________________
૩૧૪ શ્રી મહાપ્રતિક્રમણ-વાદિષ્ણુસૂત્રની આદરી ટીકાનો સરલ અનુવાદ - ૨ ગુણાતા તેરા-મૌખર્ય” એટલે અસભ્ય તથા અસંબદ્ધ વચનો બેલવો, તેમજ વાચાળપણે બહુ બેલ્યા કરવું. તેવી વાચાળતાવશાત પાપપદેશ થઈ જવાને પણ સંભવ હેવાથી આ મુખરતામાં પાપપદેશરૂપ અતિચારપણું છે. મુખરતા પ્રાયઃ સર્વને અનિષ્ટ છે અને કાર્યમાં જ્યારે સંકટ આવી પડે ત્યારે વિશેષ અને હેતુ છે. કહ્યું છે કે- બહુ જનસમૂડ એકઠે થાય અને તેમાં જે કાર્યસિદ્ધ થાય તે તે સહુ માટે (ઠીક થયું, એમ બેલવા રૂપ) સમાન ફલ છે; પરંતુ જે કાર્યમાં સંકટ આવી પડે તે પ્રસંગે તે (તેઓમાં જે જે વાચાલ મનુષ્ય હોય તે જ (આમના કહેવાથી તેમ કર્યું, એમ) સહુને અકારે થઈ પડે છે. ૧ / વાચાલ મનુષ્ય, અવસર આદિ ઔચિત્ય જોયા વિના પણ બોલે અને તેથી અપ્રીતિ વગેરે મહાન દેષ જ થાય કહ્યું છે કે-અવસર જાણ્યા વિના અને અન્યનાં ચિત્તને ઓળખ્યા વિના જે બેલાયું હોય તેનાં કરતાં પણ લોકમાં બીજું પાપતર શું હોઈ શકે? - ૧ : ૪ સંયુetપાળ તિવાદ-અધિકરણ” શબ્દથી સંયુક્તાધિકરણ સમજવું. જેના વડે આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય તે અધિકાર=સાંબેલું, ખાણી વગેરે “સંયુa' એટલે કાર્ય કરવા સારૂ તે બંને જોડવાં. અથવા તે સયુદં=સહિતં. એટલે કે-એક અધિકરણ બીજા અધિકરણથી યુક્ત: જેમ કે–ખાયાની જોડે મુશળ, હળની જોડે કોશ, ધનુષ્ય સાથે તીર, ગાડાં સાથે ધુંસરી, શીપર સાથે ઉપરવટ, કુહાડા સાથે હાથો, ઘંટીના એક પડની જોડે બીજું પડે: વગેરે. એ રીતે સંયુક્ત એવું જે અધિકરણ તે સંકુધિ કહેવાયતે સંયુક્તાધિકરણને જે સદ્દભાવ તે યુધિરતા કહેવાય છે. આ સંબંધમાં એમ સમજવાનું કે વિવેકી શ્રાવકે ગાડી અને ધુંસરી આદિ ને તૈયાર રાખવાં નહિકારણ કે તેને સજજ દેખીને લઈ જતા લોકને અટકાવી શકાતા નથી. જે તે તે ઉપકરણ યોજીને તૈયાર રાખ્યાં ન હોય (છૂટાં છૂટાં પડ્યા હોય) તે લેક પોતાની મેળે જ લઈ જતા અટકે છે.
એ પ્રમાણે અગ્નિ, જ્યારે ગૃહસ્થ પિતાને ઘેર સળગાવે પછી જ સળગાવ. એ રીતે ગાય વગેરે ચરવા મેકલવાં, હળ-ગાડાં વહેવડાવવાં, ઘર-હાટને આરંભ કરે ગ્રામાંતર જવું વગેરે કાંઈ પણ પાપારંભમાં પહેલ કરવી નહિ. કારણ કે તેમાં અધિક | પ્રવર્તાવવું વગેરે દેષ છે. કહ્યું છે કે-“શુભ કે અશુભકાર્યમાં જેઓએ પહેલી પ્રવૃત્તિ કરી હોય તેઓ જ પાછળથી પણ ઉપચારથી તે પ્રવૃત્તિના કર્તા છે અર્થાત્ પોતે કરેલ પ્રવૃત્તિ પછી બીજાઓ તેવી પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિના પણ કર્તા તરીકે “ઉપચારથી” પ્રથમ પ્રવૃત્તિ કરનાર જ થાય છે. ૧.” આ અતિચાર, હિંસપ્રદાનરૂપ અનર્થદંડના ત્યાગવાળાને લાગે છે. - ૧ મોતિરિ તિવાર:-ભેગાતિરિક્ત” એટલે ઉપગ પરિગ માટેની જરૂરી વસ્તુઓ કરતાં પણ વધારે. અર્થાત ઉપગ પરિભેગને યોગ્ય એવી સ્તન -ભજન-ભેગ-વસ્ત્ર વગેરે વસ્તુઓ ખપ કરતાં પણ વધારે. જેમકે-તલાવ આદિ પર સ્નાન કરવા ગયા તે અવસરે તેલ-આમળાં વગેરે જે ખપ કરતાં પણ વધારે લઈ જવામાં આવે તો બીજાઓ પણ તે વસ્તુ માગીને સ્નાનાદિમાં પ્રવર્તે તેથી અનર્થદંડ લાગે. આ સંબંધમાં શ્રી આવશ્યકણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org