________________
૨૬૬
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
દેષ નથી કારણકે–ધન મેળવવું વિગેરે જે આ લેકનાં ફળ છે તેને માટે જ અધિક નહિ જવાને નિયમ કરેલ છે. એ પ્રમાણે પાંચમે અતિચાર સમજ. - આ પ્રથમ ગુણુવ્રતમાં ગમનને માટે નિયમમાં રાખેલ સો જન વિગેરે પ્રમાણુની કેટલીક ભૂમિને છોડીને બાકીના ચૌદ રાજલોકમાં રહેલ સર્વજીવોની હિંસાની નિવૃત્તિ તરીકે (પહેલા પ્રાણાતિપાત વિરમણ નામનાં મૂળવ્રતને) ગુણ કરનારા આ દિકરિમાણવ્રતને વિષે જે કાંઈ અતિચરિત કર્યું હોય તેની હું નિંદા કરું છું: ઉપલક્ષણથી નહીં કરું છું. આ છઠું દિક્પરિમાણવ્રત લેનારને ત્રસ અને સ્થાવર જીને અભયદાન આપવાને તેમજ ભરૂપી સમુદ્રને વશ કરવાને વિગેરે મહાન લાભ થાય છે. કહ્યું છે કે અત્યંત અગ્નિકણોથી ધગધગતા લોઢાના ગેળા જે આ નિત્યને માટે અવિરતપણે પાપ કરી રહેલ જીવ. સર્વ દિશાઓમાં સમસ્ત જીને બાળી મૂકે છે. I 1 I જે કે-કોઈ માણસ પિતાના દેહથી સર્વ સ્થળે જતો નથી, છતાં પણ અવિપતિપણાને લીધે તેને અવતને-હિંસાને બંધ તે નિત્ય છે જ. In ૨ . એ પ્રમાણે વંદિત્તસૂત્રની ૧૯મી ગાથાને અર્થ સંપૂર્ણ. ૧૯ આ સંબંધમાં મહાનંદકુમારનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે -
છા વ્રતને વિષે મહાનંદકુમારનું દૃષ્ટાન્ત. સમસ્ત પ્રકારની વિસ્તૃત વસ્તુઓને ધારણ કરવા વડે ઈન્દ્રપુરીને પણ પરાભવિત કરનારી, સુંદર પ્રકારે વર્ણન કરવા લાયક ચારેય વર્ણની શોભાવાળી અને મધ્યમાં રાજમાર્ગોની પક્તિથી શેભતી અવન્તી નામની નગરી હતીઃ જે વિવિધ પદાર્થોના સમૂહથી ભરપૂર ચંપૂ જેવી દીસતી હતી. / ૧તે નગરીમાં ત્રણ જગતને જીતવાનું પરાક્રમ ધરાવનાર વિક્રમ નામે રાજા હતો. જે રાજાને વિષે રહેવું અત્યંત સત્યપણું, ઉદારપણું, અને ઉપકારી પણું જાણે વિધિએ ત્રણે જગતને સાર ઉદ્ધરીને સ્થાપેલ હોય તેમ જણાતું હતું. ૨ . તે નગરીમાં ધનદત્ત નામે ક્રોડપતિ જૈન શ્રેષ્ઠી હતે. તે શેઠને ઉદારતારૂપી પદ્મ વડે પદ્મની ચેષ્ટા કરતા હસ્તકમલને ધારણ કરનારી પદ્માવતી નામે પ્રિયા હતી. પુત્ર નહિ હોવાને લીધે તે દંપતી અત્યંત ચિંતાતુર રહેતાં. કુલદેવીની અનેક માન્યતા કર્યા બાદ દેવગે તેમને એક પુત્ર છે. સૌભાગ્યરૂપ લક્ષમી વડે અતિશયવાળા તે પુત્રનું જયકુમાર નામ સ્થાપ્યું. તે પુત્રનાં ગર્ભાધાન-જન્મ-રક્ષાબંધન-ચંદ્રદર્શન-સૂર્યદર્શન–ષષ્ઠી જાગરણ-નામસ્થાપન-દેવગુરૂવંદન-અન્ન આસ્વાદન-વાળ લેવરાવવા-દાંત ઉગવા-કણુદારે બાંધ-ગોઠણભર ચાલવું-બોલતાં શીખવું-ચાલતાં શીખવું-ચોટલી રાખવીવસ્ત્રાભૂષણ પહેરાવવાં-વરસગાંઠ કરવી-કલાગ્રહણ-શ્રાવકનો આચાર શીખવાડ-મોટા શ્રીમંતની કન્યા જોડે લગ્ન કરવા-વેપાર કરે વિગેર” દરેક કાર્યો પ્રસંગે પિતાએ મહાન ઉત્સાહથી મહોત્સવે કરવામાં ઘણો જ ધનવ્યય કર્યો! ખરેખર રાગનાં સ્થાને, પ્રેમનાં સ્થાને, લેભનાં સ્થાને, અહંકારનાં સ્થાને, પિતાનાં સ્થાને, પ્રીતિનાં સ્થાને, કીર્તિનાં સ્થાને કેણુ ધન ખર્ચતું નથી ? /૧
પુત્ર તે સારા પાડોશી, સારી સેબત અને સુશીક્ષા વિગેરેના રોગથી બાલપણથી જ બીજના ચંદ્રની જેમ નિષ્કલંક હોવા છતાં પણ ચંદ્રની જેમ યૌવન અને કલાથી વધતાં “જુગાનાં વ્યસનનાં કલંકથી કલંકિત થયે! “જુગારને-સુરા વિગેરે કરતાં પણ અસ્પૃશ્યપણે વજર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org