________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસત્રની આદેશ ટીકાતા સરલ અનુવાદ
૧૦૧
અર્થ :-રસ્તાઓ, સૂર્યચંદ્રના કિરણા અને પવન વડે શુદ્ધ થાય છે, અને દાઢી-મૂછ તથા મુખમાં રહેલા દાંત, તેમાં ભરાએલ અનાજના કણ કાઢી નાખે એટલે પવિત્ર છે. ॥ ૧ ॥ [એ રીતે લૌકિક શાસ્ત્રો પણ માત્ર દ્રષ્ટિથી અપવિત્ર દેખાતા પદાર્થીની દુંછા કરતા નથી; પરંતુ તેમાં પવિત્રતાના વ્યવહાર સ્થાપે છે. ] આથી (તે ખાબત ધ્યાનમાં લઇને ) વિવેકીજને એ સાધુ મહાત્માઓની ( મલીનતાને, ગુણકારી એવી પવિત્રતમ જાણીને ) દુગંછા સથા તજી દેવી.
મુનિરાજોની દુગંછાથી બનેલી દુર્ગંધા નારીનું ઉદાહરણ,
મુનિરાજની દુગા ખાખતમાં ઉદાહરણ છે કે-વિવાડુ પ્રસંગે સર્વાંગવિભૂષિત એવી કાઈ શ્રાવક પુત્રીએ મુનિરાજને વહેારાવતી વખતે મુનિરાજના દેહની મલીનતાના દુ ધથી વિચાયું કે જૈનધર્મ નિર્દોષ છે, પરંતુ તેમાં મુનિરાજોને પ્રાસુક જળથી સ્નાન કરવાનું વિધાન હત તે શું દોષ ?' તે શ્રાવક પુત્રી, એ રીતના વિચારોની આલાચના કર્યા વિના મરણુ પામી, અને રાજગૃહીમાં ગણિકાની પુત્રી તરીકે ઉત્પન્ન થઇ! ગર્ભ માં પણ માતાને અત્યંત પીડા આપનારી થવાથી અતિ તીવ્ર દુર્ગંધાવાળી એવી તે પુત્રીને માતાએ જન્મતાં જ કાઈ સ્થળે તજી દીધી ! કેવા પ્રકારનાં કર્મથી તે કન્યાને આવું દુધપણું પ્રાપ્ત થયું?' એ પ્રમાણે શ્રેણિક રાજાએ શ્રી વીર પ્રભુને પૂછતાં ભગવંતે કહ્યું–(પૂર્વ ભવે મુનિને દાન આપતી વખતે મુનિના દેહના મળની દુ‘ચ્છા કરવાથી આ ભવે તેવું દુર્ગંધાપણું પામી છે; પરંતુ તે વખતે આપેલ ) સુપાત્રદાનના પ્રભાવથી તે દુર્ગંધા, તારી પ્રિયા થશે અને ખેલ-કુતુતુલ કરતાં જ્યારે તે તારી પીઠ પર ચઢી જાય ત્યારે તારે જાણવું કે- આ સ્રી, તે ખીજી કાઈ નહિ; પરંતુ દુર્ગં ધા જ છે!' ( અહિં એવું બન્યું કે-માતાએ તજેલી તે દુર્ગંધાને શ્રેણિક રાજાએ જોયા ) ખાદ અંતર્મુહૂત્તમાં તે ખાળાની દુર્ગંધ દૂર થતાં કાઈ ભરવાડણ ખાઇએ તે બાળાને લઇ જઈ મોટી કરી. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે કન્યા કૌમુદી મહાત્સવ જોવા ગઈ તે વખતે શ્રેણિક રાજા, તે કન્યાના સ્પર્શ થવાથી તેના પ્રતિ રાગી બન્યા અને તેના વસ્ત્રને છેડે પેાતાના નામવાળી મુદ્રિકા (વીંટી) બાંધીને ‘મારા વડે મારા નામની મુદ્રિકા ગુમ કરાઈ છે’ એ પ્રમાણે ઓલ્યા ! (શ્રેણિક રાજાના તે ગર્ભિત કથનને ગૂઢ આશય સમજી ગએલ ) અભયકુમાર મંત્રીએ તે દેવમંદિરના દ્વાર આગળ એકેક માણુસને તપાસતાં તે દુર્ગંધા કન્યાના વસ્ત્રને છેડે તે મુદ્રિકા દેખીને તે કન્યાને રાજાના અંતેરમાં મેાકલાવી દીધી! રાજા તે કન્યાને હર્ષથી પરણ્યા. એકદા–રમતગમતમાં તે કન્યા રાજાની પીઠ પર ચઢી જવાથી રાજાને હસવું આવ્યું ! ( તે સ્ત્રીએ હસવાનું કારણ પૂછવાથી) રાજાએ તે કન્યાને તેનું પહેલાનું કુળ, તજાવાપણું, દુર્ગં ધાપણું અને પછી ભરવાડણના હાથે ઉછ વાપણું' વિગેરે સંબધ કહે સતે તે સ્ત્રીએ (આ ભયંકર ભત્ર નાટક પ્રતિ) નિવેદ થવાથી પ્રભુ પાસે દીક્ષા લીધી! એ પ્રમાણે વિચિદ્ઘિા નામે ત્રીજા અતિપાર નું સ્વરૂપે કહ્યું.
૧ કીડામાં તે ૪ શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org