________________
૨૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આ ટીકાને સરલ અનુવાદ
જાથાર્થ –થા અણુવ્રત પછીથી શરૂ થતા આ પાંચમા પરિગ્રહ પરિમાણ નામનાં અણુવ્રતને વિષે ઇસ્યુલ પરિગ્રહની કરેલ વિરતિથી (આરંભીને તે વિરતિમાં વર્તતા થકા) પ્રમાદને પ્રસંગ પામીને અપ્રશસ્તભાવમાં વર્તતાં પરિગ્રહના કરેલ પરિમાણને ભંગ થવારૂપ જે કાંઈ વિપરીત ૮ આચરણ કર્યું હોય: (તે શું શું અને કેવી કેવી રીતે? તે બીના આ નીચે આ ગાથાની વ્યાખ્યામાં પ્રથમ સંક્ષેપથી જણાવાય છે ) / ૧૭ છે
વૃત્તિનો ભાવાર્થ-પરિગ્રહ, બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. ધનધાન્ય વિગેરે બાહા પરિગ્રહ અને રાગદ્વેષ વિગેરે અભ્યન્તર પરિગ્રહ કહેવાય છે. અહિં બાહ્ય પરિગ્રહને આશ્રયી અધિકાર ચાલે છે. અને તે જ પ્રમાણે આ વ્યાખ્યા છે કે-ચોથું અણુવ્રત વર્ણવી ગયા, તે પછી હવે કહેવાશે તે ધન ધાન્ય વિગેરે નવપ્રકારના પરિગ્રહ પરિમાણવાળા પાંચમા અણુવ્રતને વિષે લભ વિગેરે કારણથી અપ્રશસ્ત પરિણામ આવ્યું તે” ગુરૂ આદિ પાસે સ્વીકારેલ ધન ધાન્ય વિગેરેના પ્રમાણનું ઉલ્લંઘન થવા પામે તેવું અન્ન=આ પરિગ્રહ પરિમાણવ્રતને વિષે જે કાંઈ આચરણ કર્યું હોય (તે શું શું અને કેવી કેવી રીતે? તે બીન આ પછીની આ નીચે જણાવાતી ૧૮ મી ગાથા અને તેની વ્યાખ્યામાં હવે વિસ્તારથી જણાવાય છે.)
અવતર:- આ ગાળામાં પાંચમા અણુવ્રતના પાંચ અતિચારો અને તેની પ્રતિક્રમણ વિસ્તૃત વ્યાખ્યા દ્વારા જણાવાય છે.
घणधन खित्तवत्थु-रुप्पसुवन्नेअ कुविअपरिमाणे ॥
दुपए चउप्पयम्मि, पडिक्कमे देसि सव्वं ॥ १८ ॥ જાથાર્થ – ઘન, ધાન્ય, ક્ષેત્ર (ભૂમિ), વાસ્તુ (ઘર-ગામ વિગેરે), રૂપું, સુવર્ણ, કુષ્ય કાંસુંલેતું-તાંબુ-પીત્તલ વિગેરે ધાતુ), દ્વિપદ (મનુષ્ય, પક્ષી વિગેરે) અને ચતુષ્પદ (જાનવર) એમ નવ પ્રકારના બાહો પરિગ્રહના કરેલા પરિમાણને વિષે-૧ ધન ધાન્ય પ્રમાણુતિક્રમ, ૨ ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ, ૩ રૂધ્ય સુવર્ણ પ્રમાણતિક્રમ, ૪ મુખ્ય પ્રમાણતિક્રમ અને ૫ દ્વિપદચતુષ્પદ પ્રમાણતિક્રમ: એ પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. ૧૮
વૃત્તિનો ભાવાર્થ –ચૌઢ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત કાલિકસૂવની નિક્તિમાં ગૃહસ્થાનો અર્થ પરિગ્રહ-ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ અને કુએમ સામાન્યથી ૬ પ્રકારે જણાવેલ છે. અને તે પ્રત્યેક ભેદના (અનુક્રમે ૨૪-૨૪=૩-૨-૧૦ અને ૧ મળીને થતાં) ભદાનુભવ ૬૪ પ્રકારો જણાવેલ છે. અને તે આ પ્રમાણે -
૧ ઘાવના ૨૪ પ્રકાર :–૧ યવ, ૨ ઘઉં, ૩ શાલી, ૪ વીહી, ૫ લાઠીચોખા (શાલિભદ), ૬ કોદ્રા, ૭ જુવાર, કાંગ, ૯ પાલક, ૧૦ તલ, ૧૧ મગ ૧૨ અડદ, ૧૩ અળસી, ૧૪ કાળા ચણા, ૧૫ મકાઈ, ૧૬ વાલ, ૧૭ મઠ, ૧૮ ચોળા, ૧૯ બંટી, ૨૦ મસુર, ૨૧ તુવર, ૨૨ કલથી, ર૩ ધાણા અને ૨૪ વટાણા. આ ૨૪ પ્રાય: પ્રસિદ્ધ ભેદે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org