________________
શ્રી ભાદ્ધપ્રતિક્રમણ-વાદિસત્રની આર ટીકાને સરલ અનુવાદ ૧૭૭ કહ્યું- હે પુત્ર! એ રીતે ય ધન પ્રાપ્તિ થાય છે તે ખરૂં, પરંતુ અન્યાયકારી એવા તે ધનનું
પરિણામ આ લેકને વિષે જ અત્યંત ભયંકર સંભવે છે. આ પુત્રને સન્માર્ગે વાળવા સંબંધમાં એક કથાનક છે તે તું સાંભળ. ૬-૧ળા પ્રાણસારૂ કમલ શેઠે પુત્રને એને ઠગવામાં જ મથી રસીક એવો કોઈ એક મહા બુદ્ધિમાન કહેલ એક ધૂની ધૂર્ત, વેપારીના વેષે ભમતે શૌરીપુર નગરને વિષે આબે. અદભૂત કથા. તે ૧૮ ત્યાં એક વણિકની દુકાનેથી બે ટાંકના ચેખા-ઘી
દાળ વગેરે લઈને તે ધૂર્ત વણિકને કહ્યું-“હે ભાઈ! તારા પુત્રને મારી સાથે મોકલ કે જેથી તારા લેણા પૈસા સત્વર આપી દઉં.” આ સાંભળીને તે વણિકે પણ પાસે બેઠેલા પિતાના નાના પુત્રને તેની સાથે મોકલ્યા. | ૧૯-૨૦ કે તે છોકરાને સાથે લઈને તે કાપડીઆની દુકાને ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્રો ખરીદ્યાં, કાપડીઆને કહ્યુંતમને આ કાપડનું મૂલ્ય લાવી આપું ત્યાં સુધી આ મારે પુત્ર તમારી પાસે બેસે છે: કારણુ-અમારે વ્યાપાર શુદ્ધ છે. અર્થાત અમે કોઈનું ઘડીભર ઉધાર રાખતા નથી! ૨૧કર એ રીતે તે છોકરાને તે કાપડીઆની દુકાને બેસાડીને ત્યાંથી તે ધૃત્ત હજામોના સ્થાને નખટ્વેદ, હજામત વિગેરે કરાવીને તે સંબંધીને પૈસા આપવા માટે હજામની સ્ત્રીને સાથે લઈને ત્યાંથી નીકળ્યો. ૨૩ છે અને તે સ્ત્રીને બહાર રાખીને તબેલીની દુકાને ગમે ત્યાંથી તંબેલ વિગેરે ઘણી સામગ્રી લઈને તેણે તંબોલીને કહ્યું કે- હું “તને દ્રવ્ય લાવી આપું
ત્યાં સુધી આ મારી પ્રિયા અહિં બેસ” બીજી બાજુથી તે સ્ત્રીને એમ કહ્યું કે- મારી હજામત વિગેરેના પિસા આ તબેલી તને આપશે.” ૨૫ એ રીતે વ્યવસ્થા કયા બાદ તે ધૂર્ત, તંબલી પાસેથી સર્વ વસ્તુ લઈને એક ઘરડી ડોસીને ઘેર આવ્યું, અને તે ડોસીને કહેવા લાગ્યો-“હે માતા ! હું તારો પુત્ર છું. આ બધી વસ્તુ તું લે.” | ૨૬ છે તે તે વસ્તુઓ આપવાથી પ્રસન્ન થએલી તે વૃદ્ધા, ધુત્તને પુત્રની જેમ માનવા લાગી ! ખરેખર એવો કો સંબંધ છે કે-જે દ્રવ્ય આપવાથી બંધાતું નથી ? ૨૭ . ત્યાર બાદ તે ધૂર્ત, તે વૃદ્ધાને ઘેર હંમેશાં નિશ્ચિત ચિત્તવાળો થઈને સુખપૂર્વક રહેવા લાગ્યા. આ બાજુ તે વણિક પિતાને પુત્ર પાછા નહિ આવવાથી શોધ કરવા લાગ્યો. તે ૨૮ શોધતાં શોધતાં પુત્રને તે કાપડીઆની દુકાને જોઈને તે વણિકે કાપડીઆને કહ્યું-“મારા પુત્રને કેમ રાખ્યો છે?” કાપડીઆએ પણ કહ્યું – બોલ માં, આ છોકરાને મારું લેણું ધન આપી જાય ત્યાં સુધીને માટે તેના બાપે અહિ બેસાડ્યો છે (તારે દકરો હોય તે) તું મારું ધન આપ અને છોકરાને લઈ જા. આ સિવાય છોકરાને હું નહિ આપું' . ર૯-૩૦. એ પ્રમાણે તે બંને વચ્ચે દુસહ કલેશ થયે: એ જ રીતે પોતાની ભાર્યો માટે હજામને પણ તે તંબોલીની સાથે અત્યંત ઝઘડો થયો! + ૩૧ | ત્યાર બાદ છોકરાને બાપ, કાપડીઓ, હજામ અને તંબેલી એ ચારે જ જઈને પોતાનાં દુ બની અને કલેશની વાત કરી રાજા પણ તે વાત
૧ એક જાતનું તે ખતનું ગલણી નાણું વિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org