SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮ ] સુખ સંબંધની” ટીકા તરીકે જણાવેલ છે, તેના પ્રારંભમાં સ્પષ્ટ નામ-નિદેશ વિના જે ગહન વૃત્તિનું સૂચન કર્યું છે, તે ઉપર્યુક્ત વર્ધમાનસૂરિની વૃત્તિને ઉદ્દેશીને જણાય છે – " पूर्वैर्यद्यपि कल्पितेह गहना वृत्ति: समस्त्यल्पधीः, लोकः कालबलेन तां स्फुटतया बोद्धं यतो न क्षमः । तन तस्योपक्रति विधातमनघां स्वस्यापि तत्त्वानुगां, प्रीति संतनितुं स्वबोधवचनो यत्नोऽयमास्थीयते ॥" આ ટીકામાં મૂળ પ્રાકૃતની સંસ્કૃતમાં વ્યાખ્યા કર્યા પછી કથાઓ બહુધા પ્રાકૃતમાં ગાથાબદ્ધ શબ્દાલંકાર અને અર્થાલંકારોથી સુસમૃદ્ધ રચી છે. અંતમાં આ “સુખ સંબોધની” ટીકાનું શ્લેક–પ્રમાણ લગભગ સાડાતેર હજારનું (મૂળ સાથે ૧૪૫૫૦) જણાવ્યું છે, તેની રચના સંવત ૧૧૭૪માં સૂચવી છે. રચનાને પ્રારંભ નાગપુર (નાગર)માં અને સમાપ્તિ અણહિલપાટક (પાટણ)માં સ્પષ્ટ જણાવેલ છે. અંતિમ પ્રશસ્તિમાં વિવરણકારે પિતાને બહગચ્છના સર્વદેવસૂરિથી થયેલા ૮ આચાર્યોમાંના યશભદ્રસૂરિ અને નેમિચન્દ્રસૂરિના, તથા વિનયચન્દ્ર અધ્યાપકનો ઉલ્લેખ કરી પિતાને તેમના અનુયાયી જણાવ્યા છે. આ વિસ્તૃત વિવરણ રચવામાં સહાયતા કર નારા પિતાના શિષ્ય રામચંદ્રગનિ. તથા અન્ય શિષ્યોને કૃતજ્ઞતાથી નિર્દેશ કર્યો છે, તથા પ્રથમ આદર્શ પુસ્તક લખનાર, શુદ્ધિ, અશુદ્ધિ જાણનાર, સતત ઉપયુક્ત વિપ્ર કેશ વને પણ ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રૌઢ વિદ્વાન વિશિષ્ટ કવિ મુનિચન્દ્રસૂરિ, ગુજરાતના એક વિશિષ્ટ વિભૂતિરૂપ થઈ ગયા. તેમનું જન્મસ્થાન દoભનયરી-દભવઈ-દર્ભાવતી (ડભોઈ) હતું, તેમનું કુલ-પિતાનું નામ ચિંતય(ક) જણાય છે. તેમની માતાનું નામ મહથ્રેિયા (ઘી) જણાય છે. તેમને વર્ગવાસ સં. ૧૧૭૮ કાર્તિક વદિ ૫ જણાય છે. પાટણમાં સિદ્ધરાજ સિંહની રાજસભામાં દિ. વાદી કુમુદચંદ્રને વાદમાં પરાસ્ત કરી વિજય મેળવનારા, તથા પ્રમાણુનયતત્ત્વાકાલંકાર સ્યાદવાદરત્નાકર જેવા અનુપમ વિશિષ્ટ ગ્રન્થ રચનારા વાદી દેવસૂરેિ જેવા અનેક પ્રતિભાશાળી વિદ્વાન શિષ્યો આ મુનિચંદ્રસૂરિના હતા. રત્નાકરાવતારિકા, ઉપદેશમાલા-વૃત્તિ (ઘટ્ટી), નેમિનાથચરિત (પ્રા.) વગેરે રચનારા રત્નપ્રભાસૂરિ જેવા અનેક વિદ્વાન કવિએ તેમના પ્રશિષ્ય હતા. પ્રાકૃત ભાષામાં મુનિચંદ્રસૂરિની સ્તુતિ, તથા મુનિચંદ્રસૂરિને વિરહ, જે તેમના શિષ્ય દેવસૂરિજીની કૃતિ પાટણના સંઘવીપાડાના ભંડારમાં છે, જેના આદિ-અંતને ઉલેખ અમે પાટણ જેનભંડાર-ગ્રન્થસૂચી (ગા. એ. સિ. ૭૬, પૃ. ૧૩૪)માં કર્યો છે. દેવસૂરિએ મુનિચંદ્રસૂરિ ગુરુનો વિરહ વિલાય, જે પ્રાકૃત ભાષામાં પપ ગાથામાં ર હતો, તેમાં તેમના ગુણનું સંસ્મરણ છે, તેની ૨૬મી ગાથામાં તેમના કુલનું (પિતાનું), ૨૭મી ગાથામાં માતાનું, ૨૮મી ગાથામાં જન્મ-નગરીનું, ૨૯મી-૩૦મી ગાથામાં ગુરુઓનું, તથા ૩૧મી ગાથામાં ગુરુબંધુઓનું આ પ્રમાણે સમરણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy