________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિતૃસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ ૧૧૯ શસ્ત્રાદિ કોઈપણ પ્રકારે વધ થવો શકય નથી તેવા (ચૌદ રાજલેકમાં વ્યાપીને રહેલા) સૂમ નામકર્મોદયવાળા સૂક્ષ્મ જીવો ન સમજવા; પરંતુ જેએને શસ્ત્રાદિથી વધ થઈ શકે છે તેવા પૃથ્વીકાય–અકાય આદિ પાંચેય બાદર છ સમજવા. જીવવધના એ રીતે બે પ્રકાર જણાવ્યા તેમાં મુનિરાજ તે બંને પ્રકારના જીવવધથી નિવૃત્ત હોવાથી મુનિરાજને વીશવિવા-પૂરપૂરી દેવદયા છે જ્યારે ગૃહસ્થને તે બે પ્રકારમાંના એક સ્થલ-ત્રસ જીવેની હિંસાનો ત્યાગ છે, સૂક્ષમ ની હિંસાને ત્યાગ નથી. [ કારણકે-ગૃહસ્થ, પૃથ્વી-પાણી–અગ્નિ વિગેરેના આરંભમાં (તે વિના નિવહ શકય નહિ હેવાથી) સતત પ્રવર્તતા હોય છે.] આથી દયાના વીસ વસામાંથી ગૃહસ્થને (સૂક્ષ્મ જીવના વધસંબંધી) દસવસા દયા ઓછી થવાથી બાકી દસ વસા દયા રહે છે. ગૃહસ્થને દસ વસા દયાવાળી રહેલ તે સ્કૂલ-ત્રસજીવોની હિંસાના પણ બે પ્રકાર છે? (૧) સંક૯પથી જીવને વધ થાય તે અને (૨) આરંભથી જીવોને વધ થાય છે. તેમાં મનમાં સંકલ્પ થાય કે-આને મારૂં” તે મનના સંકલ્પથી પ્રાણને વધ થવા રૂપ પહેલે ભેદ થાય છે. ત્રસ જીવોની હિંસાના આ પહેલા ભેદને ગૃહસ્થને ત્યાગ છે, પરંતુ આરંભદ્વારા થતા ત્રસજીના વધને (નિરૂપાય હેવાથી) ત્યાગ નથી; કારણકે-ગૃહસ્થથી ખેતી આદિ આરંભમાં બેઇન્દ્રિય આદિ જીવોને વધ થવાનો સંભવ છે; અને ખેતી આદિ આરંભ ન કરે તો તેને જીવન નિર્વાહને અભાવ છે. આ રીતે ગૃહસ્થને ત્રસજીવના વધનો ત્યાગ પણ સંકલપથી જ હેવાથી ત્રસ જીવેના ત્યાગ સંબંધી રહેલ દસવસા દયામાંથી પણ આરંભજન્ય હિંસાના પાંચ વસા ઓછા થાય છે ! એટલે ગૃહસ્થને પાંચ વસા દયા રહે છે.
હવે ગૃહસ્થને એ રીતે ત્રસજીને હિંસાને જે સંકલપથી જ ત્યાગ છે, તેમાં પણને સંકલ્પથી હિંસાત્યાગના પણ બે પ્રકાર છે. (૧) સંકલ્પથી વધ, અપરાધી જીવ સંબંધીને અને (૨) સંક૯પથી વધ, નિરપરાધી છવ સંબંધીને તેમાં ગૃહસ્થને નિરપરાધી ત્રસજીવની હિંસાનો ત્યાગ છે, અપરાધમાં તો “મેટો અપરાધ કર્યો છે કે નાને ?' એમ વિચારવું રહે છે. (અને વિચારીને અપરાધના પ્રમાણમાં અપરાધીને સજા કરવાનું બને છે.) આથી સંકલ્પજન્ય હિંસાના ત્યાગની રહેલ પાંચ વસા દયામાંથી પણ અપરાધી જીવની રહેલ હિંસાના અઢી વસા બાદ થતાં ગૃહસ્થને અઢી વસા દયા રહે છે. હવે ગૃહસ્થને બાકી રહેલ નિરપરાધી જીવના વધનો ત્યાગ પણ બે પ્રકારે છે. (૧) સાપેક્ષ અને (૨) નિરપેક્ષ. તેમાં ગૃહસ્થને કેઈપણ અપેક્ષા-કારણ વિના નિરપરાધી જીવના વધની નિવૃત્તિ ત્યાગ છે; પરંતુ અપેક્ષાએ કારણે ત્યાગ નથી. કારણ કે-વહન કરાવાતા પાડા-બળદ–અશ્વ વિગેરે અને પાઠ. પ્રમાદી પુત્ર વિગેરે નિરપરાધી હોવા છતાં તેને માર માર પડે, બાંધવા પડે વિગેરે કરવું પડે છે. તેથી નિરપરાધી જીવની હિંસાના ત્યાગની રહેલ અઢી વસા દયામાંથી પણ નિરપરાધી જીવની સાપેક્ષપણે રહેલ હિંસાને સવા વસો બાદ થતાં ગૃહસ્થને ૧ વિશ્વા (વસે) જીવ દયા રહે છે. ઘણું કરીને શ્રાવકને એ પ્રકારે પ્રથમ અણુવ્રત છે. [વંદિત્તસૂત્રની આ ૧ જારિ x ૨-૦૦ x ૩ કા હૈ x ૪ વિંવિર્ષ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org