય જેમ ત્રિાન્તરમાં આશ્રિત થાય; તેમ હૈ સૂરિજી! તમે સ્વર્ગમાં આશ્રિત થયા. સં. ૧૧૭૮ સંવત્સરના હે પાપી કાલ! તારા પર કાલ પડે કે તે મુનિનને યશશેષ કયું.” મુનિચંન્દ્રસૂરિએ ઘણાં કુલકે, પંચાશત, સપ્તતિ, શતકો વગેરેની રચના કરી હતી, " तं जयउ चिंतयकुलं. जयम्मि सिरिउदयसेलसिहरं व । भव्यजिय-कमलबंधव ! जम्मि तुमं तमहरो जाओ ॥२६॥ सञ्चं महग्घिया सा, महग्घिया चरमजलहिवेल व्व । मोत्तियर्माण व्व जीए, तं फुरिउ उयर-सिप्पिउडे ॥२७॥ सा दब्भनयरी नयर-सेहरत्तं सया समुव्वहउ । जीए तुह पुरिससेहर ! जम्भदिणमहामहो जाओ ॥२८॥ जसभहो सो सुरी, जसं च भदं च निम्मलं पत्तो । चिंतामणि व्व जेणं, उवलद्धो नाह ! तं सीमी ॥२९॥ सिरिविणयचंद -अज्झावयस्स पाया जयंतु विझस्स । जेसु तुह आसि लीला, गयकलहस्सेव भद्दस्स ॥३०॥ आणंदमूरि-पमुहा, जयंतु तुह बंधवा जयप्पयडा । जे तुमए दिक्खविया, सिक्खविया सूरिणो य कया ॥३९॥" " सच्चं सा कसिण चिय, कत्तियमासस्स पंचमी कसिणा । खेत्तरं व सूरो, जीए तं सग्गमल्लोणो ॥ एगारस अट्ठुत्तर, संवच्छरकाल ! पडउ तुह कालो । जससेसं जेण तए, तं मुणिरयणं कयं पाव ! ॥" -પ્રાકત-સંસ્કૃતાદિભાષામય એકાનપંચાશત પ્રકરણમય પ્રકરણસમુચિય-પત્ર ૪૭ માલવ" રશીયરત્નપુરીસ્થા (પ્ર. શ્રેષ્ઠિ ઋષભદેવજી કેશરીમલજી સંસ્થા સંવત ૧૯૮૦)-દેવસૂરિકૃતિ મુનિચન્દ્રસૂરિ- ગુરુ-વિરહ વિલાપ (૨૫ ગાથાની અપભ્રશ મુનિચંદ્રાચાર્ય-રસ્તુતિ પછી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy