________________
શ્રી નવકાર મહામંત્ર સાથે રનું એવું અવ્યાબાધ અનંતસુખ છે સિદ્ધપણામાં આ ત્રીજે ગુણ છે. ૪ મોહનીય કર્મને-દર્શન સપ્તકને ક્ષય થવાથી ઉત્પન્ન થએલ ક્ષાયિક સમ્યકત્વ ગુણ, સાદિ અનંત સ્થિતિને માટે તદવસ્થિત જ હોય છે. પ આયુષ્ય કર્મને ક્ષય થવાથી અક્ષયસ્થિતિ હોય છે-જે અનંત ચતુષ્કવાળી અનંત સુખમય સ્થિતિ પ્રાપ્ત થઈ તે સ્થિતિ સદાકાળ વર્તતી હોય છે, ગેય પદાર્થોની નવી નવી વર્તના સમયે સમયે પલટાતી રહે છતાં સિદ્ધ ભગવંતની તે રિથતિ કદી પર્યાય પામતી નથી! ૬-નામકર્મને ક્ષય થઈ જવાથી પાંચવર્ણ બે ગંધ-છ રસ અને આઠ સ્પર્શમાંના એક પણ પદાર્થ સિદ્ધના આત્માને નહિ હેવાથીએટલે કે જીવ સાથેના તે વર્ણગંધરસ અને સ્પર્શનો અનાદિ કાળના તાદામ્યક સંબંધને સિદ્ધના આત્માએ સદાને માટે નિર્જરી નાખેલ હોવાથી દૂર કરેલ હોવાથી એ દરેક રૂપી પદાર્થો દૂર થતાં જે-અરૂપીપણાનો આત્મગુણ છે, તે સ્વગુણે જ આમાં રહ્યો છે. આથી સિદ્ધપણામાં આત્માને કેવલ અરૂપી ગુણ છે. ૭ ગાત્ર કર્મનો ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ હોય છે. એટલે કે સિદ્ધ, પથરની જેમ ભારે પણ નથી અને ધુમાડાની જેમ હલકા પણ નથી: અર્થાત્ પત્થર ઊંચે ગયે હોય છતાં ભારે હોવાથી સ્વત: નીચે આવે છે, અને ધુમાડો હળવો હોવાથી નીચેથી શરૂ થતો હોવા છતાં સ્વત: ઉંચો જાય છે, તેમ સિદ્ધનો આત્મા સિદ્ધશિલા પર્વત ઉંચે ગમે ત્યાંથી ત: નીચે આવતો નથી તેમજ તે ઈષપ્રાગભાર પૃથ્વીથી–સિદ્ધશિલાથી ઉંચે જતો નથી (અલકાકાશથી જેટલી નીચી અવગાહના હોય છે, ત્યાં જ રહે છે.) અથવા
અગુરૂ” એટલે ઉચ્ચ ગોત્ર કર્મને ક્ષય થઈ જવાથી તે ભારે નથી અને “અહ” એટલે નીચ ગોત્રકને ક્ષય થઈ જવાથી તે હળવે નથી. ૮ અંતરાય કર્મ-વીર્યંતરાયનો ક્ષય થઈ જવાથી આત્માનું સ્વાભાવિક એવું ૮અનંત બલ હોય છે. સિદ્ધ ભગવંતના આ આઠ ગુણ છે.
આચાર્ય મહારાજાના છત્રીસ ગુણ સ્પર્શનેનિદ્રય આદિ પાંચ ઈન્દ્રિયોના અવાંતર થતા ત્રેવીસ ભેદેને વિષે રાગ કે દ્વેષ ન ધ-પ્રીતિ કે અપ્રીતિ ન લાવે-તે વીસેય ભેદ પ્રતિ સંવર કરે તે પાંચ ઈન્દ્રિયોને સંવર કરવા રૂપ પાંચ ગુણ, નવ પ્રકારની બ્રહ્મચર્યની જે ગુપ્તિ-વાડ તેને ધારણ કરવારૂપ નવગુણ, ધારણ કરે, અને સંજવલનના કોધ-માન આદિ ચાર પ્રકારના કષાયથી મુકતપણું ધારણ કરે તે ચારગુણ: એ રીતે આ ૫-અને ચાર મળી અઢાર ગુણ, તેમજ
“સવાબો પગારૂવાચા વેરળ, તાળો મુરાવાયા વેરમi ' આદિ પાંચ મહાતેને ધારણ કરે એ પાંચગુણજ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યા. ચાર એ પાંચ આચારને પાળે અને અન્યને પળાવે, એ બીજા પાંચ ગુણ, ઈર્યાસમિતિ -ભાષાસમિતિ. અદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ મળીને એ આઠ ગુણ પાળે, તે સર્વે મળીને આચાર્ય મહારાજાના છત્રીસ ગુણ હોય છે. આ ગુણછત્રીસી ને શાસ્ત્રમાં છત્રીશ પ્રકારે પણ વર્ણવી છે. એટલે કે-છત્રીસ છત્રીસીગુણ તરીકે પણ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org